Dakshin Gujarat

કુંવારદામાં ઘરમાંથી દુર્ગંધ આવતા પરિણીતાની હત્યા કરાયેલી લાશ મળી, પતિ ફરાર

હથોડા: કોસંબા (Kosamba) પાસેના કુંવારદા (kunwarada) નાયલોન કોલોની ખાતેના એક ઘરમાંથી દુર્ગંધ મારતી મહિલાની લાશ મળી હતી. મહિલાનો પતિ ફરાર થઈ જતાં પોલીસે શંકાના દાયરામાં લઈને શોધખોળ શરૂ કરી છે

  • માથામાં લાકડાનો ફટકો મારી પતાવી દેવાઈ, પતિ શંકાના દાયરામાં
  • પતિનો ફોન સ્વીચ ઓફ, ડેડીયાપાડા વતનમાં પણ ન મળ્યો

કુંવારદા નાયલોન કોલોની ખાતે રવિન્દ્રભાઈ સોમાભાઈ વસાવા (રહે. ઉમરાણ, તાલુકા ડેડીયાપાડા) અને જશવંતી દિલીપભાઈ વસાવા (રહે. મોટા જાંબુડા, તાલુકા વાલિયા, જિલ્લા ભરૂચ) અત્રેના કુંવારદા નાયલોન કોલોની ખાતે પાંચ મહિનાથી રહેવા આવ્યા હતા. ગઈ તા. ૨૨મીએ આજુબાજુના ઘરવાળાઓએ જશવંતીબેનને જોઈ હતી ત્યાર બાદ દેખાઇ ન હતી. ઘરમાંથી દુર્ગંધ આવતા લોકોએ તપાસ કરતાં ઘરમાંથી જશવંતીબેનની લાશ મળી હતી. તેનો પતિ ફરાર થઈ ગયો હોવાનું જણાયું હતું.

લોકોએ કોસંબા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે ધસી જઇ લાશનો કબજો લઇ વધુ તપાસ કરતાં મહિલાના માથામાં લાકડાંનો ફટકો માર્યો હોવાનું જણાયું હતું. પોલીસે પત્નીની હત્યા પતિએ જ કર્યાની શંકા હોવાથી પતિના મોબાઈલ પર ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતાં તેમના માદરે વતન ડેડીયાપાડા પણ તપાસ કરી હતી પરંતુ ત્યાં પણ તે હાજર ન હતો. તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

છુટા-છેડા થઇ જતા ટેન્શનમાં રહેતા બારતાડના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
વાંસદા : વાંસદાના ઉનાઈ ગામ નજીક બારતાડ ગામના ઝાડી ફળિયામાં આવેલી સ્મશાન ભૂમિમાં ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે રહેતા ૨૮ વર્ષીય યુવકે ઝેરી દવા પી જતા જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે રહેતા ઉરેશભાઈ ચૌધરીએ આપેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર સાવંત ઉરેશભાઇ ચૌધરી જે તા ૦૪ /૦૪/૨૨ ના રોજ પોતાના ઘરેથી પોતાની મો.સા લઈ ક્યાંક જતો રહ્યો હતો. બાદમાં ઉનાઈના બારતાડ ઝાડી ફળિયામાં આવેલી સ્મશાન ભૂમિમાં ઝેરી દવા પી જતા મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

પિતાએ જણાવ્યુ હતુ કે તેમના છોકરા સાવંતના લગ્ન સોનગઢ તાલુકાના કરનાડા ગામે રહેતા દિનેશભાઈની છોકરી નેહા સાથે થયા હતા અને લગ્ન થયા બાદ ૮ માસમાં છુટા-છેડા થઇ ગયા હતા. જેથી પુત્ર કાયમી ટેન્શનમાં રહેતો હોય જે ટેન્શનના કારણે ઝેરી દવા પી જઈ મોતને વ્હાલ કર્યું હોવાનું વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top