મોપેડ સ્લીપ થયું અને પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરે પુત્ર સાથે જઈ રહેલા પિતાને કચડી નાખ્યા

સુરતઃ શહેરીકરણમાં વિકાસની ઝડપ વધવા સાથે કેટલાંક ભયસ્થાનો પણ ઉદ્દભવે છે. સુરતનો છેલ્લાં દોઢ દાયકામાં જબરદસ્ત વિકાસ થયો છે. પહોળા રોડ બન્યા છે, જેની પર ફૂલસ્પીડમાં વાહનો દોડતા થયા છે, જેના લીધે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. આવા જ બે અકસ્માતમાં એક પુત્રએ પિતાને ગુમાવ્યા છે તો બીજા અકસ્માતમાં જન્મ પહેલાં જ બાળકના પિતાનું મોત થયું છે.

(Surat) વરાછા (Varacha) ખાતે ધનલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય ચીમનભાઈ મુળજીભાઈ ગજેરા ગઇકાલે તેમના પુત્ર કાળુંભાઈ સોજીત્રાની સાથે મોપેડ ઉપર ઘરે જઈ રહ્યા હતા. બરોડા પ્રિસ્ટેજ પાસે તેમની હેન્ડલુમની દુકાન આવેલી છે. દુકાનમાંથી ઘરે જતી વખતે તેમનું મોપેડ સ્લીપ થતાં પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરની (Tanker ) અડફેટે (Accident) ચઢ્યા હતા. જેને કારણે ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત (Injured) થતા તેમનું સ્થળ પર જ મોત (Death) નિપજયુ હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઉત્તરાયણમાં ફરવા નીકળેલા બે યુવકોનું સચીન આભવા રોડ ઉપર કાર અડફેટે અકસ્માત થતા એકનું મોત
સુરત : સચીન આભવા રોડ ઉપર ઉત્તરાયણના દિવસે ફરવા નીકળેલા બે મિત્રોને કાર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંડેસરામાં રહેતા યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા એક યુવકને ગંભીર સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતો રાજનકુમાર મનોજ ગૌતમ તેમજ તેના મિત્રો સાથે સચીન આભવા રોડ ઉપર ફરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન બુડિયા રોડ ઉપર સ્પીડમાં આવતી એક કાર સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં રાજનકુમારને ગંભીર ઇજા થઇ હતી અને રિક્ષામાં બેસાડીને તાત્કાલીક નવી સિવિલમાં લાવવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ડોક્ટરોએ રાજનને મૃત જાહેર કર્યો હતો. રાજનકુમારની સાથે તેના મિત્રોએ રાજનના પરિવારને સિવિલમાં બોલાવ્યા હતા. હોસ્પિટલમાં આવેલી મૃતક રાજનકુમારની સર્ગભા પત્નીના હૈયાફાટથી સમગ્ર સિવિલ હોસ્પિટલમાં શોકનો માહોલ છવાયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે રાજનકુમાર જરીકામ કરી માતા-બહેન અને સગર્ભા પત્નીનું ભરણ-પોષણ કરતો હતો. ઘરમાં કમાઉ એક માત્ર રાજન જ હતો. મિત્ર સાથે બાઇક પર ઘરે પરત ફરતી વખતે સચિન-આભવા રોડ ઉપર એક કાર ચાલકે અડફેટે લઈ ભાગી ગયો હતો. હાલ આ અંગે પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top