SURAT

સુરતમાં લવ જેહાદની ઘટના: વિધર્મીએ લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું

સુરત: સુરત (Surat) પુણા વિસ્તારમાં લવ જેહાદ (Love Jihad) ની ઘટના સામે આવી છે. ઓજેર આલમ નામના ઇસમે અર્જુન સિંહ બની યુવતી સાથે પ્રેમ સબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ લગ્નની લાલચ આપી વિધર્મીએ યુવતી સાથે દુષ્કર્મ (Rape) પણ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે 15 દિવસ બાદ યુવતીને વિધર્મીની અસલિયત ખબર પડતા આખો મામલો બહાર આવ્યો છે. હિન્દૂ સંગઠન દ્વારા યુવતીને સુરક્ષા અપાવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ યુવતીએ હાલ પોલીસ (Police) ફરિયાદ નોંધવાની ના પાડતા હિન્દૂ સંગઠન દ્વારા બે આધાર કાર્ડને લઈ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

આ મામલે હિન્દૂ સંગઠનના નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે કાપડ વેપારી ઓજેર આલમ હિન્દૂ નામ અર્જુન સિંહ ધારણ કરી ફેસ બુક ઓપરેટ કરતો હતો. એટલું જ નહીં બે-બે આધાર કાર્ડ જે એક હિન્દૂ નામ થી અને બીજો ઓજેર આલમના નામથી મળી આવ્યો છે. તેમજ હિન્દૂ નામનું ફેશબુક એકાઉન્ટ મળી આવ્યું છે. લવ જેહાદની સામે આવેલી ઘટના બાદ પીડિત યુવતી ડરી ગઈ છે. ઓજેર આલમ રીંગરોડ કાપડ માર્કેટમાં અવધ માર્કેટમાં દુકાન ધરાવે છે. હાલ પોલીસ જુદા જુદા નામના બે આધાર કાર્ડ રાખવાના ગુનામાં ફરિયાદને આધારે તપાસ કરી રહી છે.

યુવતીએ જણાવ્યું હતું કે હું તો માર્કેટમાં નોકરી માટે ગઈ તો ઓજેર આલમે એનું નામ અર્જુનસિંહ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ નામ બદલીને પ્રેમ સબંધ બાંધ્યા હતા. સાપુતારા પ્રવાસ પણ કર્યો હતો. વારંવાર લગ્નની લાલચ આપી વિધર્મી એ દુષ્કર્મ આચર્યું છે. જો કે 15 દિવસમાં વિધર્મીની તમામ અસલિયત સામે આવી ગઈ છે. ફેસબૂક પર હિન્દૂ નામ ધારણ કરી છેતરી રહ્યો છે એટલુ જ નહીં પણ એક મુસ્લિમના નામે અને બીજો હિન્દૂના નામે એમ બે આધાર કાર્ડ ધરાવે છે. માર્કેટમાં રુહી ફેશનના નામે કાપડનો વેપાર કરે છે. પીડિત યુવતીએ વધુમાં જણાવ્યું કે સમાજ અને પરિવાર ના માર્ગદર્શન બાદ પોલીસ ફરિયાદ નોંધાવીશ.

Most Popular

To Top