Charchapatra

એવોર્ડ છે ‘ગીવ એન્ડ ટેઈક’નો વ્યવહાર

એવોર્ડ મેળવવા ‘ગીવ એન્ડ ટેઈક’નો બજારું વ્યવહાર આજકાલ જોરદાર ચાલી રહ્યો હોય એમ જણાય છે. નાણા થકી લેવાય એની સામાજિક વેલ્યુ શૂન્ય હોય છે. કીર્તિ માટે ફાંફાં મારતા લોકો આવા એવોર્ડની માયાજાળમાં જાણી જોઈને ફસાઈ છે! ખરેખર આવા એવોર્ડ એક પ્રકારનો ધંધો જ કહી શકાય! યોગ્યતા વિનાના લોકો એવોર્ડ મેળવીને હાંસીને પાત્ર બને! પૈસા, નાણા આપીને એવોર્ડ પ્રાપ્ત કરેલ હોય તે વ્યક્તિનું દિલ જરૂર ડંખે જ! એવોર્ડ કોઈ બજારું ચીજ – વસ્તુ નથી, જે લે – વેચ કરી શકાય. ખરેખર એવોર્ડ લાયક વ્યક્તિને આજે તો હાંસિયામાં ધકેલાતો અનુભવાય છે. જો હિંમત હોય તો એ એવોર્ડ તાપી નદીમાં વહેવડાવી દો દોસ્તો!
સુરત     – રમેશ પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top