National

બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ અસંતુષ્ટ

નવી દિલ્હી: ગુજરાત સરકારે(Gujarat Government) સોમવારે બિલ્કીસ બાનો ગેંગ રેપ(Bilkis Bano Gang Rap)ના 11 દોષિતોને મુક્ત કરવા પર પ્રતિક્રિયા આપી હતી, પરંતુ કોર્ટ તેનાથી સંતુષ્ટ ન હતી. સુનાવણી કરી રહેલી બેંચે કહ્યું છે કે આ જવાબ ખૂબ જ ભારે છે અને તેમાં તથ્યોનો અભાવ છે. કોર્ટે કહ્યું કે આ સોગંદનામામાં કોર્ટના નિર્ણયો ભરવામાં આવ્યા હતા પરંતુ તથ્યોને બાકાત રાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગુજરાત સરકારની એફિડેવિટનો જવાબ આપવા માટે અરજદારોને 29 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. જણાવી દઈએ કે આ વખતે ગુજરાત સરકારે 15 ઓગસ્ટે ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિતોને મુક્ત કર્યા હતા. આ પછી સરકારના આ નિર્ણય સામે ત્રણ અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

એફિડેવિટમાં માત્ર એક જ લાઈનમાં કોર્ટના નિર્ણયો જ કહેવામાં આવ્યા
જસ્ટીસ અજય રસ્તોગીની અધ્યક્ષતા વાળી બેંચે કહ્યું, કે આ એફિડેવિટમાં માત્ર એક જ લાઈનમાં કોર્ટના નિર્ણયો જ કહેવામાં આવ્યા છે.” જ્યારે તથ્યની વાતોને અહિયાં સ્થાન મળવું જોઈતું હતું. અહિયાં ભારી ભરખમ જવાબ છે. આમાં મગજનો ક્યાં ઉપયોગ થાય છે? જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે કહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબની નકલ તમામ પક્ષકારોને આપવામાં આવશે. સીપીઆઈએમના વરિષ્ઠ નેતા સુબાશિની અલી ઉપરાંત અન્ય બે મહિલા અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. જસ્ટિસ રસ્તોગીએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે આમાં માત્ર નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે પણ બેન્ચ સાથે સંમત થતા કહ્યું કે તેને બાદ કરી શકાયું હોત. આ ચુકાદાઓનો ઉપયોગ ફક્ત સંદર્ભ માટે કરવામાં આવ્યો હતો.

આવી હતી સમગ્ર ઘટના
જણાવી દઈએ કે, ગુજરાત સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે દોષિતોના સારા વર્તનને જોતા તેમને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ તેને મંજૂરી આપી હતી. દોષિતોએ 14 વર્ષની જેલ પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે 3 માર્ચ 2002ના રોજ જ્યારે બિલકિસ બાનો માત્ર 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી, ત્યારે તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી.

Most Popular

To Top