World

ઓસ્ટ્રેલિયાના કાંઠે 470થી વધુ વ્હેલ માછલીઓ તણાઈ આવી

કેનબેરા, તા. 21: તસ્માનિયાના (Tasmaniya) પશ્ચિમી કાંઠા પર સેંકડો વ્હેલ (Whale) તણાઈને આવ્યા બાદ ફસાઈ ગઈ હતી, ઓસ્ટ્રેલિયામાં (Australia) સૌથી વધુ સંખ્યામાં વ્હેલ માછલીઓ ફસાવવાનો બનાવ બે વર્ષ પહેલાં આ જ જગ્યાએ બન્યો હતો.એક સાથે મોટી સંખ્યામાં વ્હેલ માછલીઓ ફસાઈ હોવાનો બનાવ બુધવારે મેકક્વારી હાર્બર નજીક બન્યો હતો. વન્યજીવના જીવવિજ્ઞાની અને પશુ ચિકિત્સકો તપાસ કરી રહ્યા છે કે આ વિશાળ માછલીઓ તસ્માનિયાના ઉત્તરપશ્ચિમ કાંઠાના કિંગ દ્વિપ પર કેવી રીતે ફસાઈ ગઈ. આ એક દરિયાઈ રહસ્ય છે જેણે નિષ્ણાતોને પણ મૂંઝવણમાં મૂકયા છે.470થી વધુ વ્હેલ માછલીઓ કાંઠા પર ફસાઈ ગઈ હતી જેમાંથી આશરે 380 વ્હેલનું મૃત્યુ થયું હતું ત્યારે બચાવદળના જવાનો બચેલી વ્હેલ માછલીઓનું જીવન બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

જંગલી આર્કટિક વરુનું ક્લોન બનાવ્યું

ચીનની એક કંપનીએ વાઈલ્ડ લાઈફ ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. બેઈજિંગ સ્થિત એક કંપનીએ પહેલીવાર જંગલી આર્કટિક વરુનું ક્લોન બનાવ્યું છે. દુનિયામાં પ્રથમ વખત જંગલી આર્કટિક વરુનું ક્લોન સફળતાપૂર્વક બનાવવામાં આવ્યું છે. તેઓ કેનેડાના રાણી એલિઝાબેથ ટાપુના હાઈ આર્કટિક ટુંડ્રના વતની છે. ટેક્નોલોજી દ્વારા આ પ્રાણીનું ક્લોનિંગ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

2020થી આ દિશામાં કામ કરી રહ્યા હતા
એક અહેવાલ અનુસાર કંપનીએ લુપ્ત પ્રજાતિને બચાવવા 2020માં આર્કટિક વરુના ક્લોનિંગ પર હાર્બિન પોલરલેન્ડ સાથે રિસર્ચ શરૂ કર્યું. બે વર્ષની મહેનત બાદ આર્કટિક વરુનું ક્લોન સફળતાપૂર્વક બનાવવામાં આવ્યું. આ દુનિયાનો પ્રથમ કિસ્સો છે. કંપનીએ ક્લોનને માયા નામ આપ્યું છે. રિપોર્ટ અનુસાર વરુ તંદુરસ્ત છે. એક જંગલી માદા આર્કટિક વરુમાંથી સ્કીન સેલ લેવાયો હતો અને માદા શ્વાનમાંથી અંડાણુ લેવાયું હતું.

100 દિવસ પહેલાં જન્મ થયો
આ સફળતા પછી કંપનીના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પ્રયોગથી આપણે દુનિયામાં લુપ્ત થઈ રહેલી પ્રજાતિની રક્ષા કરી શકીએ છીએ. આર્કટિક વરુનું ક્લોનિંગ માદા શ્વાનના સંયુક્ત અંડાણુ અને જંગલી માદા આર્કટિક વરુના સોમેટિક કોષોમાંથી 130થી વધુ નવા ભ્રૂણ બનાવીને પરિપૂર્ણ થયું હતું. ત્યારબાદ 80થી વધુ ભ્રૂણોને સાત બીગલ (શ્વાનની પ્રજાતિ)ના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યાં હતાં, જેમાંથી એક સ્વસ્થ વરુ તરીકે જન્મ્યો હતો.

Most Popular

To Top