SURAT

પગાર વધારા સહિતની માંગણી સંતોષાતા એસટીના કર્મચારીઓએ આંદોલન સમેટી લીધું

સુરત: પગાર વધારા સહિત પડતર માંગણીઓના મામલે 3જી નવેમ્બરે હડતાળ પાડવાનો મૂડ બનાવી ચૂકેલા એસટીના કર્મચારીઓએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી છે. સરકારે એસટીના કર્મચારીઓની માંગણી સંતોષી લેતા હવે વિરોધ ન કરવાનું નક્કી કરાયું છે. દરમિયાન આજે સુરતના સર્કિટ હાઉસ ખાતે એસટીના કર્મચારીઓએ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ફટાકડા ફોડી, મિઠાઈ ખવડાવી અભિવાદન કરી આનંદ વ્યક્ત કર્યો હતો.

ST વિભાગ પડતર પ્રસન્ન લઇને કર્મચારીઓનું સરકાર સાથે સમાધાન થતા કર્મચારીઓએ ગુહ મંત્રી હર્ષ સંઘવીનું ફટાકડા ફોડી સ્વાગત કર્યું કર્યું હતું. ST ના કર્મચારીઓએ લેખિતમાં સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેનો લાભ એસ ટી કર્મચારીઓને આપવામાં ન આવતા વિરોધના સુર ઉઠ્યા હતા. સાતમાં પગાર પંચમાં પણ એસટી કર્મચારીઓને યોગ્ય લાભ આપવામાં આવ્યા ન હતા.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સરકારે હાલમાં ફિક્સ પેપર કામ કરતા કર્મચારીઓનો 20 ટકા પગાર વધારો જાહેર કર્યો છે. પરંતુ તેમાં એસટી નિગમના કર્મચારીઓને આપવામાં આવ્યો નથી. જે અંગેની વિવિધ 10 જેટલી માંગો પૂરી નહીં થતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે કર્મચારીઓએ 3 નવેમ્બર ના રોજ CL પર ઉતરી વિરોધ કરવાનાં હતા.

વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત એસટી નિગમ બોર્ડ ના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા માટે જુદાં જુદાં પ્રકારના વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા હતા. પરંતુ આજરોજ તેમની પડતર માંગણી સંતોષાઈ છે જેને લઇને તેઓ દ્વારા રાજ્ય ગુહમંત્રી હર્ષ સંઘવી ફટાકડા કોફી કર્યું સ્વાગત કર્યું છે.

આજે સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં એસ.ટી.નિગમ દ્વારા દરરોજની 8000 થી વધુ બસો 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પાડે છે.

દિવાળીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તરફ 2200 જેટલી વધારાની બસો દોડાવાશે
મંત્રીએ કહ્યું કે, દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતા હોય છે. જેને ધ્યાને લઈને સૌથી વધુ એકસ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા તાઃ૭મી નવેમ્બરથી 11 મી નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે.

રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

એસટી નિગમની વેબસાઈટ પરથી મસાફરો એડવાન્સ અને કરંટ બુકિંગ કરાવી શકશે
નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસ નિગમની વિભાગીય કચેરીનાં ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને બ્દોની વિશેષ પુછપરછ માટે નિગમના ટોલ ફી નં. 1800 233 666 666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.

એસટી 2 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન 101 નવી બસો દોડાવશે
આ વર્ષે એસ. ટી. વિભાગે ચેલેન્જ સ્વીકારી તા.2 નવેમ્બર થી 10મી નવેમ્બર દરમિયાન દૈનિક 15 બસોનો વધારો કરીને 101 નવી એસ. ટી. બસો પ્રજાની સેવામાં મુકવામાં આવનાર હોવાની વિગતો મંત્રીએ આપી હતી. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી.બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે. સુરતથી ભાડાની વિગતો જોઈએ તો અમરેલી રૂ. 400, સાવરકુંડલા રૂ.425, ભાવનગર રૂ. 350, મહુવા રૂ.405, રાજકોટ રૂ. 385, જુનાગઢ રૂ.435, જામનગર રૂ. 445, અમદાવાદ રૂ. 280, દાહોદ રૂ. 305, છોટાઉદેપુર રૂ.275 છે.

Most Popular

To Top