SURAT

3 કલાકમાં સાત લાખનો નફો મેળવવાની લાલચમાં સુરતની યુવતીએ એક લાખ ગુમાવ્યા

સુરત: (Surat) જહાંગીરપુરા કેનાલ રોડની યુવતીની ફ્રેન્ડનું ઇન્સ્ટાગ્રામ (Instagram) આઇડી હેક (Id Hack) કરી માત્ર 3 કલાકમાં શેરબજારમાં રૂ. 7 લાખના નફાનું સ્ટેટસ (status) અપલોડ કરી શેરબજારમાં ટ્રેડીંગ થકી લાખ્ખોના નફાની લાલચ આપી રૂ. 1 લાખ ઓનલાઇન ટ્રાન્સફર (Online Transfer) કરાવી લીધા હતા. આ ભેજાબાજ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

  • 3 કલાકમાં સાત લાખનો નફો મેળવો લાલચમાં આવીને યુવતીએ એક લાખ ગુમાવ્યા
  • મેસેજના રિપ્લાયમાં એક લીંક મોકલાવી સંર્પક કરવા અને પોતાનો રેફરન્સ આપવા કહ્યું હતું
  • જહાંગીરપુરાની યુવતીની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનું આઇડી હેક કરી 3 કલાકમાં 7 લાખના નફાનું સ્ટેટસ મુક્યુ

સ્નેહા જીવન રાઠોડ (ઉ.વ. 26 રહે. શ્યામ એન્કલેવ, કેનાલ રોડ, જહાંગીરપુરા) એ સપ્ટેમ્બર મહિનામાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ ભુમી કરંજીયાના સ્ટેટસમાં માત્ર 3 કલાકમાં શેરબજારમાં રૂ. 7 લાખના નફો મેળવ્યાનું જોયુ હતુ. જેથી તેણે શેરબજાર ટ્રેડીંગની પ્રોસસનું પુછ્યું હતું. ભુમીએ મેસેજના રિપ્લાયમાં એક લીંક મોકલાવી સંર્પક કરવા અને પોતાનો રેફરન્સ આપવા કહ્યું હતું. ભુમીએ બીનાર્ ટ્રેડ મની ફેસ્ટીગની મોકલાવેલી લીંક સ્નેહાએ ઓપન કરી ભુમીના રેફરન્સથી મેસેજ પર વાત કરી હતી. જેમાં ગાઇડન્સ ચાર્જ પેટે નફાના 10 ટકા લેશે એમ કહી બિનાકા. કોમ નામની એપ ડાઉનલોડ કરાવી તેમાં આધારકાર્ડ અને પાનકાર્ડ તથા ઓનલાઇન રૂ. 1 લાખ યુપીઆઇથી ગાજીયાબાદની કેથોલીક સિરીયન બેંકમાં ટ્રાન્સફર કરાવી ટ્રેડીંગ શરૂ કર્યુ હતું.

જેમાં ગણતરીની મિનીટોમાં રૂ. 8 લાખનો નફો બતાવ્યો હતો. સ્નેહાએ નફાની રકમ ઉપાડવાની વાત કરતા અજાણ્યાએ ટ્રેડીંગ એકાઉન્ટ અપગ્રેડ કરવું પડશે અને રૂ. 2 લાખ એપ પર પેમેન્ટ કરવું પડશે એમ કહેતા સ્નેહા ચોંકી ગઇ હતી. સ્નેહાએ ભુમી પાસે રૂ. 2 લાખની માંગણી કરતો કોલ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ભુમીનું એકાઉન્ટ હેક થયું છે. જેથી સ્નેહા ચોંકી ગઇ હતી અને સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી.

બેંકની ભુલને કારણે હાઇવે ઓથોરિટીના બોન્ડની રકમ બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયાની ફરિયાદ ગ્રાહક કોર્ટે રદ કરી
સુરત: હાઇવે ઓથોરિટીના બોન્ડની રકમ બેંકે ભુલથી બીજા અકાઉન્ટમાં નાંખી દીધી હોવાની ગ્રાહક કોર્ટમાં કરાયેલી ફરિયાદ કોર્ટે રેકર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઇ રદ કરી હતી. ફરિયાદીએ જ એપ્લીકેશન ફોર્મમાં ખોટો અકાઉન્ટ નંબર એટલે કે છેલ્લા ચાર ડીજીટ ખોટા લખ્યા હોવાની દલીલો ગ્રાહક કોર્ટે માન્ય રાખી હતી.

આ કેસની વિગત અનુસાર ફરિયાદી સરલાબેન વૈકુંઠભાઇ સોનાવાળાએ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના બોન્ડની જાહેરાત જોઇ તેમના પુત્રના નામે રૂ.10.20 લાખના એક એવા ત્રણ બોન્ડ સને 2011માં લીધા હતા. જે પૈકી બે બોન્ડની રકમ પાકતી મુદ્દતે વ્યાજ સહિત મળી ગઇ હતી. જ્યારે ત્રીજા બોન્ડની રકમ રૂ.10.20 લાખ સરલાબેન સોનાવાળાના અકાઉન્ટને બદલે દિવ્યા મુકેશ જરીવાળા નામના અકાઉન્ટમાં બેંક ઓફ બરોડા મારફતે જમા થઇ ગઇ હતી. જેથી સરલાબેન જરીવાળાએ બેંકની ક્ષતીને કારણે થયું હોવાની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં બેંક તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ હાજર રહી દલીલ કરી હતી કે, ફરિયાદીએ બેંક અકાઉન્ટના નંબર લખવામાં ભુલ કરી હતી જેને કારણે બેંક ઓફ બરોડાએ તે અકાઉન્ટ મુજબ બોન્ડની રકમ જમા કરી હતી. કોર્ટે બેંક સામેની ફરિયાદ રદ કરી હતી.

Most Popular

To Top