Vadodara

…તો પછી સર્કલ પાસે કેમ પુન: ખડકાઇ જતા વાહનો

વડોદરા: દિવાળીના તહેવારણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિનપ્રત દિન શહેરમાં ખરીદી માટે આવતા લોકોની સંખ્યા વધી રહી છે. જેમાં ખાનગી વાહનો મોટી સંખ્યામાં તેમજ મર્યાદા કરતા વધારે માત્રામાં મુસાફરો કરવામાં આવે છે. ત્યારે લોકોના જીવન સાથે ચેડા કરતા છતાં ટ્રાફિક પોલીસ વિભાગની આંખે જાણ કાંઇ દેખાતુ ન હોવાનું લાગી રહ્યુ છે. દરેક પોઈન્ટ પર ટ્રાફિક જવાન તૈનાત છતાં તેમને આ ખાનગી વાહનો દેખાતા નથી ? કોઇ વહીવટ કે રાજકીય પીઠબળ હોવાના કારણે કાર્યવાહી ન કરાતી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

દિવાળીના તહેવારમાં શહેરના વિવિધ વિસ્તાર તથા બહારના જિલ્લામાંથી લોકો ખરીદી કરવા શહેરમાં આવતા હોય છે. જેના માટે ખાનગી વાહનોમાં લોકો મુસાફરો કરી કરતા હોવાથી તેમને સારી એવી આવક કમાઇ રહ્યા છે. પરંતુ આ ખાનગી વાહનોને પોલીસ વિભાગ દ્વારા કોઇ વાહન ઉભુ રાખવાની કોઇ પરમિશન આપવામાં નથી. છતાં અમિતનગર, માણેકપાર્ક અને સુસેસ ચાર રસ્તા સહિતની ચોકડી ઉપર કોઇ પોલીસ વિભાગના ડર વિના બિન્દાસ્ત ખાનગી વાહનચાલકો બિન્દાસ્ત ઉભી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે. દિવસેને દિવસે વાહન ચાલકો વધાર માત્રામાં મુસાફરો ગાડીઓમાં બેસાડી રહ્યા છે.

શહેરના આ ચારેય રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાનો ઉભા રાખવામાં આવ્યો હોવા છતાં તેમને આ વાહનોમાં મર્યાદા કરતા વધારે બેસાડેલા મુસાફરો જાણે દેખાતા નથી. કે પછી બેફામ મુસાફરો ભરતા વાહનચાલકો દ્વારા ટ્રાફિક પોલીસ સાથે વહીવટ થયો હોવાના કારણે કાર્યવાહી નહીં કરાતી હોવાની પણ વાત દરેક વિસ્તારમાં વહેતી થઇ છે. વધારે માત્રા મુસાફરો મળતા હોવાના કારણે વાહનચાલકોને તો ફાયદો થઇ રહ્યો છે. પરંતુ લોકોમાં થતી ચર્ચા મુજબ દરેક ચાર રસ્તા પર ઉભા રહેતા ટ્રાફિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ દિવાળીના સમયમાં ઘી કેળા થઇ ગયા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાતી હોવાનું એક જ રટણ કરવામાં આવે છે. તો પછી બીજા દિવસે અમિતનગર સહિતના દરેક ચાર રસ્તા પર કેમ પરત વાહનો ગોઠવાઇ જાય છે? તેવો સવાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

ટ્રાફિક પોલીસ વિભાગની વહાલા દવલાની નીતિ સામે શહેરીજનોમાં રોષ
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં ખરીદી કરવા માટે આવતા લોકો પોતાના વાહનો લઇને આવતા હોવાથી પાર્કિંગની મોટી સમસ્યા સર્જાય છે. કેટલીક વાર પે એન્ડ પાર્કિંગ પણ હાઉસફૂલ થઇ જાય છે. જેથી શહેરની જનો સહિત બહારથી આવતા લોકો વાહનો રોડની સાઇડમાં પાર્ક કરતી દેતા હોય છે. પરંતુ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અડચણરૂપ વાહનો હોવાનું કહીને ટોઇંગ કરી કાર્યવાહી કરીને લઇ જાય છે. જેથી લોકોને ભારે અગવડતા પડે છે. ત્યારે શહેરીનો જનો એવો સવાલ કરી રહ્યા છે કે શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરાતી નથી અને શહેરીજનો વાહનો સામે કાર્યવાહી કરાતા ટ્રાફિક પોલીસ સામે રોષ દાખવી રહ્યા છે.

વાહન ઉભુ રાખવા બદલ થયેલ હુમલો કરનાર ભરવાડો 15 દિવસે પણ પકડાયા નથી
ચાર રસ્તા પર ગેરકાયદે ઉભા રહેતા વાહનચાલકો પાસેથી કેટલાક શખ્સો ચાર રસ્તા પર વાહન ઉભું રાખવું પડશે તેમ કહી કેટલીક રકમનો હપ્તો ઉઘરાવવામાં આવે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.સાથે સાથે આ હપ્તાની રકમમાંથી ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સહિતા અધિકારીઓ પાસે રકમને કેટલોક ભાગ પહોંચતો હોવાનું સ્થાનિક વિસ્તારમાં જાણવા મળ્યું છે. કારણે અમિતનગર સર્કલ પાસે 6 ઓક્ટોબરે અહિયા તારે વાહન ઉભુ રાખવું નહી તેમ કહીને 11 ભરવાડ લોકોના ટોળાએ અમદાવાદના એક યુવક પર લાકડીઓથી હુમલો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત યુવકે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ ફરિયાદને 15 દિવસ થવા આવ્યા હોવા છતા પોલીસ એક પણ ભરવાડને પકડી શકી નથી. આ ભરવાડો પોલીસ કાર્યવાહીના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું એસીપી વી જી પટેલ જણાવ્યું હતું.

Most Popular

To Top