SURAT

સુરતના ગોડાદરામાં લોકોને 5.40 લાખમાં પ્લોટ વેચી દેવાયા.. અને પછી ભાંડો ફૂટ્યો

સુરતઃ (Surat) ગોડાદરા ખાતે આશિષ મિશ્રા અને બળદેવ નામના બે જણાએ કલેક્ટરની (Collector) પૂર્વ મંજૂરી લેવી પડે તેવી નવી શરતની તથા ૭૩ એએવાળી જમીન પર પ્લોટિંગ (Ploting) બનાવી વેચી મારી હતી. જમીન પર ડિમોલિશન થયું ત્યારે આ સમગ્ર કૌભાંડ (Scam) બહાર આવતાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

  • ગોડાદરાના દેવધમાં નવી શરત અને ૭૩ એએવાળી જમીન ઉપર પ્લોટિંગ મૂકી ૯૯ વર્ષના ભાડા પટ્ટે વેચી દેવાઈ
  • અનેક લોકોને એક-એક પ્લોટ રૂ.૫.૪૦ લાખમાં પધરાવી દેતાં ડિમોલિશન બાદ ભાંડો ફૂટ્યો

ગોડાદરા ખાતે માતૃભૂમિનગર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય વિશ્વનાથપ્રસાદ વર્મા લુટન મહંતો સરદાર માર્કેટની સામે બેલ્ટ, હેડફોન અને માસ્ક વેચવાની લારી ચલાવી પરિવારનો જીવનનિર્વાહ ચલાવે છે. વર્ષ-૨૦૦૯ ગોડાદરા ખાતે આશિષ ફોજદાર મિશ્રાએ સાંઈ વિશ્વનાથ સોસાયટીના નામથી બુકિંગ ઓફિસનું બોર્ડ મારેલું જોયું હતું. ઓફિસમાં આશિષ મિશ્રા સાથે વાતચીત કરતા આશિષ મિશ્રાએ મોજે ગામ દેવધના રે.સ.નં.૩૭ બ્લોક નં.૪૮વાળી જમીનમાં સાંઈ વિશ્વનાથનગર સોસાયટીના નામથી સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યાનું કહ્યું હતું. આ જમીનનો પાવર ઓફ એટર્ની બળદેવ ભુલા રાઠોડના નામે ચાલે છે. આશિષ ફોજદાર મિશ્રાએ જમીનના મૂળ માલિકો પૈકી બળદેવભાઈ સાથે મળી આ જમીનમાં ‘‘સાંઈ વિશ્વનાથનગ” રેસિડન્સીના નામથી સોસાયટી બનાવી તેમાં પ્લોટિંગ કર્યુ હતું.

આ સોસાયટીમાં આવેલા પ્લોટ પૈકી પ્લોટ નં.૪૫ અને ૧૧૨ જેની સાઈઝ ૧૨*૩૫ ફૂટની હોવાથી એ પ્લોટો કિં.રૂ.૫,૪૦,૦૦૦માં વિશ્વનાથપ્રસાદને વેચાણ કર્યા હતા. તથા પ્લોટ નં.૧૧૫ કિં.રૂ.૫,૪૦,૦૦૦માં અરુણકુમાર રજકને વેચાણ કરી તેમની પાસેથી પણ વેચાણ અવેજ મેળવી લીધી હતી. આશિષ ફોજદાર મિશ્રાએ વિશ્વનાથપ્રસાદના નામે સપ્ટેમ્બર-૨૦૧૨ના રોજ ૯૯ વર્ષનો કબજા સહિતનો ભાડા પટ્ટાનો કરાર અને ફેબ્રુઆરી-૨૦૧૩ના રોજ કબજા ૨સીદ પર બળદેવ ભુલા રાઠોડની સહી લીધી હતી. જે કબજા રસીદ વિશ્વનાથપ્રસાદને આપી હતી. આશિષ મિશ્રા રે.સ.નં.૩૭ બ્લોક નં.૪૮ વાળી જમીન ગણોતધારાની કલમ ૪૩, ૭૩(એ)(એ)ની હોવાનું અને કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય વેચાણ કે ખરીદ કરી શકાય તેમ ન હોવાનું જાણતો હતો. છતાં બળદેવભાઈ ભુલાભાઈ સાથે મળી વિશ્વનાથપ્રસાદ તથા અન્ય પ્લોટ હોલ્ડરોને ૯૯ વર્ષના ભાડા પટ્ટાનો કરાર અને કબજા ફાઈલો બનાવી આપી હતી. ગોડાદરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top