Business

દેશમાં પહેલીવાર આ કંપનીએ ઓટોમેટીક CNG કાર લોન્ચ કરી

નવી દિલ્હી: દેશમાં પહેલીવાર ઓટોમેટીક સીએનજી કાર (Automatic CNG car) લોન્ચ થઈ છે. 28 કિ.મી.ની એવરેજ ધરાવતી આ કાર સસ્તી હેચબેક અને સેડાન કાર કેટેગરીમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારની પ્રારંભિક કિંમત 7.89 લાખ રૂપિયા છે.

  • ટાટા મોટર્સે એવું કર્યું છે જે આજ સુધી અન્ય કોઈ કાર ઉત્પાદકે કર્યું નથી
  • ટાટા મોટર્સે દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર રેન્જ લોન્ચ કરી છે
  • કંપનીએ તેના પોર્ટફોલિયોમાં Tiago CNG AMT અને સસ્તી સેડાન કાર Tigor CNG AMTનો સમાવેશ કર્યો

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે (TaTaMotors) આજે સ્થાનિક બજારમાં કંઈક એવું કર્યું છે જે આજ સુધી કોઈ અન્ય કાર ઉત્પાદકે કર્યું નથી. ટાટા મોટર્સે સત્તાવાર રીતે દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર રેન્જ વેચાણ માટે લોન્ચ કરી છે. કંપનીએ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે તેની સૌથી સસ્તી હેચબેક Tiago CNG AMT અને સસ્તી સેડાન કાર Tigor CNG AMT લોન્ચ કરી છે. આ નવી CNG ઓટોમેટિક રેન્જની શરૂઆતની કિંમત માત્ર 7.89 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Tiago iCNG AMTના ઓટોમેટિક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 7,89,900 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ હેચબેકને કુલ ચાર ટ્રીમમાં રજૂ કરી છે. તેની ટોચની XZA NRG ટ્રીમની કિંમત રૂ. 8,79,900 લાખ નક્કી કરવામાં આવી છે. જ્યારે Tigor iCNG AMT ઓટોમેટિક માત્ર બે ટ્રિમમાં લોન્ચ કરવામાં આવી છે. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 8,84,900 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 9,54,900 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

ટાટા મોટર્સનો દાવો છે કે આ ઓટોમેટિક CNG કાર 28.06 કિમી/કિલો સુધીની માઈલેજ આપે છે. હાલના કલર વિકલ્પો ઉપરાંત કંપનીએ કેટલાક નવા રંગના વિકલ્પ પણ રજૂ કર્યા છે. ટાટા ટિયાગો માટે ટોર્નાડો બ્લુ, ટિયાગો NRG માટે ગ્રાસલેન્ડ બેજ અને રેગ્યુલર ટિગોર માટે મીટિઅર બ્રોન્ઝ કલર વિકલ્પનો પણ સમાવેશ કર્યો છે.

Tiago iCNG AMT કિંમત અને પ્રકારો: XTA 7,89,900 XZA+ 8,79,900 XZA+ DT 8,89,900 XZA NRG 8,79,900.
Tigor iCNG AMT ની કિંમત અને વેરિએન્ટ: XZA 8,84,900 XZA+ 9,54,900

Most Popular

To Top