National

સુરત એરપોર્ટ પર ક્રોસ એંગ્લ રન-વે બનાવવા માટે આ જમીનનો ઉપયોગ કરાશે, કલેક્ટરની જાહેરાત

સુરત: સુરત શહેરને વર્ષોથી સતાવી રહેલો એરપોર્ટ વિસ્તરણનો પ્રશ્ન હવે લગભગ હલ થઇ જાય તેવા આશાના કિરણો દેખાઇ રહ્યાં છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થયા બાદ રન-વે (Run-way) ડેવલપમેન્ટ સાથે એરપોર્ટ વિસ્તરણની તાતી જરૂરિયાત ઊભી થઇ હતી. આ માટે એરપોર્ટ ડેવલપમેન્ટ માટે સતત પ્રયાસો કરાઇ રહ્યાં છે. આ પ્રયાસો વચ્ચે એરપોર્ટ રન-વે આડે ઓએનજીસીની (ONGC) પાઇપ લાઇન (Pipeline) આવી હતી. આ પાઇપલાઇનને કારણે લાંબા સમયથી ફરી એરપોર્ટ વિસ્તરણની કામગીરીની ગતિ મંદ પડી હતી. ઓએનજીસીની પાઇપ લાઇન દૂર કરવાથી માંડીને તેના ઉપર રન-વે ટકાવી રાખવા અનેક વિકલ્પ ઉપર વિચારણા થઇ હતી. પરંતુ ઓએનજીસીની પાઇપ લાઇન હટવાવાનું અઘરૂ જ નહીં પરંતુ અશક્ય બન્યું હતું. આ માટે સરકારી તિજોરીને અધધ.. 500 કરોડ ઉપરનો ખર્ચ થાય તેમ હતો. જેને લઇને હવે સુરત જિલ્લા કલેકટર (Surat District Collector) આયુષ ઓકે પેરેલલ રન-વે સાથે ક્રોસ એન્ગલ (Cross angle) રન-વે બનાવવા આયોજન કરી દીધું છે. ખજોદ અર્બન ડેવપમેન્ટ ઓેથોરિટી (Khajod Urban Development Authority) આગામી દિવસોમાં સુરતના ઇન્ટર નેશનલ એરપોર્ટના (Surat International Airport) વિસ્તરણમાં મહત્વનો પાયો નાંખશે.

  • ખુડા અને ટીપીની કપાતની જમીનમાંથી જ એરપોર્ટની જમીન મળી જશે
  • ખુડા પાસે ઝોનિંગ કરાવી આગામી દિવસોમાં ટીપીની ચાળીસ ટકા કપાત પેટે મળનારી જમીનમાંથી સુરત એરપોટનું વિસ્તરણ થશે

આ અંગે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, સુરત એરપોર્ટ માટે જમીન સંપાદનમાં સરકારી જમીનો આવરી લેવાશે. ખાસ કરીને બે ત્રણ વર્ષ પહેલા સરકારે જે રીતે ખજોદ અર્બન ડેવલપેમેન્ટ ઓથોરિટી બનાવી હતી તેના હાર્દમાં એરપોર્ટ વિસ્તરણ અને ડ્રીમ સિટી (Dream City) ડેવલપમેન્ટ સમાવવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર આયુષ ઓકે કહ્યું હતું કે, આગામી દિવસોમાં ખજોદ અબર્ન ડેવપલમેન્ટ ઓથોરિટી ઝોનિંગ (Zoning ) કરશે. જમીનોના ઝોનિંગ બાદ ત્યાં ટીપી (TP) મૂકાશે. અને આ ટીપી હેઠળ સરકારને ફાળે આવતી 40 ટકા જમીનને એરપોર્ટ ડેવલપેમેન્ટ હેઠળ આવરી લેવાશે. તેમને કહ્યું હતું કે, આગામી દિવસોમાં આ કામગીરી આગળ ધપતા એરપોર્ટ ડેવલોપમેન્ટ સડસડાટ આગળ વધશે.

હયાત રનવે સાથે ક્રોસ રન વે ઇન્ટરસેપ્ટ હશે

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે કહ્યું હતું કે, હાલ સુરત એરપોર્ટ ઉપર બે રનવે છે. આ બે પેરલલ રનવે પૈકી એક રનવે આડે ઓએનજીસી પાઇપલાઇન પસાર થાય છે. તો અન્ય એક લાઇન એરપોર્ટના રન-વે દૂરથી પસાર થાય છે. એટલે કોઇ સમસ્યા નથી. હાલ પેરેલલ રનવે યથાવત રાખવામાં આવશે. તે ટેકસી વે તરીકે યુઝ થશે.

એરપોર્ટ ઓથોરિટીને આપવા માટે ટીપીની કપાતની જમીનનો ઉપયોગ થશે

સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે ખુડા ચાવીરૂપ ભૂમિકા નિભાવશે. આગામી દિવસોમાં એરપોર્ટ વિસ્તરણ માટે ખુડા ઝડપથી ઝોનિંગ પાડશે. અને ઝોનિંગ સાથે સાથે ટાઉન પ્લાનિંગ સ્કીમો મૂકી દેવાશે. ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સરકારના હિસ્સે જે 40 ટકા જમીન આવશે તે એરપોર્ટને ફાળવવામાં આવનાર છે. ગુજરાત સરકાર સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (Airport Authority Of India) એમઓયુ (MOU) થયેલા છે. જે મુજબ સરકાર જમીન સંપાદન કરી એરપોર્ટ ઓથોરિટીને આપનાર છે.

પીંજરતમાં સીઆરઝેડ ઝોન, સુરત ફરતે આટલી મોટી જમીન જ નથી

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, સુરત એરપોર્ટ ફરતે હાલ જે જમીનો છે તે સિવાય કોઇ બીજી જમીનો જ નથી. સુરત એરપોર્ટ માટે વિશાળ જમીનની જરૂરત છે. તે માટે પીંજરતમાં મોટો સરકારી નંબર છે. પરંતુ તે સીઆરઝેડ (CRZ) ઝોનમાં આવે છે. જેથી પયાર્વરણીય કાયદાઓનો બાધ આડે આવે છે. વળી સુરત એરપોર્ટ હવે સુરત બહાર જાય તેવી વકી નથી. તેમને એરપોર્ટ હવે સુરત બહાર ખસેડાઇ તેવી તમામ શકયતાઓ નકારી કાઢી છે.

Most Popular

To Top