National

હરિદ્વારનાં શાહીસ્નાનમાં કોરોના બમ ફાટવાનો ભય: 20 લાખ લોકો ભેગા થવાની શક્યતા

કોરોનાની ( corona ) બીજી લહેર દેશમાં ચિંતાનો વિષય બની છે ત્યારે હરિદ્વાર ( haridwar ) માં લાખો લોકોને એકત્રીત કરવાની તૈયારી ચાલી રહી છે. આ પ્રસંગ છે કુંભનું ( kumbh ) ત્રીજું મુખ્ય શાહી સ્નાન . આ કુંભની ભીડ દેશભરમાં સુપર સ્પ્રેડર ( super spreder ) બની શકે છે.હરિદ્વારમાં મેળાના વહીવટીતંત્રના અનુમાન મુજબ હાલમાં 1.5.લાખ લોકો ત્યાં હાજર છે. 14 એપ્રિલ, એટલે કે શાહી સ્નાનના દિવસે, ભીડ 20 થી 25 લાખ સુધી પહોંચી શકે છે. સ્થાનિક વહીવટ માને છે કે મેળામાં સોસીયલ ડિસ્ટન્સ ( social distance ) અને માસ્ક જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવું અશક્ય છે. શાહી સ્નાન દરમિયાન આ શક્ય નથી. આ કિસ્સામાં, કોરોના ખૂબ ઝડપથી ફેલાય શકે છે.

વહીવટી અધિકારીઓ સહમત છે કે મેળો એક સુપર સ્પેડર ફેલાવનાર બનશે, પરંતુ તેને રોકવાની તેમની પાસે કોઈ યોજના નથી. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડમાં 1,334 ચેપ અને 7 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં રાજ્યમાં કોરોના 7,846 સક્રિય કેસ છે.આ અંગે ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે ‘લાખોની ભીડમાં માર્ગદર્શિકાનું પાલન કરવું શક્ય નથી. 9-10 એપ્રિલથી, અમે માર્ગદર્શિકાને અનુસરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેમ જેમ ભીડ વધતી ગઈ તેમ તેમ, સોશિયલ ડિસ્ટન્સ અનુસરવું મુશ્કેલ બન્યું છે . ‘

તેઓ કહે છે, ‘કુંભમાં આવેલા 53,૦૦૦ લોકોનું કોરોના પરીક્ષણ 11 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું અને માત્ર 1.5% એટલે કે 500 થી 550 લોકો પોઝીટીવ જણાયા હતા. ચેપગ્રસ્ત લોકોને હોસ્પિટલો અને કોરોનટાઇન સેન્ટરો પર મોકલવામાં આવ્યા છે.મેળાના અધિકારી દીપક રાવત કુંભમાં વ્યવસ્થા હોવાનો દાવો કરે છે, પરંતુ એમ પણ માને છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું શક્ય નથી. રાવત કહે છે, “લોકો સજાગ છે, અમે કોરોના કેર સેન્ટર પણ ખોલ્યું છે. અહીં 96 બેડ છે. લોકોને સતત માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

મેળાના કોરોના સેન્ટરમાં અત્યાર સુધી 45 લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓ દાખલ થયા હતા. તે બધા ગંભીર ચેપથી પીડાઈ રહ્યા છે. કુંભની ભીડ ચેપને કેવી રીતે અટકાવશે તે પ્રશ્નના આધારે જવાબદાર લોકો સાધુઓની મનમાનીને તેનું જવાબદાર માને છે.ઉત્તરાખંડ સરકારના પ્રવક્તા સુબોધ યુનિઆલ કહે છે, “તમે સંતોને જાણો છો, તેમને રોકવા શક્ય નથી. સરકાર જે કરી શકે તે કરી રહી છે.”તે જ સમયે, કુંભમાં આવેલા જુના અખાડાના નાગા ઋષિ ગજેન્દ્ર ગિરી કહે છે કે સંતો મનમાની કરે છે, તેઓ કોઈ નિયમનું પાલન કરતા નથી . હરિદ્વારના પૂજારી કમલેશે કહ્યું કે કેટલાક લોકો માસ્ક પહેરી રહ્યા હોવા છતાં, સોસીયલ ડિસ્ટન્સને અનુસરવું શક્ય નથી. હવે તો વહીવટી તંત્ર પણ કશું બોલતું નથી.

જો વહીવટી તંત્ર આ બાબતે સજાગ નહિ હોય અને લોકો પોતાની નૈતિક જવાબદારી નહિ સમજે તો આ કુંભનું શાહી સ્નાન ભારતનું સૌથી મોટું કોરોના સુપર સ્પ્રેડર બની રહેશે. અને ત્યાં આવેલા ભારતભરના લોકો સંક્રમિત થશે અને તેનાથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ખુબ મોટો વધારો નોંધાશે,

Most Popular

To Top