SURAT

સુરતમાં પ્રેમસંબંધ નહી રાખે તો કિશોરી પર તેજાબ નાંખવાની ચુહા ગેંગના સાગરીતની ધમકી

સુરત : શહેરના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં ધોરણ 12 માં ભણતી વિદ્યાર્થિની (Student) કરાટે ક્લાસીસમાંથી આવતી હતી ત્યારે છેલ્લા દસ દિવસથી તેનો પીછો કરી પરેશાન કરનાર ચુહા ગેંગના સાગરીતે તેને રસ્તામાં (Road) રોકી હતી. અને જો તેની સાથે સંબંધ નહી રાખે તો તેજાબ નાખવાની ધમકી (Threat) આપી હતી. કરાટે શીખતી કિશોરી આઇપીએસ બનવાની તૈયારી કરી રહી હોવાને કારણે તે સીધી પોલીસ પાસે પહોંચી હતી. તેણે યુવકને ફટકારવા કરતા કાયદાનુ શરણુ લઇને યુવકને સીધો દૌર કરવાનો રસ્તો અપનાવ્યો હોવાની વિગત પોલીસે જણાવી હતી.

  • છેલ્લા 10 દિવસથી બાઈક પર પીછો કરીને હેરાન કરતો હતો
  • ડિંડોલીમાં આઈપીએસ બનવાના સપના જોતી ધોરણ 12 ની વિદ્યાર્થિનીને ટપોરીઓની કનડગત

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી પોલીસે ધમુ ખલસે (રહે. મહાદેવ નગર ડીંડોલી) તથા સઇદ ચુહાની સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 23 તારીખે સાંજે ડીંડોલી ખાતે રહેતી ધોરણ 12 માં અભ્યાસ કરતી કિશોરી નવાગામ કરાટે ક્લાસીસમાંથી ઘરે જતી હતી. ત્યારે ધમુ ખલસે તથા સઇદ ચુહા બાઈક ઉપર પાછ્ળ પાછળ આવ્યા હતા. સઇદ ચુહાએ કિશોરીને રીલેશનમાં આવી જા અને મારી સાથે રીલેશન નહીં રાખીશ તો હુ તારા ઉપર તેજાબ નાખીશ તેવી ધમકી આપી હતી. તેમજ ધમુ ખલસેએ તારે સઇદ ચુહા સાથે સંબંધ રાખવા જ પડશે તેમ કહી છેડતી કરી હતી. કિશોરીના ઓળખીતા પ્રકાશભાઇને પણ તમે વચમા નહીં આવો, નહીં તો તમને પણ જોઇ લેશુ. કહી ત્યાથી બાઈક ઉપર નાસી ગયા હતા. છેલ્લા દસેક દિવસથી કિશોરીનો પીછો કરીને પરેશાન કરતા હતા. કિશોરી કરાટે ક્લાસીસમાં જાય છે. અને તે આઈપીએસ બનવા માંગે છે. તેને ખુબ જ સમજ પૂર્વક આ ટપોરીઓ ઉપર કરાટે દાવ અજમાવવા કરતા પોલીસમાં જાણ કરી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એ.ગઢવી આ અંગે તપાસ કરી રહ્યા છે.

Most Popular

To Top