Vadodara

ઢોર માલિક સાથે મીલિભગત કરનાર સુપરવાઇઝરને મેયરે સસ્પેન્ડ કર્યો

વડોદરા : વડોદરા શહેરને ઢોર મુક્ત  કરવાનો અભિયાન મેયર કેયુર રોકડિયા એ શરૂ કર્યું છે. ત્યારે રખડતા ઢોર પકડાયા બાદ ઢોર મલિક સાથે  મીલીભગત કરી ઢોર છોડી દેવાની વીડિયો મેયર પાસે આવતા મેયરે મ્યુનિસિપલ કમિશનર અને દબાણ  શાખાના ડાયરેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં સુપરવાઇઝર ઢોર માલિક સાથે મીલીભગત કરીને ત્રણ ગાયો છોડી મૂકી દેવાના કારસ્તાન ને લઈને સુપરવાઈઝરને સસ્પેન્ડ કરવાનાે આદેશ આપ્યાે છે.

વડોદરા શહેરમાં મેયર કેયુર રોકડીયા નું ઢોર મુક્ત અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ઢોર પાર્ટી દ્વારા ઢોર ને પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. પકડેલા ઢોર કેટલાક વર્ષોથી ઢોર પાર્ટી દ્વારા છોડી મૂકવાનું કૌભાંડ ચાલી જ રહ્યું છે. મેયર કેયુર રોકડિયાને એક જાગૃત નાગરિકે વાડી વિસ્તારમાં કોર્પોરેશનની ઢોર પાર્ટીએ પકડેલી ત્રણ ગાયો ઢોર માલિક સાથે મીલીભગત કરીને છોડી મૂકવાનો વી઼ડિયો મોકલાવ્યો હતો. તે વીડિયો મેયર કેયુર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલને મોકલ્યો હતો અને તપાસ કરવાના આદેશો આપ્યા હતા.

તપાસમાં બગીખાના હજીરા ખાતે ઢોર પાર્ટીના સુપરવાઇઝર પ્રદીપ લોખંડેની ઢોર માલિક સાથે મીલીભગત  સામે આવી હતી જેને લઈને મેયર કેયુર રોકડિયાએ તાત્કાલિક અસરથી પ્રદીપ લોખંડેને સસ્પેન્ડ કરવાનાે આદેશ આપ્યાે છે.  રખડતા ઢોર પકડાય તો 7000 સુધી અને વધુ માં 11,200 સુધી નો દંડ પાલિકા ઢોર મલિક પાસે વસુલ કરે છૅ. સુપરવાઇઝર ઢોર માલિક સાથે મળી ખાનગીમાં નાણા તો નથી કમાતા તેની પણ તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top