SURAT

બિહારના 14 બાળ મજૂરી કરતા બાળકોનું સુરત રેલવે સ્ટેશન ખાતે રેસ્ક્યુુ કરવામાં આવ્યું

સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ખાતે મુઝફ્ફરપુર-અહમદાબાદ બરોલી એક્સપ્રેસ ટ્રેનમાંથી (Train) બાતમી ને આધારે 14 બાળકોને બાળ મજૂરી (Child Labour) કરતા રેસ્કયું (Rescue) કરી છોડાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ બાળકોને લાવનાર 7 ઠેકેદારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બાળકો બિહાર (Bihar) રાજ્યના હોવાનું હાલ સામે આવ્યું છે. આ બાળકો પાસે બાળમજૂરી કરાવનાર માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ બાળકોનુ મેડિકલ કરાવી ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ ખાતે મોકલી આપવામાં આવ્યા હોવાનું જાયેંદ્રસિંહ ઠાકોરે જણાવ્યું છે.

સુરત જિલ્લાના પ્રયાસ જુવેનાઈલ એડ સેન્ટર સોસાયટીના કો-ઓર્ડિનેટર જયેન્દ્રસિહ ઠાકોરે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે ની કેટલીક ટ્રેનોમાં બાળ મજૂરી કરાવાતી હોવાની મળેલી ફરિયાદ બાદ Access to Justice Project” એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બચપન બચાઓ આંદોલન દ્વારા આપવામાં આવેલી માહિતીને આધારે પ્રયાસ જુવેનાઈલ એડ સેંટર સોસાયટી , રેલ્વે સુરક્ષા બળ અને રેલ્વે પોલીસ દ્રારા સુરત રેલવે સ્ટેશન ખાતે મુઝફ્ફર પુર – અહમદાબાદ બરોલી એક્સપ્રેસ ટ્રેનમાં સવારે 8 કલાકે અલગ અલગ ડબ્બામાં બાતમીને આધારે ટીમ બનાવી તપાસ કરતા 14 બાળકો જેમની ઉંમર 12 થી 17 વર્ષ ની માલુમ પડે તેવા બાળકોને રેસ્કયું કરવામાં આવ્યા હતા.

તેમજ બાળકોને લાવનાર 7 ઠેકેદાર ની ધરપકડ કરવામાં આવી હતી. આ બાળકો બિહાર રાજ્ય ના હોવાનું જાણવા મળ્યું હતું. બાળકો પાસે મજૂરી કરાવતા માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં બાળકોનું મેડિકલ કરાવી ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું કે “ પ્રયાસ જુવેનાઈલ એડ સેંટર સોસાયટી “ ( નવી દિલ્હી ) સ્થિત દેશના 9 રાજ્યોમા ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ, આસામ, દિલ્હી,અંદમાન અને નિકોબારમાં કાર્યરત છે. સંસ્થા કોઈ પણ નાત-જાત, ધર્મ કે લિંગના ભેદભાવ વગર બાળ કેન્દ્રિત વિકાસ અને તકથી વંચિત કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના અધિકારોની સુરક્ષા, સુખાકારીનુ રક્ષણ અને પોત્સાહન મળે તે માટે જુન 2023 થી સુરત શહેરમા કાર્યરત થઇ છે.

“પ્રયાસ જુવેનાઈલ એડ સેંટર સોસાયટી દ્વારા જૂન 2023થી “ Access to Justice Project” શરૂ કરવામા આવેલ છે. આ કાર્યક્રમમા ખાસ કરીને બાળ મજુરી, જાતિય સતામણી અને બાળ તસ્કરીનો ભોગ બનેલ બાળકો તેમજ બાળ લગ્ન માટે સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા સંસ્થા દ્રારા બાળકોને કાયદાકીય કાનુની સહયોગ,કાઉન્સિલિગ અને તેમના અધિકારોનુ રક્ષણ મળે તે માટે સરકારી માળખા સાથે રહીને સહકારથી “પ્રયાસ” સંસ્થા કામગીરી કરી રહી છે.

Most Popular

To Top