SURAT

સુરતના કતારગામમાં બનશે એવી એડવાન્સ લાઈબ્રેરી જ્યાં ક્રિકેટ પણ રમી શકાશે

સુરત(Surat) : કતારગામ (Katargam) વિસ્તારમાં પ્રિ.ટી.પી.સ્કીમ નં 35 (કતારગામ), ફા.પ્લોટ નં 133 ખાતે એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટર (Advance Library Come Recreation center) બનાવવા માટેના અંદાજો જાહેર બાંધકામ સમિતિમાં મંજુર કરવામાં આવ્યા હતા. શહેરમાં પ્રથમવાર મનપા (SMC) દ્વારા અદ્યતન પ્રકારની લાઈબ્રેરી બનાવવામાં આવશે. જેમાં લાઈબ્રેરીની સુવિધાની સાથે સાથે બાળકો માટે રીક્રીએશન સેન્ટર પણ આકાર પામશે. જે માટે જાહેર બાંધકામ સમિતિ સમક્ષ પ્રેઝન્ટેશન પણ રજુ કરાયું હતું. કુલ રૂા. 45.09 કરોડના ખર્ચે આ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટર આકાર પામશે જે માટેના અંદાજોને મંજુરી આપવામાં આવી હતી.

  • કતારગામમાં 45 કરોડના ખર્ચે લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટર બનાવાશે
  • વાંચકોને હળવાશની પળો માટે પાંચમા માળે બોક્ષ ક્રિકેટ કોર્ટ, બેડમીન્ટન કોર્ટ,પીકલ બોલ કોર્ટ, ટેબલ ટેનીસ કોર્ટ, તથા ઈનડોર ગેમ્સની સુવિધા હશે

એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટરમાં બાળકો માટે ચીલ્ડ્રન રીડીંગ એરીયા, વિદ્યાર્થીઓ માટે અલગથી સ્ટુડન્ટ રીડીંગ એરીયા તેમજ યુવાનો તથા સિનિયર સિટીઝનસ માટે રીડીંગ એરીયા વીથ સ્લોપ ગાર્ડન, સેપરેટ રીડીંગ એરીયા, ઈ–બુકસ અને કોમ્પ્યુટર રૂમ, ઈ–લાઈબ્રેરી, ઈન્ફોર્મલ તથા સિનિયર સિટીઝન રીડીંગ એરીયા, વિગેરે જેવી અદ્યતન સુવિધાઓ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. આ એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટરમાં આવતા વાંચકોને હળવાશની પળો માટે સંકુલના પાંચમાં માળ પર બોક્ષ ક્રિકેટ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, પીકલ બોલ કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ તથા ઈનડોર ગેમ્સ જેવી કે કેરમ, ચેસ, સ્નૂકર, બિલીયડર્સ વગેરે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર હોય, આ માત્ર લાઈબ્રેરી ન રહેતા એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટર તરીકે ઉપયોગમાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સુરત શહેરના દરેક વયના નાગરિકોને બહુ ઉપયોગી એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટરમાં લોકો વાંચન ઉપરાંત પોતાનું મન પ્રફુલિત કરી શકે તેવું પણ આયોજન કરાયું છે.

કતારગામમાં 54 કરોડના ખર્ચે ઓડિટોરીયમ પણ બનાવાશે
સુરત: સુરત મનપા દ્વારા વિવિધ કાર્યક્રમો માટે તમામ ઝોનમાં ઓડિટોરીયમ બનાવાવમાં આવે છે. જે અંતર્ગત હવે કતારગામ ઝોનમાં રૂા. 54 કરોડના ખર્ચે ઓડિટોરીયમ બનાવવામાં આવશે. જે માટેના અંદાજને જાહેર બાંધકામ સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી. કતારગામ ઝોનમાં ટી.પી. સ્કીમ નં. 35 (કતારગામ), ફા.પ્લોટ નં. 130 ખાતે ઓડિટોરીયમ બનાવવા માટે મનપા દ્વારા 2017માં કન્સલટન્ટની નિમણુંક કરવામાં આવી હતી. જે-તે સમયે 8044 ચો.મી વિસ્તારમાં 884 પ્રેક્ષકોની ક્ષમતાવાળા ઓડિટોરીયમના આયોજન માટે ડ્રોઈંગ તથા એસ.ઓ.આર મુજબ કન્સલટન્ટ દ્વારા રૂા. 20 કરોડનો અંદાજ રજુ કર્યો હતો. પરંતુ જે-તે સમયે પ્લોટના પુરેપુરા કબજા ન મળ્યા હતા. જેથી હવે ઓડિટોરીયમ બનાવવા માટે ફાળવવામાં આવેલી કુલ 11,721 ચો.મી.નો પુરેપુરો કબજો મળતા હવે ફરીવાર અંદાજો તૈયાર કરાયા હતા. જેમાં કન્સલટન્ટ દ્વારા ડિટેઈલ અંદાજો રજુ કરી 884 પ્રેક્ષકોની ક્ષમતાવાળું તેમજ 2 ફ્લોરનું પાર્કીંગ માટેના ઓડિટોરીયમ માટે કુલ રૂા. 54.42 કરોડના અંદાજ બનાવ્યા હતા જે અંદાજને જાહેર બાંધકામ સમિતિમાં મંજુરી આપવામાં આવી હતી.

Most Popular

To Top