Editorial

કોવિડના ફરીથી વધી રહેલા કેસો ચિંતાજનક છે

યાદ કરો, ૨૦૧૯ના વર્ષનો ડિસેમ્બર મહિનો, જ્યારે ચીનમાં કોઇ રહસ્યમય રોગ શરૂ થયો હોવાના હેવાલો આવવા માંડ્યા હતા. ૨૦૨૦ના જાન્યુઆરીમાં આ રોગના કેસો ચીન બહાર પણ દેખાવા માંડ્યા અને પછી તો ઝડપથી  કેસો વધવા માંડ્યા. ૨૦૨૦ના માર્ચમાં ભારતે દેશવ્યાપી સખત લોકડાઉન અમલી બનાવ્યું, જે સપ્તાહો સુધી ચાલ્યુ, નિયંત્રણો તો મહિનાઓ સુધી ચાલ્યા. દુનિયાના અનેક દેશોએ લૉકડાઉન જેવા પગલાઓ અમલમાં મૂક્યા છતાં  કોવિડના રોગચાળાએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો. દુનિયાભરમાં અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત અને ભારત બીજા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ બન્યો.

વિશ્વમાં કરોડો લોકો બિમાર પડ્યા અને લાખોના મોત આ રોગથી  થયા. અનેક લહેરો આવી. જો કે પછી હર્ડ ઇન્યુનિટી પણ પેદા થવા લાગી અને રસીઓ પણ આવી. આ રોગચાળો ધીમે ધીમે મંદ પડી ગયો અને તે નાબૂદ થઇ ગયેલો જ મનાતો હતો ત્યારે હાલમાં કોરોનાવાયરસ સાર્સ  કોવ-ટુનો એક નવો સબ વેરિઅન્ટ જેએન.૧ આવ્યો છે અને તેના કારણે કેસો ફરી વધવા માંડ્યા છે. આમ તો આ નવો વેરિઅન્ટ બહુ ઘાતક જણાતો નથી પરંતુ ચીનમાં કોવિડના કારણે મૃત્યુઓનુ પ્રમાણ ઘણુ વધ્યુ હોવાના  હેવાલોએ ચિંતાઓ જન્માવી છે.

આ ચિંતાઓ વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને દેશોને સર્વેલન્સ મજબુત કરવા અને લોકોને તકેદારી રાખવા માટે વિનંતી કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને સર્વેલન્સ મજબૂત કરવા વિનંતી કરી છે શ્વસન રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, જેમાં કોવિડનો વાયરસ અને તેના નવા પેટા આ વાયરસ વાયરસ વૈશ્વિક સ્તરે તમામ દેશોમાં વિકસિત, બદલાતો અને ફરતો રહે છે. જ્યારે વર્તમાન પુરાવા સૂચવે છે કે JN.1 દ્વારા ઊભું વધારાનું જાહેર આરોગ્ય જોખમ ઓછું છે, હુના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેતરપાલ સિંહે જણાવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંગગઠને જેએન.૧ને વાયરસ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે જાહેર કર્યો છે.

આ વેરિઅન્ટ બહુવિધ દેશોમાં નોંધવામાં આવ્યો છે, અને તેનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે મર્યાદિત ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં લેતા, JN.1 દ્વારા ઊભું વધારાનું જાહેર આરોગ્ય જોખમ છે હાલમાં વૈશ્વિક સ્તરે જો કે મંદ જોખમ તરીકે મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ તો ભારતમાં પણ આ વાયરસના કેસો ધીમે ધીમે વધ્યા છે પરંતુ મૃત્યુઆંક બહુ નથી પરંતુ ધીમા પ્રમાણમાં પણ મૃત્યુઓ થયા તો છે જ અને કેસો પણ ધીમે ધીમે વધ્યા છે જે બાબત ચિંતાજનક છે. અને તેમાં પણ પાડોશી દેશ ચીનમાં કોવિડના કારણે ફરીથી મચેલા હાહાકારના હેવાલો તો ઘણા જ ચિંતાજનક છે. અગાઉ રોગચાળો ચીનમાંથી જ શરૂ થયો હતો તેથી કોઈ પણ નવા રોગચાળાના અહેવાલ ચીનમાંથી આવે તો વિશ્વમાં ચિંતાઓ સર્જાય તે સ્વાભાવિક છે.

વિશ્વ આરોગ્ય સંગઠને જો કે જણાવ્યું છે કે કોવિડની રસીઓ જેએન-૧ સહીત હાલના તમામ વેરિઅન્ટ સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે તે એક રાહતની વાત છે. વળી કોઇ પણ રોગચાળો લાંબો ચાલે તેના પછી જનસમૂહમાં એક સામૂહિક રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય છે જેને હર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે આ હર્ડ ઇમ્યુનિટી આજે વિશ્વભરમાં જનસમૂહોમાં પેદા થઇ ગઇ છે અને તેથી આ રોગ તેની શરૂઆતમાં હતો તેટલો ઘાતક રહ્યો નથી પરંતુ વાયરસ સ્વરૂપો બદલી બદલીને આવ્યા કરે છે અને હાલ જો સદંતર બેદરકારી દાખવવામાં આવે તો તેમાંથી કયારેક મોટા પ્રમાણમાં અચાનક કેસો વધવા માંડવાનું જોખમ રહેલું છે અને આથી જ આ નવા વેરિઅન્ટના આવવાની સાથે જ લોકોએ અને દેશોની સરકારોએ સાવધાની રાખવાની જરૂર છે.

Most Popular

To Top