Sports

શ્રેયસના 6 સિક્સ, શમીની 5 વિકેટ: ભારત-શ્રીલંકા મેચમાં બન્યા આ ઐતિહાસિક રેકોર્ડ

મુંબઈ: ODI વર્લ્ડ કપ 2023માં (ICCODIWORlDCUP2023) ભારત અને શ્રીલંકા (IndiavsSrilanka) વચ્ચે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં (VankhedeStadium) મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 302 રને જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમ સેમિફાઈનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ પણ બની ગઈ છે. આ જીતનો હીરો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (MohammadShami) રહ્યો, જેણે 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

આ જોરદાર પ્રદર્શનના કારણે શમીએ ઘણા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શમીએ વિશ્વ કપમાં સૌથી વધુ વખત 4+ વિકેટ ઝડપનાર બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ ઉપરાંત તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય પણ બની ગયો છે.

આ સિવાય આ મેચમાં ભારતીય ટીમે પણ શ્રીલંકાને 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે શ્રીલંકાને 55 રન પર ઓલઆઉટ કીર દીધું. જેના લીધે ક્રિકેટના ઈતિહાસમાં ઘણા મોટા રેકોર્ડ્સ બન્યા છે. બીજી તરફ આ મેચમાં સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન શ્રેયસે 6 સિક્સ અને 3 ફોર ફટકાર્યા હતા. આ ઇનિંગની મદદથી શ્રેયસે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ જ રીતે મેચમાં અનેક ઐતિહાસિક રેકોર્ડ બન્યા છે. ચાલો જાણીએ તેમના વિશે…

મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 4થી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
વિશ્વકપના અત્યાર સુધીના ઇતિહાસમાં મોહમ્મદ શમી સૌથી વધુ 4થી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં 7 વાર આ કારનામું કરી દેખાડ્યું છે. શમી બાદ મિચેલ સ્ટાર્ક 6 અને ઈમરાન તાહિરે 5 વાર 4થી વધુ વિકેટ વર્લ્ડકપમાં લીધી છે.

મોહમ્મદ શમી વનડેમાં સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપનાર બોલર બન્યો
મોહમ્મદ શમીએ આ સાથે બીજો એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વન ડેમાં સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો છે. મોહમ્મદ શમીએ વન ડેમાં 4 વાર 5 વિકેટ લીધી છે. આ અગાઉ જવાગલ શ્રીનાથઅને હરભજન સિંહે 3-3 વાર 5 વિકેટ ઝડપી છે.

શ્રીલંકાએ વન ડેમાં તેનો ત્રીજો નાનો સ્કોર બનાવ્યો
ભારતે આપેલા 357 રનના ટાર્ગેટ સામે શ્રીલંકા 55 રન પર ઓલઆઉટ થઈ ગયું. શ્રીલંકાએ વન ડેમાં તેનો ત્રીજો સૌથી નાનો સ્કોર બનાવ્યો છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકા સામે 2012માં પર્લમાં 43, 2023માં કોલંબોમાં ભારત વિરુદ્ધ 50 રનમાં શ્રીલંકા ઓલઆઉટ થયું હતું.

આઈસીસીની સભ્ય ટીમે વર્લ્ડકપમાં સૌથી ઓછો સ્કોર બનાવ્યો
શ્રીલંકા 55 રને ઓલઆઉટ થઈ તે સાથે તે આઈસીસીની એવી સભ્ય ટીમ બની છે જે ટીમે વર્લ્ડકપમાં સૌથી ઓછો સ્કોર બનાવ્યો હોય. આ અગાઉ બાંગ્લાદેશ 2011માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 58 અને 1992માં પાકિસ્તાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 74 રન બનાવ્યા હતા.

વનડેમાં રનની દ્રષ્ટિએ ચૌથી સૌથી મોટી જીત
ભારતે 2 નવેમ્બરે વન ડેના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ ચૌથી સૌથી મોટી જીત હાંસલ કરી છે. આ મામલે પહેલાં નંબરે પણ ભારત જ છે. આ અગાઉ 2023માં શ્રીલંકાને ભારતે 317 રને હરાવ્યું હતું. 2023માં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડસને 309 રને હરાવ્યું, 2023માં ઝિમ્બાબ્વેએ યુએઈને 304 રને હરાવ્યું હતું. ચોથા નંબરે ભારત ફરી આવ્યું છે. 2 નવેમ્બરે 302 રને ભારતે શ્રીલંકાને હરાવ્યું છે.

ભારત સામે વનડેમાં સૌથી ઓછો સ્કોર
ભારત સામે વન ડેમાં સૌથી ઓછો સ્કોર બનાવવાના મામલે શ્રીલંકા ટોચ પર છે. શ્રીલંકા બે વાર ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. આ બંને ઘટના 2023ની જ છે. કોલંબોમાં શ્રીલંકા 50 રન પર ઓલઆઉટ થયું હતું અને 2 નવેમ્બર 2023એ વાનખેડેમાં શ્રીલંકા 55 રને ઓલઆઉટ થયું છે. ત્યાર બાદ બાંગ્લાદેશ 58, ઝિમ્બાબ્વે 65 અને શ્રીલંકા 73 રન પર આવે છે.

વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
શમી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બન્યો છે. તેણે અત્યાર સુધીમાં 45 વિકેટ લીધી છે. શમીએ ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથની 44 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. બુમરાહે અત્યાર સુધી વર્લ્ડકપમાં 33 વિકેટ લીધી છે.

શ્રેયસ સૌથી વધુ સિક્સ મારનાર ભારતીયની યાદીમાં સામેલ
વર્લ્ડકપની કોઈ એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ શ્રેયસનું નામ સામેલ થયું છે. આ અગાઉ 1999માં સૌરવ ગાંગુલીએ શ્રીલંકા સામે 7, 2007માં બર્મુડા સામે યુવરાજ સિંહે 7, 1983માં ઝિમ્બાબ્વે સામે કપિલ દેવે 6, 2023માં પાકિસ્તાન સામે અમદાવાદમાં રોહિત શર્માએ 6 સિક્સ મારી હતી. શ્રીલંકા સામે વાનખેડેમાં 6 સિક્સ મારી શ્રેયસ આ યાદીમાં સામેલ થયો છે.

ભારતે વર્લ્ડકપમાં સદી વિના હાઈ સ્કોર બનાવ્યો
ભારતે શ્રીલંકા સામે 2 નવેમ્બરે 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ઈનિંગની ખાસિયત એ હતી કે એક પણ ભારતીય બેટ્સમેને સદી ફટકારી નહોતી. આ સાથે જ ભારત વર્લ્ડકપમાં સદી વિના હાઈ સ્કોર બનાવનાર ટીમ બની છે. ભારત તરફથી શુભમન ગિલે 92, વિરાટ કોહલીએ 88 અને શ્રેયસ ઐય્યરે 82 રન બનાવ્યા હતા. આ અગાઉ પાકિસ્તાને 348, દક્ષિણ આફ્રિકાએ 341 રન વિના સદીએ બનાવ્યા હતા.

Most Popular

To Top