Vadodara

ભૂવાનગરીના વારસિયાનો ભૂવો પાલિકાને સમર્પિત

વડોદરા : વડોદરા શહેરમાં ભુવા પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે વધુ એક વખત શહેરના વારસિયા વિસ્તારમાં ભુવો નિર્માણ પામતા જાગૃત નાગરિકે આ ભુવામાં ઉતરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.
સ્માર્ટ સિટી વડોદરામાં પાણી ડ્રેનેજ ની સમસ્યા ઊભીને ઉભી છે ત્યાં તો ભુવો પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે શહેરના વારસિયા વિસ્તારમાં વધુ એક ભુવાએ આકાર લેતા તંત્રની બેદરકારી છતી થઈ છે અગાઉ પણ આ વિસ્તારમાં ભુવો પડ્યો હતો.તે વખતે પણ જાગૃત નાગરિકોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું.પરંતુ વારંવાર માર્ગ પર પડી રહેલા ખાડા અને ભુવા તંત્રની બેદરકારી છતી કરે છે.

આજે બધું એક ભુવો વારસિયા વિસ્તારમાં આકાર પામતા જાગૃત નાગરિકોએ અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.ભૂવામાં ઊતરી રામધૂન બોલાવી હતી. વારસીયા પોલીસમાં થકની પાસેના જ મુખ્ય માર્ગ પર આ ભુવો આકાર પામ્યો હોય પસાર થતા વાહન ચાલકો અને વિસ્તારના લોકોમાં અકસ્માતનો ભય વ્યાપ્યો છે.ત્યારે સામાજિક કાર્યકરોએ તાત્કાલિક ધોરણે આ ભુવો પુરવામાં આવે તેવી માંગણી કરી હતી. સાથે જ વારંવાર ભુવા પડવાના કારણે નાગરિકોને હાલાકી પડી રહી છે.જો કોઈ ભુવામાં પડવાથી કોઈને જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવા સવાલો સાથે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.

Most Popular

To Top