SURAT

અંકલેશ્વરના મુસ્લિમ પરિવારે પરિણીત ગર્ભવતી દીકરીને સાસરેથી લઈ આવી ઘરમાં ગોંધી દીધી

સુરત : (Surat) સગર્ભા (Pregnant) પત્નીને (Wife) અંકલેશ્વરમાં (Ankleshwar) રહેતા તેના માતા – પિતા (Parents) અને સગા મામાએ ગેરકાયદે ગોંધી (Kidnap) રાખી હોવાના આક્ષેપ સાથે પતિએ અત્રેની કોર્ટમાં (Court) સર્ચ વોરંટની (Search Warrant) અરજી દાખલ કરી છે. જેમાં વધુ સુનાવણી કોર્ટ આગામી તા. ૨૭ મે ના રોજ રાખવામાં આવી છે.

  • જુડવા બાળકોની સગર્ભાને માતા-પિતા અને મામાએ ગોંધી રાખી ? કોર્ટમાં સર્ચ વોરંટ દાખલ
  • અંકલેશ્વર રહેતા સગર્ભાના પિતા ઇરશાદ આહમદ, માતા નાઝેમા અને મામા સઈદ મુલ્લાં સામે સુરતની કોર્ટે નોટીસ ઇસ્યુ : વધુ સુનાવણી ૨૭ મેના રોજ

આ કેસની વિગત એવી છે કે, સુરતના શાહપોર સ્થિત અમીના મંઝિલ ખાતે રહેતા મોહંમદ તબરેઝ નરમાવાલાના અંકલેશ્વરના રણછોડરાય નગર ખાતે રહેતા ઈરશાદ અહમદ બશીર શેખની પુત્રી સાથે તા.૨૩/૧૦/૨૦૨૧ ના રોજ લગ્ન થયા હતા. ત્યારબાદ તેમની પત્નીને સારા દિવસો રહ્યા હતા અને તબીબી તપાસમાં તેમની પત્નીને જુડવા બાળકો ગર્ભમાં હોવાનું માલુમ પડ્યું હતું. દરમ્યાન ગત તા.૧૫/૦૩/૨૦૨૨ ના રોજ તેમની પત્નીને માતા – પિતા અને તેમના ભાઈ અવેઝ શેખ બે દિવસમાં પરત મૂકી જઇશું કહી પિયર અંકલેશ્વર લઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તેમની પત્નીને પરત મોકલી ન હતી. તે પછી અનેક પ્રયત્નો કરવા છતાં તેમને પત્નીને મળવા દીધા ન હતા.

બીજી બાજુ પત્નીએ પતિને એવો મેસેજ કર્યો હતો કે, તેણીના પિયર પક્ષના સભ્યો ગર્ભ પડાવી દેવાનું કહે છે. જેથી પત્ની સહિત ગર્ભમાં રહેલા બાળકોને અંકલેશ્વરમાં ગેરકાયદે ગોંધી રાખેલા હોવાના અને બંન્નેના જીવને જોખમ હોવાના આક્ષેપો સાથે પતિએ એડવોકેટ અશ્વિન જે. જોગડિયા મારફતે સુરતની કોર્ટમાં સર્ચ વોરંટની અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે પતિ તરફની રજૂઆત સાંભળ્યા બાદ પિતા ઇરશાદ આહમદ શેખ, માતા નાઝેમા શેખ અને મામા સઇદ મુલ્લા (તમામ રહે: અંકલેશ્વર, જી. ભરૂચ) વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી હતી. જેમાં વધુ સુનાવણી કોર્ટે આગામી તા.૨૭/૫/૨૦૨૨ ઉપર મુલતવી રાખી છે.

Most Popular

To Top