Charchapatra

ચરણ સ્પર્શ અપનાવવા જેવો છે

આપણી આજની પેઢીને વડીલોને પગે લાગવાની (ચરણ સ્પર્શ) પધ્ધતિની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિકતાની જાણકારી જુની પેઢીને હતી તેટલી આજે નથી. આપણા સૌની ફરજ છે કે આ સંસ્કૃતિને આવનાર પેઢીને પાસ – ઓન કરવી જોઇએ. પોતાનાથી મોટા (વડીલો)ને ચરણ સ્પર્શ કરવાથી પરંપરા સદીઓથી ચાલી આવે છે. સનાતન ધર્મમાં વડીલોના ચરણ સ્પર્શ ઉત્તમ માનવામાં આવે છે. તેનો મનોવૈજ્ઞાનિક (સાયકોલોજી) પક્ષ એ છે કે જે લક્ષ્ય મનમાં રાખી વડીલોને ચરણ સ્પર્શ કરવામાં આવે છે તે લક્ષ્ય પ્રાપ્ત કરવાને મનોબળ મજબૂત થાય છે.

પ્રત્યક્ષ અને પરોક્ષ ઘણા ફાયદાઓ છે. ઇમ્પ્રુવ્ડ બ્લડ સરકયુલેશન આગળ તરફ વાંક વળવાથી માથામાં લોહીનું સરકયુલેશન પહોંચે છે, જે શરીર માટે ફાયદાકારક બની રહેશે. આયુ, તેજ, પ્રભાવ, વિદ્યા, યશમાં વધારો કરવો હોય તો આપણા પૂજનીય વડીલોના ચરણ સ્પર્શ કરવા શાસ્ત્રોમાં આ બાબતે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ચરણ સ્પર્શ વિનમ્રતાના સૂચક છે. પૂરી શ્રદ્ધા કે સાચા ચરણ સ્પર્શથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. વડીલો પણ પોતાના આચરણથી ઇમ્પ્રેશન બનાવી શકે છે. અનલિમિટેડ એનર્જી મેળવવા માટે વૈજ્ઞાનિક પક્ષ એ છે કે પૃથ્વી ન્યુટ્રનના નિયમો અનુસાર ચાલે છે. ગુરૂત્વ ભાવ સદા તેમના તરફ આકર્ષિત કરવા તરફની હોય છે.

જેથી ગુરૂત્વ ઊર્જા કે મેગ્નેટીક ઊર્જા ઉપરથી પ્રવેશ કરી (માથાથી પગ) સુધી પસાર કરવાની ક્રિયાને પૂરી કરે છે. આદરણીયના પગના અંગૂઠાને સ્પર્શ જરૂરી છે. દક્ષિણ ઊર્જા (પગમાં) સ્થિર થઇ જાય છે. આદરણીયના પગના અંગૂઠાને સ્પર્શ કરે તે જરૂરી છે. ચરણ સ્પર્શ એ આપણી સંસ્કૃતિ સભ્યતા અને સદાચારને પ્રદર્શિત કરે છે. આ એક પ્રકારનો નાની કસરત પણ છે. ઘૂંટણો પર કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી શારીરિક તંદુરસ્તી પણ બની રહે છે. આપણો અહમ અભિમાન ઓછો થાય છે અને તેથી જ ચરણ સ્પર્શને નિયમ અને સંસ્કારનું રૂપ આપ્યું છે. ચરણ અને આચરણને પણ સીધો સંબંધ છે, તેથી જેનું આચરણ સ્પષ્ટ હોય તેમને જ ચરણ સ્પર્શ કરવા જોઇએ. તો જ તે સાર્થક બને.
સુરત     – પરેશ ભાટિયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top