SURAT

સુરતની સરદાર માર્કેટમાં ફિલ્મી ઢબે છેતરપિંડી કરવામાં આવી, હોલસેલ વિક્રેતા માથુ ખંજવાળતા થઇ ગયા

સુરત : સરદાર માર્કેટમાં (Sardar Market) શાકભાજીની છેતરપિંડીનો બનાવ પોલીસ (Police) ચોપડે દાખલ થયો હતો. આ છેતરપિંડી ફિલમી ઢબે કરવામાં આવી હતી. તેમાં 900 મણ તુવેર મંગાવીને જે ફ્રોડ એડ્રેસ પર ડિલિવરી મંગાવવામાં આવી તે જ દુકાનદારને આ માલ વેચીને ઠગો પલાયન થઇ ગયા હતા. શાકભાજીના હોલસેલ વિક્રેતા માથુ ખંજવાળતા થઇ ગયા હતા.

આ ઘટના અંગે પૂણા પોલીસ મથકમાં પ્રભુભાઇ અરજણભાઇ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યુંકે પોતે શહેરની આસપાસ આવેલા ગામડાઓમાંથી શાકભાજી કલેકટ કરીને તેને હોલસેલના ભાવે સરદાર માર્કેટમાં ઓર્ડર હોય તે પ્રમાણે ડિલિવરી કરે છે. તેમની ઉપર રાકેશ નામના ઇસમનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, 900 મણ તુવેર તેને જોઇએ છે. તેઓએ આસપાસના ગામોમાંથી રાકેશ બતાવેલા સરનામે આ તુવેર મોકલી આપી હતી. ત્યારબાદ તેઓએ હોલસેલ રેટ પ્રમાણે 1.35 લાખ રૂપિયા લેવાના નીકળતા તેઓએ રાકેશને પરત ફોન કર્યો હતો.

રાકેશ વોટસઅપ પર ભેરૂલાલ શાકભાજી વિક્રેતાનો કાર્ડ પર મોકલી આપ્યો હતો. તુવેરનો સપ્લાય પહોંચ્યા બાદ નાણા માટે રાકેશને ફોન કરતા તેણે ફોન નહીં ઊંચકતા જે દુકાન પર માલની ડિલિવરી કરવામાં આવી હતી તે દુકાન પર ઇન્કવાયરી કરવા ફરિયાદી જાતે ગયા હતાં. તે દુકાન રાકેશ નામના ઇસમની નહીં હોવાની વિગત તેમને જાણવા મળી હતી. રાકેશે જે દુકાનનુ સરનામુ આપ્યુ હતું. તેજ દુકાનદારને તુવેર વેચીને રોકડી કરી નાંખી હતી. આ ઉપરાંત રાકેશ દ્વારા ભેરૂલાલ શાકભાજી નામનો વોટસએપ પર જે કાર્ડ ઇસ્યુ કરવામા આવ્યો હતો તે પણ ફ્રોડ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. પૂણા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

8.56 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઇ
સુરતઃ અમરોલી કોલેજ પાસે સર્વોદય સોસાયટીમાં રહેતા 34 વર્ષીય સની ભરતભાઇ મહેતા ખટોદરા સોસિયો સર્કલ પાસે નવરંગ ઇન્ડસ્ટ્રીઝ કો.ઓ.સોસાયટીમાં સન્મતી ટેક્સટાઇલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આદિત્ય ચુગ (રહે, બી/૨૦૩૩-૩૪ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા રિંગ રોડ) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2021માં આદિત્ય ચુગ તેમના ખાતામાં આવતો હતો. અને પોતા આદિત્ય સિન્થેટિક નામથી કાપડનો ધંધો કરતો હોવાનું કહીને વિશ્વાસ કેળવી અલગ અલગ સમયે કુલ 8.56 લાખનું ગ્રે કાપડ લઇ ગયો હતો. જેનું પેમેન્ટ આજદિન સુધી નહી આપતા અંતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top