SURAT

સુરતમાં IDFC બેન્કના રિક્વરી એજન્ટનું કારસ્તાન, ઉઘરાણી માટે કોર્ટની બોગસ નોટીસ મોકલી

સુરત :(Surat) નવી કોર્ટ (Court) બિલ્ડીંગમાં ચોર્યાસી તાલુકા કાનુની સેવા સમિતિ સિવિલ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટના (Superintendent ) બોગસ (Fake) સહીં સિક્કા કરી પાર્ટીને નોટિસ (Notice) મોકલનાર આઈ.ડી.એફ.સી ફર્સ્ટ બેન્કના (IDFC First Bank) રીકવરી એજન્સી પાર્થ ફાઈનાન્સિયલ સર્વિસીસના હેડ સામે ઉમરા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી.

  • લોકઅદાલત માટેની બોગસ નોટીસ બનાવીને મોકલી હતી.
  • નોટીસમાં લોક અદાલતની તારીખ 4 જુન બતાવી હતી. જોકે લોક અદાલત 26 જુને રાખી હતી
  • કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટના બોગસ સહીસિક્કા સાથે નોટિસ મોકલનાર આઇડીએફસી બેંકના હેડ સામે ફરિયાદ
  • ચોર્યાસી કાનુની સેવા સમિતિની બોગસ નોટિસ બનાવી પાર્ટીને મોકલી હતી
  • કોર્ટના સુપરિટેન્ડેન્ટ જીગીશા જીનવાલાએ પાર્થ ફાયનાન્સિયલ રિક્વરી એજન્સીના સંચાલક જતીન પટેલ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી

રાંદેર પાલનપુર પાટિયા ખાતે સમરત પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતી 49 વર્ષીય જીગીશાબેન નિલેશકુમાર જીનવાલા સુરત નવી કોર્ટ બિલ્ડિંગના પાંચમાં માળે રૂમ નં-૫૨૪માં આવેલા ચોર્યાસી તાલુકા કાનુની સેવા સમિતિ સિવિલ કોર્ટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે. જીગીશાબેને ઉમરા પોલીસ સ્ટેશનમાં મંગળવારે આઈ.ડી.એફ.સી ફર્સ્ટ બેન્કના રીકવરી ઍજન્સી પાર્થ ફાઈનાન્સીયલ સર્વિસીસના હેડ જતીન ભગુ પટેલ (રહે, સોમનાથ મહાદેવ સોસાયટી પાર્લેપોઈન્ટ) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી જતીન પટેલ તથા તેના મળતીયાઓએ ધર્મેશ ઘુસા વડોદરીયા (રહે, સન્ડે રેસીડન્સી સાયણ રોડ અમરોલી) ને લોકઅદાલત માટેની બોગસ નોટીસ બનાવીને મોકલી હતી. નોટીસમાં લોક અદાલતની તારીખ 4 જુન બતાવી હતી. જોકે લોક અદાલત 26 જુને રાખી હતી.

નોટીસમાં જીગીશાબેનની ડુપ્લિકેટ સહીની સાથે ચોર્યાસી કાનુની સેવા સમિતિના બનાવટી રાઉન્ડ સીલ પણ માર્યા હતા. તેમજ ઈન્ચાર્જ સિનિયર સિવિલ જજના ગત તા 7 જુન 2022 ના હુકમની ઝેરોક્ષ તથા આઈડીએફસી ફર્સ્ટ બેન્કના 1 જુન 2022 ના રોજ પ્રિલીટીગેશન લોક અદાલતમાં ભાગ લેવા અંગે લીધેલી પરવાનગી લેટર અને તે અંગે ભરેલા રૂપિયાની પહોંચની ઝેરોક્ષની સાથે કચેરીની પ્રિલીટીગેસન કેસ સંબંધે ઈશ્યુ કરવામાં આવેલા કાયદેસરની નોટિસનો નમુનો રજુ કર્યો હતો. આ જોઈને ચોંકી ગયેલા જીગીશાબેને તાત્કાલિક ઉમરા પોલીસમાં જાણ કરીને જતીન જીનવાલા સામે ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top