Charchapatra

મહાભારતનું મનોરૂપ

સોમવારની સત્સંગ પૂર્તિના ભાણદેવનું ‘મહાભારતનું મનોરૂપ’ લેખમાં ભાણદેવજીની કલમે લખાયેલું મહાભારતના શ્લોક સાથેનું અધ્યાત્મક જ્ઞાન પ્રાપ્ત થાય છે. અધ્યાત્મમાર્ગના પ્રહરી, વેદ – વેદાંત ઉપનિષદના મર્મજ્ઞ અને ગહન સાધક, સમાન કથની – કરણી અને લેખનીથી આનંદમય રહેતા અને રાખતા ભાણદેવજીએ 147 પુસ્તકો લખ્યા છે. તેમાંથી યોગ વિશેના 19 પુસ્તકો, 3 વખત હિમાલય ભ્રમણ કરી લખેલું પુસ્તક ‘હિમાલય – ભ્રમણ’, વેદ – ઉપનિષદ, રામાયણ, મહાભારતને લગતા આધ્યાત્મિક પુસ્તકો, શિક્ષણ, નવદર્શન અને 3 નવલકથાના પુસ્તકો ભાણદેવે લખ્યા છે. નાનપણથી જ અધ્યાત્મ માર્ગે વળેલા હતા. ભણવામાં તેજસ્વી અને સ્કૂલ કોલેજોના ગુરુ સમાન શિક્ષકોના પ્રોત્સાહને તેમના અધ્યાત્મ જીવનમાં મોટો ફાળો આપ્યો છે. ભાણદેવના ‘મહાભારતનું મનોરૂપ’ રજૂ કરવા માટે ગુજરાતમિત્રને અભિનંદન. આ ક્રમ ચાલુ જ રહે તેવી અરજ.
સુરત     – પ્રભા પરમાર આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top