SURAT

ભાગળ ચાર રસ્તા ઉપર T-20 વર્લ્ડ કપ મેચ બાદ ભારતની જીતનો જશ્ન: ફટાકડા ફોડી કર્યું સેલિબ્રેશન

સુરત : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલી T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) Wભારત પાકિસ્તાન વચ્ચેમી મેચમાં ભારતનો વિજય (India Win) થયો હતો.બે હરીફ દેશ વચ્ચે જયારે પણ મેચ હોઈ છે ત્યારે જીત-હારને લઇને સૌ કોઈની આતુરતા હોઈ છે. જયારે-જયારે ભારત પાકિસ્તાનને હરાવે છે ત્યારે-ત્યારે સુરતના ભાગલ ચાર રસ્તા (Bhagal Char Rasta ) ખાતે ભવ્ય સેલીબ્રેસન (Celebration) થતું જ હોઈ છે.અહીં ફટાકડા ફોડી અને તિરંગો લહેરાવીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.હાલ દિવાળીનો માહોલ છે અને એવામાં ભાગલ ખાતે ખરીદીની પણ ધૂમ રહે છે.ત્યારે જીતનો માહોલ બે ઘણો વધી ગયો હતો.

તિરંગા સાથે ફટાકડા અને આતીશબાજી નો દિવાળી જેવો માહોલ

ભારતની જીત થતાની સાથે જ ભાગળ ચાર રસ્તા ખાતે લોક જુવાળ ઉમટી પડ્યો હતો.સાંજે 6 કલાકે અહીં જીતનો જશ્ન ભવ્ય રીતે જોવા મળી રહ્યો હતો.ક્રિકેટ પ્રેમીઓ તિરંગા લઇ ભાગળ ચાર રસ્તા ખાતે પહોંચ્યા હતા.સાથે સાથે ફટાકડા અને આતીશબાજીની પણ ધૂમ જોવા મળી હતી.ભારત-પાકિસ્તાનની આજની મેચમાં જબરા ટ્વીસ્ટ અને ટર્ન પણ હતા.આખરી બોલ ઉપર ભારતે પાકિસ્તાનના હાથમાંથી જીતની બાજી ઝૂંટવીને T-20 વર્લ્ડ કપમાં ખાતું ખોલવામાં સફળ થયું હતું.આ જીત સાથે ભાગળ ચાર રસ્તા ખાતે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.અને સાંજનો આખો માહોલ જાણે દિવાળીમાં ફેરવાઈ ગયો હોઈ તેવું જોવા મળ્યું હતું.

જીતનો હીરો એકમાત્ર વિરાટ કહોલી
અગાઉ ભારતે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આવી પ્રેશર પરિસ્થિતિમાં હાર્દિક અને કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શતકીય પાર્ટનરશિપ બની હતી. હાર્દિકે 37 બોલમાં 40 રન કર્યા હતા. પરંતુ મેચનો હીરો તો ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલી જ રહ્યો હતો.

T20 વર્લ્ડ કપમાં ભારત જ્યારે પણ ટૉસ જીત્યું છે, ત્યારે પાકિસ્તાન સામે મેચ જીત્યું છે
ટીમ ઈન્ડિયામો એક અનોખો રેકોર્ડ પણ છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં ટૉસ જીતી છે, ત્યારે તે મેચ ભારતીય ટીમ ક્યારેય હારી નથી. ત્યારે આ રેકોર્ડને જોતા, આજે પણ ભારતીય ટીમ સારું પરફોર્મંસ આપીને આ ખરાખરીના જંગમાં જીત મેળવશે. આ અગાઉ ટીમે 3 વખત ટૉસ જીત્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જ જીત મેળવી છે.

Most Popular

To Top