SURAT

સુરતના સ્ટુડન્ટ્સ મહિને 4 લાખ કમાઈ શકે તેવો કોર્ષ VNSGU વરાછાની સરકારી કોલેજમાં શરૂ કરશે

સુરત : આજે વિશ્વમાં સોફ્ટવેર અને ટેક્નોલોજીની ડિમાન્ડ વધી છે. જેને કારણે ડેટા સાયન્ટિસ્ટની (Data Scientist) પણ ડિમાન્ડ વધી છે. મોટી કંપનીઓ આજે ફ્રેશર ડેટા સાયન્ટિસ્ટને દર મહિને 2થી 4 લાખ સુધીનો અને 5 વર્ષથી વધારે અનુભવ ધરાવનારા ડેટા સાયન્ટિસ્ટને દર મહિને 10થી 20 લાખ સુધીનો પગાર ચૂકવતી હોય છે. આમ, વૈશ્વિક બજારની ડિમાન્ડને જોવાની સાથે સાથે વિદ્યાર્થીઓને સરળતાથી અને તે પણ સારા પેકેજની નોકરી મળી જાય તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) બીએસસી ડેટા એનાલિસિસનો ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (Bsc Data Analysis Fourth Year Graduate Program ) તૈયાર કર્યો છે.

રાજ્યમાં પહેલો બીએસસી ડેટા એનાલિસિસ કોર્સ સુરતમાં શરૂ થશે

VNSGU ફોર્થ યર યુજી પ્રોગ્રામ શરૂ કરશે, સૌથી પહેલા વરાછાની સરકારી વિજ્ઞાન કોલેજમાં થશે

અભ્યાસ બાદ ફ્રેશર ડેટા સાયન્ટિસ્ટને દર મહિને 4 લાખ સુધીનો અને અનુભવીને 20 લાખ સુધીનું પેકેજ મોટી કંપનીઓ આપતી હોવાની વાત

ડેટા એનિલિસિસ ઉપર નજર કરીએ તો આજે નેટફ્લિક્સ આપણી ચોઇસ આધારે આપણે જે તે ફિલ્મ જોવા ભલામણ કરતી હોય છે. તે જ રીતે ફેસબુક સહિતના સોશિયલ મીડયાના પ્લેટફોર્મ પણ આપણા સંપર્કમાં આવતા લોકોને પિપલ મે યુ નો અથવા સજેસ્ટ ફોર યુનો ઓપ્શન આપે છે. ઉપરાંત સોશિયલ મીડિયા રિલ્સ કે પછી વીડિયો પણ આપણી પસંદના દેખાડતી હોય છે. આમ, આવું કાર્ય ડેટા સાયન્ટિસ્ટ કરતા હોય છે. સૌથી પહેલા બીએસસી ડેટા એનાલિસિસનો કોર્સ વરછાની સરકારી વિજ્ઞાન કોલેજમાં શરૂ કરાશે. જે પછી અમરોલી કોલેજ ખાતે શરૂ કરાશે. જો કે, આખા રાજ્યમાં પહેલો બીએસસી ડેટા એનાલિસિસનો ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી શરૂ કરી રહી હોવાનું કોમ્યુટર સાયન્સ એન્ડ આઇટી ફેકલ્ટીથી (Computer Science and IT Faculty) જાણવા મળ્યું છે.

ત્રણ ભાગમાં સિલેબસ તૈયાર કરાયો
બીએસસી ડેટા એનાલિસિસનો સિલેબસ તૈયાર થઈ ગયો છે. આ સિલેબસમાં ત્રણ ભાગનો સમાવેશ થાય છે. જેમાં પહેલા ભાગમાં બિગ ડેટા, બીજામાં મશિન લર્નિંગ અને ત્રીજામાં મોડેલિંગ છે. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે પણ સિલેબસને મંજૂરી આપી છે. આગામી દિવસોમાં હવે સિન્ડિકેટ મંજૂરી આપશે. એક સેમેસ્ટરમાં 90 શિક્ષણ દિવસ ફરજિયાત રહેશે અને સપ્તાહમાં ઓછામા ઓછા 40 કલાક શિક્ષણના રહેશે. અભ્યાસના આધારે ક્રેડિટ પોઈન્ટ નક્કી થશે અને એક સેમેસ્ટરમાં 15થી16 સપ્તાહનો અભ્યાસ હોવો જોઈએ. સપ્તાહમાં ઓછોમાં ઓછો 90 કલાકનો અભ્યાસ હશે અને 15 કલાકના ટિચિંગ-શિક્ષણકાર્ય સામે એક ક્રેડિટ મળશે અથવા 30 કલાકના પ્રેક્ટિકલ વર્ક કે ફિલ્ડ વર્ક કે કમ્યુનિટી વર્ક સહિતની એક ટિવિટી માટે એક ક્રેડિટ મળશે.

  • ઇન્ટ્રોડક્શન ઓફ ડેટા એનાલિસિસ
  • મેથેમેટિકલ એન્ડ સ્ટેટેસ્ટિકલ સ્કીલ
  • મશિન લર્નિંગ
  • કોડિંગ
  • અલ્ગોરિધમ્સ યુઝેડ ઇન મશિનલ લર્નિંગ
  • સ્ટેટેસ્ટિકલ ફાઉન્ડેશન્સ ફોર ડેટા એનાલિસિસ
  • ડેટા સ્ટ્રક્ચર્સ એન્ડ અલ્ગોરિધમ્સ
  • સાયન્ટિફિક કોમ્પ્યુટિંગ
  • ઓપ્ટિમાઇઝેશન ટેકનિક
  • ડેટા વિઝ્યુલાઇઝેશન
  • મેટ્રિક્સ કોમ્પ્યુટેશન્સ
  • સ્કોલાસ્ટિક મોડલ્સ
  • એક્સપરિમેન્ટલ, ઇવેલ્યુએશન અને પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ ટૂલ્સ
  • પ્રેડેક્ટિવ એનાલિટિક એન્ડ સેગ્મન્ટેશન યુઝિંગ ક્લસ્ટરિંગ
  • એપ્લાઇડ મેથેમેટિક્સ એન્ડ ઇન્ફરોર્મેટિક્સ
  • ઇક્સ્પ્લૉરટૉરી ડેટા એનાલિસિસ
  • બિઝનેસ અક્યૂમન એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

એમએસસી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશિન લર્નિંગ પ્રોગ્રામને પણ મંજૂરી
યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે પણ માસ્ટર ઓફ સાયન્સમાં સ્પેશિયલાઇઝેઝન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશિન લર્નિંગ પ્રોગ્રામને મંજૂરી આ પી છે. જેમાં પણ બીએસસી ડેટા એનાલિસિસમાં આવતા ટોપિકો વિદ્યાર્થીઓને ભણાવાશે. ઉપરાંત મશિન લર્નિંગની અને ડેટા એનાલિસિસમાં વધારે ડીપ લેવલમાં ભણાવાશે. આ કોર્સમાં પણ મોટા પેકેજ પર મોટી કંપનીએ વિદ્યાર્થીઓને રોજગારી આપતી હોય છે. હાલમાં એકેડેમિક કાઉન્સિલે મંજૂ રી આપી છે. જેથી આગામી દિવસોમાં સિન્ડિકેટમાં મંજૂરી મળતાજ નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

Most Popular

To Top