Feature Stories

તેજસ ફાઈટર જેટે બતાવી પોતાની તેજ ગતિ: ચીન અને રશિયાના ફાઈટરને માત આપી

નવી દિલ્હી: તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (Tejas light combat aircraft) ભારતમાં (India) બનેલું સ્વદેશી હલકું કોમ્બેટ એરક્રાફ્ટ, દક્ષિણ એશિયાઈ દેશ મલેશિયાના ફાઈટર જેટ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવ્યું છે. આ ફાઈટર જેટની ડીલને લઈને ભારત અને મલેશિયા વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. જો કે આ ડીલ બહુ જલ્દી પૂર્ણ થવાની આશા છે. મલેશિયાના ફાઈટર જેટ પ્રોગ્રામ માટેની સ્પર્ધામાં ચીનના જેએફ-17, દક્ષિણ કોરિયાના એફએ-50 અને રશિયાના મિગ-35 અને યાક-130નો સમાવેશ થાય છે. તેજસે આ બધાને પછાડીને પોતાનું પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

આ ફાઈટર એરક્રાફ્ટ બનાવનારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર. માધવને કહ્યું કે હું આનાથી ખૂબ જ ખુશ છું વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે અમે ચોકકસ પણે આ ડીલ કરીશું. તેજસ તેના સ્પર્ધક ફાઈટર જેટ કરતાં ઘણી બાબતોમાં શ્રેષ્ઠ છે. ચીનનું JF-17 ફાઈટર જેટ તેજસ કરતાં સસ્તું છે પરંતુ તેજસ Mk-1A વેરિઅન્ટની ખાસિયતો સામે તે ક્યાંય ટકી શકતું નથી. તેજસ કોરિયા અને ચીનના ફાઈટર જેટ કરતાં અનેક ગણું સારું, ઝડપી, ઘાતક અને અત્યાધુનિક છે તેવું તેઓએ જણાવ્યું હતું.

માધવને કહ્યું કે ભારતીય વાયુસેનાની તાકાત આવતા વર્ષથી વધુ વધવાની છે. સ્વદેશી મલ્ટીરોલ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ માર્ક-2 બનાવવાની શરૂઆત કરવામાં આવશે. આ પછી, તેની હાઇ સ્પીડ ટ્રાયલ વર્ષ 2023 માં કરવામાં આવશે. વર્ષ 2025 સુધીમાં HAL તેજસ માર્ક-2નું ઉત્પાદન શરૂ કરશે. તેજસના આ અપગ્રેડેડ વર્ઝનમાં વધુ ઈંધણ, વધુ રેન્જ, વધુ વેઈટ લિફ્ટિંગ ક્ષમતા, વધુ એન્જિન પાવર અને શ્રેષ્ઠ નેટ સેન્ટ્રિક વોરફેર સિસ્ટમ હશે. તે વધુ વજન અને રેન્જને કારણે માર્ક-1A કરતાં વધુ સારું રહેશે.

નેક્સ્ટ જનરેશન મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટ અંગે માધવને કહ્યું કે ખાનગી ક્ષેત્રની કંપનીઓને પણ સામેલ કરવાની યોજના છે. ભારત પાંચમી પેઢીના મધ્યમ વજનના ડીપ પેનિટ્રેશન ફાઈટર જેટનું નિર્માણ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં લગભગ 5 બિલિયન ડોલર એટલે કે 36,428 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પાંચમી પેઢીના મધ્યમ-વજનના ડીપ પેનિટ્રેશન ફાઇટર જેટનો પ્રોટોટાઇપ વર્ષ 2026 સુધીમાં બનાવવામાં આવશે. તેનું ઉત્પાદન વર્ષ 2030માં શરૂ થશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) હાલમાં આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યું છે. એક વખત તેમની તરફથી વસ્તુઓ ફાઈનલ થઈ જશે પછી HAL તેના પર કામ કરવાનું શરૂ કરશે. તેજસ માર્ક-1એ ફાઈટર જેટ ઘણી બાબતોમાં ચીનના JF-17 લડાયક વિમાન કરતાં વધુ સારું છે. પરંતુ તેજસ માર્ક-2 તેના પહેલા વર્ઝન કરતા ઘણો સારો છે. તેના આગમન બાદ જગુઆર, મિરાજ 2000 અને મિગ-29ને ભારતીય વાયુસેનામાંથી હટાવી દેવામાં આવશે. તેજસ માર્ક-2માં 3400 કિલોની ઇંધણ ક્ષમતા હશે.

Most Popular

To Top