Sports

વેસ્ટઈન્ડિઝનો 140 કિલોનો આ ખેલાડી ટીમ ઈન્ડિયાને હંફાવશે, રોહિત બ્રિગેડ ટેન્શનમાં

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝે (WestIndies) ભારત (India) સામેની પ્રથમ ટેસ્ટ માટેની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ‘સૌથી વજનદાર ખેલાડી’ સ્પિનર ​​રહકીમ કોર્નવોલ (Rahkeem Cornwall) ટીમમાં પરત ફર્યો છે. ટેસ્ટમાં વિન્ડીઝ ટીમની કમાન ક્રેગ બ્રેથવેટ (Craig Braithwaite) સંભાળશે.

વેસ્ટ ઈન્ડિઝે રોહિત શર્મા (Rohit Sharma) એન્ડ કંપની સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ઘણા આશ્ચર્યજનક નામોની જાહેરાત કરી છે. ડોમિનિકામાં ટેસ્ટ (Dominica Test) સાથે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને તેમના ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે. બાંગ્લાદેશ A સામેની તાજેતરની શ્રેણી દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ A માટે તેના શાનદાર પ્રદર્શનના આધારે ડાબોડી બેટ્સમેન કર્ક મેકેન્ઝીને ટીમમાં સ્થાન મળ્યું છે. આ સાથે જ તેના પાર્ટનર એલિક અથાનાઝને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બંને ટેસ્ટ ડેબ્યૂ કરશે.

વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સનું માનવું છે કે આ બંને વેસ્ટ ઈન્ડિઝ માટે લાંબી રેસના ઘોડા બની શકે છે. હેન્સે કહ્યું કે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ A ટીમ સાથે જોડાઈને બાંગ્લાદેશ પ્રવાસ પર બંનેએ જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે.

ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 જુલાઈથી ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં શરૂ થશે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે.

રોહિતની સામે ક્રેગ બ્રેથવેટ વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ કરશે
વેસ્ટ ઈન્ડિઝે યુવા ઝડપી બોલર જેડન સીલ્સ અને અનુભવી ઓલરાઉન્ડર કાઈલ મેયર્સને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. આ બંને તાજેતરમાં જ ઈજામાંથી સાજા થયા છે. તે જ સમયે, ઓપનર ક્રેગ બ્રેથવેટને ફરી એકવાર ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.

કોણ છે રહીમ કોર્નવોલ, બે વર્ષ પછી મળશે તક?
જો રહકીમ કોર્નવોલને ભારત સામેની આ ટેસ્ટ મેચમાં રમવાની તક મળે છે તો લગભગ 2 વર્ષ બાદ આ તેની પ્રથમ ટેસ્ટ મેચ હશે. આ પહેલા તે નવેમ્બર 2021માં શ્રીલંકા સામે ગાલે ટેસ્ટમાં રમ્યો હતો. રહકીમના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે 9 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે 238 રન પણ બનાવ્યા છે જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 73 રન છે. રહકીમ કોર્નવોલનું વજન એક સમયે 140 કિલો જેટલું હતું. તે વિશ્વના સૌથી ભારે ક્રિકેટરોમાંથી એક છે.

કોર્નવોલની પસંદગી શા માટે કરાઈ?
કોર્નવોલને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે કારણ કે સ્પિનર ​​તરીકે પ્રથમ પસંદગી એવા ગુડાકેશ ઈન્જર્ડ છે. આ સિવાય સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર જોમેલ વોરિકન પણ 13 ખેલાડીઓની ટીમમાં સામેલ છે. જોમેલે 13 ટેસ્ટમાં 41 વિકેટ લીધી છે.

પ્રથમ ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ: ક્રેગ બ્રાથવેટ (સી), જર્માઈન બ્લેકવુડ (વીસી), એલીક અથાનાજ, ટેગેનર ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ દા સિલ્વા, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમર રોચ જોમેલ વોરિકન અનામત: ટેવિન ઇમલાચ, અકીમ જોર્ડન

વિન્ડીઝ પ્રવાસ માટેની ભારતીય ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર.કે. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ ટૂર શેડ્યૂલ
1લી ટેસ્ટ – 12 થી 16 જુલાઈ, ડોમિનિકા બીજી ટેસ્ટ – 20 થી 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન 1લી ODI – 27 જુલાઈ, બ્રિજટાઉન 2જી ODI – 29 જુલાઈ, બ્રિજટાઉન ત્રીજી ODI – 1 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન 1લી T20 – 3 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન બીજી T20 – 6 ઓગસ્ટ, ગયાના 3જી T20 – 8 ઓગસ્ટ, ગયાના 4થી T20 – 12 ઓગસ્ટ, ફ્લોરિડા 5મી T20 – 13 ઓગસ્ટ, ફ્લોરિડા

Most Popular

To Top