SURAT

ભાજપના પ્રદેશ પ્રમુખ બુટલેગર છે.. ‘આપ’ની ઉશ્કેરણીજનક ટિપ્પણીને પગલે સુરત મનપામાં બબાલ

સુરત: (Surat) ગુજરાતના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે સુરત મહાનગર પાલિકાની (Municipal Corporation) બુધવારે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચકમક થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને પક્ષોની ઝપાઝપી (combat) વચ્ચે એક સમયે મામલો ગંભીર બની ગયો હતો અને લાલગેટ પોલીસને બોલાવવી પડી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ બુટલેગર છે આપના સભ્ય મહેશ અણધડની આ ટિપ્પણીને પગલે વિવાદ વકર્યો હતો. લંઠ્ઠાકાંડ પર થયેલી ચર્ચા બાદ સુરત મનપામાં આપના સભ્યોના વાણી વિલાસને કારણે વિવાદે જન્મ લીધો હતો. દરમ્યાન મેયરે આપ પાર્ટીના નગરસેવકોને સામાન્ય સભામાંથી 2 માસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા બુધવારે હંગામેદાર રહી હતી. સુરત મહાનગર પાલિકાના આમ આદમી પાર્ટીના સભ્ય મહેશ અણધડ દ્વારા સામાન્ય સભામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીને પગલે વિવાદ વકર્યો હતો. વિવાદ એટલી હદે વકર્યો હતો કે ભાજપના નગર સેવકોએ આમ આદમી પાર્ટીના નગર સેવકો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે દિનેશ અણધડ સહિત આપના નગર સેવકોની સુરક્ષા માટે તેઓને અન્ય રૂમમા પૂરવાની નોબત આવી હતી.

ભાજપના નગર સેવકોએ લગભગ બે કલાકથી પણ વધુ સમય ધમાલ મચાવી હતી. આપ ના નગર સેવક પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. મેયરે પણ આ તબક્કે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપની મહિલા કોર્પોરેટરોએ સામાન્ય સભાની બહાર આપ પાર્ટીની હાય હાય બોલાવી હતી. એક કલાક થવા છતાં ભાજપના નગર સેવકો ખસ્યા ન હતા. એટલું જ નહીં આપના નગર સેવકને બહાર લાવી ને મારવા માટે હઠે ચડ્યા હતા. મામલાની ગંભીરતા જોતા પાલિકા દ્વારા પોલીસ બોલાવવી પડી હતી. લાલગેટના પીઆઈ તેમના 5 પીએસઆઈના સ્ટાફ સાથે પાલિકા પહોંચ્યા હતા. જોકે ભાજપના સભ્યોએ પોલીસને પણ ગાંઠ્યા ન હતા. જેને પગલે આપ પાર્ટીના સભ્યોને પાલિકા પરિસરમાંથી બહાર નિકળવું ભારે પડી ગયું હતું. લગભગ અઢી કલાક પાલિકામાં આ બબાલ ચાલી હતી.

Most Popular

To Top