SURAT

સુરતમાં રમાશે સિનિયર વિમેન્સ ટી-20 ટૂર્નામેન્ટની નોકઆઉટ અને ફાઈનલ મેચ

સુરત: ધી સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના લાલભાઈ કોટ્રાક્ટર સ્ટેડિયમની (Lalbhai Contractor Stadium) કીર્તિમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા BCCI – સિનિયર વિમેન્સ ટી – 20 ટૂર્નામેન્ટની નોકઆઉટ (Knockout) અને ફાઇનલની (Final) 10 મેચો સુરતમાં (Surat) રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે એટલેકે 28 એપ્રિલથી આ ટુર્નામેન્ટનો ભવ્ય આરંભ (Start) થવા જઈ રહ્યો છે. જોકે કોવિડ-19 ની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ (Entry) આપવામાં આવશે નહિ.

2022- 23 ની ક્રિકેટ સીઝનમાં ચેન્નઇ સુપરકિંગ પ્રેક્ટિસ કેમ્પ, અંડર -19 કૂચ બિહાર ટ્રોફી, અંડર -19 વિમેન્સ વન ડે ટ્રોફી, સી.કે નાયડુ ટુર્નામેન્ટના સફળ આયોજનને પગલે બીસીસીઆઈએ વુમન્સ ટી -20 ની મેચોની જવાબદારી સુરતને સોંપી છે. આ ટુર્નામેન્ટ 28 એપ્રિલથી 4મે-2022 દરમિયાન રમાડવામાં આવશે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના નેજા હેઠળ તથા બીસીસીઆઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સીધા માર્ગદર્શન હેઠળ આ નોકઆઉટ સ્પર્ધામાં 10 મેચોનું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ અને સી.કે. પીઠાવાલા સ્ટેડિયમ પર કરવામાં આવ્યું છે. પ્રથમ મેચનો સમય સવારે ૮.૩૦ વાગ્યાનો રહેશે તથા બીજી મેચનો સમય સાંજે ૪.૩૦ વાગ્યાનો રહેશે . કોવિડ ૧૯ અને બીસીસીઆઈની ગાઈડલાઈન મુજબ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં.

મિતાલી રાજ, શેફાલી વર્મા, હરલીન દેઓલ જેવા સ્ટાર ખેલાડીઓ સુરતમાં રમશે
વિમેન્સ ટી -20 ટૂર્નામેન્ટના સાત ગ્રુપો વચ્ચે રમાયેલી મેચોની ટોપ 11 ટીમ મુંબઈ, ગોવા, બરોડા, હિમાચલ, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર, ઓડીસા, ઝારખંડ, હરીયાણા, કેરેલા ટીમના સુપ્રસિધ્ધ ઇન્ડિયા મહિલા ખેલાડીઓ અહીં રમશે. મેચમાં મિતાલી રાજ , સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જીમીમા રોડ્રીક્યુસ, યાસ્તિકા ભાટિયા, હરલીન દેઓલ, પુનમ રાઉત, સ્નેહ રાણા, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, માનસી જોશી, અરુણધતી રેડી, રાધા યાદવ, શિખા પાંડે, સુષ્મા વર્મા, નુઝહત પરવીન, હેમલતા ડી., મેઘના સિંહ, પ્રીતિ બોઝ, મોના મેશ્રામ, અરુણ રોય, એકતા બિષ્ટ, રેણુકા સિંહ તથા અન્ય ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે.

Most Popular

To Top