Gujarat Main

ટિકિટના મુદ્દે ભાજપમાં આંતરિક અસંતોષ દૂર કરવા ગૃહ રાજ્યમંત્રી મેદાનમાં આવ્યા

GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોની પસંદગીને લઈને ભારતીય જનતા પાર્ટી ( BHARTIY JANTA PARTY) માં અસંતોષ, જૂથવાદ અને ઉગ્ર વિરોધ શુક્રવારે પણ યથાવત રહ્યો હતો. અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત, ભાવનગર રાજકોટ અને જૂનાગઢમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં કેટલાક વોર્ડોમાં ભારે અસંતોષ અને ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.


અમદાવાદ (AHEMDFABAD) માં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે શુક્રવારે શહેરના ચાંદખેડા, બાપુનગર, ગોતા, સાબરમતી, નારણપુરા સહિતના વોર્ડના 2૦૦૦થી વધુ કાર્યકરોએ ઉગ્ર દેખાવો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.આ કાર્યકરોએ રજૂઆત કરી હતી કે નિષ્ઠાવાન અને સ્થાનિક કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. સાથે જ કોઈ જ પ્રકારનો લોકસંપર્ક કે કોઈ ન ઓળખતા હોય તેવા ઉમેદવારોને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. જેના પગલે વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. મહિલા કાર્યકરોએ પણ ઉગ્ર રજૂઆતો સાથે દેખાવો કર્યા હતા. મહિલા કાર્યકર્તાઓનું કહેવું હતું કે વર્ષોથી ભાજપમાં કામ કરતા હોવા છતાં જ્યારે ટિકિટ માગવાની કે વહેંચવાની વાત આવે છે, ત્યારે નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવે છે, અને સિનિયર આગેવાનોના નજીકના કે તેમના મળતિયાઓને સીધેસીધી ટિકિટ ફાળવી દેવામાં આવે છે. જો તેમની રજૂઆત નહીં સાંભળવામાં આવે તો ભાજપને પરિણામ ભોગવવું પડશે એવી પણ ચિમકી ઉચ્ચારી હતી.


જામનગરનો અસંતોષ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો, જૂનાગઢમાં પણ ઉમેદવારો બદલવાની માંગણી
બીજી તરફ જામનગરમાં પણ વોર્ડ નંબર નવમાં સિનિયર આગેવાનનું પત્તું કપાય જતા તેમના ટેકેદારો દ્વારા ઉગ્ર રજૂઆતો અને દેખાવો કરવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન સાથે ગાંધીનગર મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજૂઆત કરી હતી, અને લેખિતમાં પત્ર લખીને ઉમેદવાર બદલવા માગણી કરી છે. તો બીજી તરફ ડેપ્યુટી મેયરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેવી જ રીતે જૂનાગઢમાં પણ ટિકિટ ને લઈને ભાજપમાં નારાજગી અને અસંતોષની આગ ભભૂકી હતી. કેટલાક કાર્યકરોએ જાહેર થયેલા ઉમેદવારો સામે અસંતોષ વ્યક્ત કરી ઉમેદવાર બદલવાની માગણી કરી હતી.


‘આ તો કાર્યકરો પોતાના દિલની લાગણી વ્યક્તિ કરી રહ્યા છે : પ્રદિપસિંહ જાડેજા
ભાજપમાં ઉમેદવારના નામની જાહેરાત થતાં જ વિરોધ અને દેખાવનો સિલસિલો પણ શરૂ થયો છે. આ વિરોધને ટાળવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ( PRADIPSINH JADEJA) એ ડેમેજ કંટ્રોલની કાર્યવાહી શરૂ કરી હતીપ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્યાંય પણ કોઈ કાર્યકરનો વિરોધનો વંટોળ જણાતો નથી, આતો કાર્યકરો પોતાના દિલની લાગણી વ્યક્ત કરવા માટે આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે અપેક્ષા મુજબની વ્યક્તિને ટિકિટ ન મળતા લાગણીવશ કાર્યકરો રજૂઆતો કરતાં હોય છે, પરંતુ તમામ મુદ્દાઓ અને હકીકતોને ધ્યાને રાખીને ઉમેદવારની પસંદગી થઇ હોવાનું વિરોધ કરી રહેલા કાર્યકરોને સમજાવવામાં આવતા તેઓ સમજી ફરી પાછા ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જિતાડવા કામે લાગી ગયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top