Charchapatra

દેશની વ્યવસ્થા બદલાઈ રહી છે

દેશને નુકશાનકારક મતોના તૃષ્ટિકરણોમાંથી બહાર કાઢીને રાષ્ટ્રવાદ અને વિકાસ વાદના ઉપકારક રસ્તે દોરનાર દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો દેશ હંમેશા ઋણી રહેશે જે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અભિનંદનને પાત્ર છે. આપણા દેશની તાતા કંપનીની ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાએ એર બસ કંપની પાસેથી 250 અને બોઈંગ કંપની પાસેથી 220 વિમાન ખરીદવાની વિક્રમ ડીલ કરેલ છે અને આગામી વર્ષોમાં એરલાઈન પાસેથી વધુ 370 વિમાનોની ખરીદીની સંભાવના છે આમ તાતા જુથની એરઈન્ડિયા કંપની કુલ 470 નહી પણ વિક્રમ સંખ્યાના 840 વિમાનો ખરીદવાની છે.

એર ઈન્ડિયા પછી દેશની સૌથી મોટી ખાનગી એરલાઈન્સ ઈન્ડીગો પણ 500 વિમાન ખરીદીના સોદા કરી શકે છે. એવીએશન કન્સલ્ટન્સી સીએપીએ એ શકયતા વ્યક્ત કરેલ છે કે આગામી એક-બે વર્ષમાં ભારતીય વિમાન કંપનીઓ કુલ 1500 થી 1700 વિમાનોનો ઓર્ડર આપી શકે છે. આ વિક્રમ વિમાનોની ખરીદીથી અમેરિકામાં દસ લાખ અને આપણા દેશમાં પાંચ લાખ નવી રોજગારીનું સર્જન કરી શકશે તેવું બહાર આવશે. આ ઘટનાક્રમો દેશના વિકાસની હરણફાળ બનાવે છે. ઉપરોક્ત વિક્રમ વિમાનોની ખરીદી બાદ દેશના નીચેના નોંધપાત્ર વિકાસો બહાર આવેલ છે જેની નોંધ હવે સર્વેએ લેવી જ રહી. (1) દેશના 24 રોડ વિમાન ઉતારી શકાય તેવા બનવાના છે. (2) દેશના વિકાસની તેજ ગતિ જોતા અમેરિકા યાનને છોડીને દેશમાં 10660 કરોડ રૂપિયાનું રોકાણ કરનાર છે.

(3) રેલ્વેમાં મોકલાતા પાર્સલની ચોરી રોકવા પાર્સલ ટ્રેનોમાં વન ટાઈમ પાસવર્ડ આધારિત ડીજીટલ લોક લગાવવામાં આવશે. (4) આપણા દેશનો રૂપિયો જર્મની, ઈઝરાયેલ સહિત વિશ્વના 64 દેશોમાં આંતરરાષ્ટ્રીય ચલણ બનનાર છે. (5) અમદાવાદ સહિત રાજ્યના 87 રેલ્વે સ્ટેશન વિકસીત કરાશે અને મોટા શહેરોને નાના નગરો સાથે વંદે મેટ્રો ટ્રેનથી જોડાશે. (6) રેલ્વે તેની ટિકીટ મેટ્રો કરવાની હાલની ક્ષમતા પ્રતિ મિનિટે 25000 ની છે જે નવગણી વધારીને 2.25 લાખ કરવાની છે. (7) ગૂગળના એન્ડ્રોઈડ સામે આપણો દેશ સ્વદેશી એન્ડ્રોઈડ BHAR OS બનાવવાની છે. (8) દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિક નિયમ તોડયો તો ઘરે મેમો આપવાની વ્યવસ્થા થવાની છે. (9) ચીન સરહદને સુરક્ષિત રાખવા 4800 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાનો છે. (10) દેશમાં 27000 સક્રિય સ્ટાર્ટઅપ છે અને આપણો દેશ યુનીકોર્નમાં વિશ્વમાં બીજે નંબરે છે. (11) વિમના ઉત્પાદન માટે વેદાંતા-હોક્યકોન કંપનીનો પ્લાન્ટ આપણા રાજ્યના ઘોબેરામાં થવાનો છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top