Dakshin Gujarat

દારૂનો જથ્થો નાસિકથી સુરત શહેરમાં લાવવામાં આવી રહ્યો હતો, પોલીસે પકડી પાડ્યો

પલસાણા: (Palsana) સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં આંગલધરા ગામની સીમમાં નહેર નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) દારૂ ભરેલી એક બોલેરો કાર (Car) ઝડપી પાડી હતી. પોલીસે બોલેરાના ચાલકની પણ ધરપકડ કરી છે. દારૂનો (Alcohol) આ જથ્થો નાસિકથી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે (Police) 1,95,600 ના દારૂ સહિત કુલ 3,98,160 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

  • મહુવાના આંગલધરા ગામમાંધી વિદેશી દારૂ ભરેલી બોલેરો સાથે ચાલક ઝડપાયો
  • પોલીસે 1.95 લાખની કિંમતના દારૂ સાથે 3.98 લાખનો મુદ્દામાલ કબજે લીધો

પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબીની ટીમ મહુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નાસિકથી વઘઇ થઇને અનાવલ જતી એક બોલેરોમાં દારૂ હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ વોચ ગોઠવીને મહુવા તાલુકાનાં આંગલધરા ગામની સીમમાં નહેર પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બોલેરો દેખાતા તેને અટકાવવામાં આવી હતી. જેની ઝડતી લેતા ચોરખાનામાંથી વિદેશી દારૂની રૂપિયા 1,95,600 ની કિંમતની કુલ 1392 બોટલ મળી આવી હતી.

આ બોલેરોના ચાલક દેવેન્દ્ર ઉર્ફે દેવરાજ ખુમારામજી મેઘવાલ (રહે, શિવાજી કોલોની, ડિંડોરી, નાસિક મહારાષ્ટ્ર, મૂળ રહે, રૂપવાસ ગામ, જી-પાલી, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ, બોલેરો, મોબાઈલ ફોન તેમજ રોક્ડ રકમ મળી કુલ રૂ, 3,98,160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા શની વાઘમારે (રહે, નાશિક) તથા રાજુ સોની (રહે, સુરત શહેર) ને વોન્ટેડ જાહેર કરી એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આ જથ્થો સુરત આવી રહ્યો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પાલેજની વોન્ટેડ સગી માં-દીકરી બુટલેગરને ઝડપી પાડતું ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડ
ભરૂચ: પાલેજના ડુંગરીપાળમાં રહેતી વોન્ટેડ માં-દીકરી બુટલેગરને ભરૂચ પેરોલ ફર્લો પોલીસે ઝડપી પાડી હતી.
થોડા સમય પહેલા પાલેજના ડુંગરીપાળમાં મહિલા બુટલેગર મીનાબેન ઉર્ફે મીકા મહેશભાઈ માછી અને શાંતાબેન અશોકભાઈ માછીને ત્યાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરે રેડ કરીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એ વેળા બંને બુટલેગર વોન્ટેડ હતા. હાલમાં ભરૂચમાં નવા SP ડો.લીના પાટીલ આવ્યા બાદ વોન્ટેડ આરોપીને શોધી કાઢવા અભિયાન ઉપાડ્યું હતું. જેમાં ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે પાલેજમાંથી વોન્ટેડ માં-દીકરી બુટલેગરને શોધી કાઢીને પાલેજ પોલીસને સુપ્રત કરતા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top