SURAT

સુરતના મોટા વરાછામાં સ્કૂલ વાને મહિલાને કચડી, ઘટનાના CCTV આવ્યા સામે

સુરત(Surat): સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની વ્હાઈટ હાઉસ રેસિડેન્સીમાં એક મહિલાને (Women) સ્કૂલ વાને (School Van) કચડી નાંખી છે. આ અકસ્માતના (Accident) લીધે મહિલાને થાપા અને પાંસળીના ભાગે ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે.

આજે સુરતમાં એક સીસીટીવી (CCTV) ફૂટેજે ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. આ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે એક સ્કૂલ વાન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી રિવર્સમાં જઈ રહી છે અને વેનની પાછળ ચાલતી મહિલાને કચડી નાંખે છે. મહિલાના શરીર પરથી રિવર્સમાં જ સ્કૂલ વેન આખે આખી પસાર થઈ જાય છે. મહિલાની બૂમાબૂમના લીધે ડ્રાઈવર સ્કૂલ વેન અટકાવે છે, તરત જ લોકો ભેગા થઈ જાય છે. આ ઘટના મોટા વરાછા વિસ્તારની વ્હાઈટ હાઉસ રેસિડેન્સીની છે. આ અકસ્માતમાં મહિલાને થાપા અને પાસળીના ભાગે ગંભીર ઈજા (Injured) થઈ છે. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અમરોલી પોલીસે (Police) અકસ્માત નોંધ કરી તપાસ આરંભી છે.

સુરતના મોટા વરાછાના વ્હાઈટ હાઉસ રેસીડેન્સની આ ઘટના છે. અહીં રહેતા રજનીભાઈ સખરેલીયાના પત્ની 42 વર્ષીય નીતાબેન ઘરેથી દુકાને પાઉં લેવા માટે ગયા હતા. ત્યારે પાર્કિંગમાંથી બહાર નીકળતી આશાદીપ સ્કૂલની બસ (જીજે-06-એએક્સ-0918) ના ડ્રાઈવરે બસ રિવર્સમાં લેતી વખતે તેમને ટક્કર મારી હતી. ડ્રાઈવર રિવર્સમાં ફૂલસ્પીડમાં વેન 50 મીટરથી વધુ નીતાબેનને ઢસડી ગયો હતો. નીતાબેનના આખા શરીર પર બસનું ટાયર ફરી વળ્યું હતું જેના લીધે તેમના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું હતું, જ્યારે જમણી બાજુની પાસળી અને ડાબુ બાજુની 7 પાંસળીના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

એલપી સવાણી રોડ ઉપર કાર અકસ્માતમાં ગેસની પાઇપલાઇન તૂટી ગઇ
સુરત : અડાજણ એલપી સવાણી રોડ ઉપર પંચવટી સોસાયટીમાંથી કમલેશ પટેલ નામનો યુવક સવારના સાડા આઠ અરસામાં કાર લઇને નીકળ્યો હતો. ગાડીમાં બ્રેક ફેઇલ થઇ ગઇ હોવાથી તેની ગાડી સોસાયટીમાં એક દિવાલમાં અથડાઇ હતી, અહીં ગેસની પાઇપલાઇન પણ હોવાથી તેની સાથે પણ અકસ્માત થયો હતો અને ગેસની પાઇપલાઇન તૂટી ગઇ હતી. એક સાથે વધુ પ્રેશરમાં ગેસ લીકેજ થતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયર વિભાગ ઉપરાંત ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી. ગેસ કંપનીએ અકસ્માત થયેલી જગ્યાને કોર્ડન કરીને ત્યાંથી તમામ લોકોને દૂર જતા રહેવા કહ્યું હતું. થોડા સમય માટે મોબાઇનો ઉપયોગ પણ બંધ કરી દેવા સૂચના આપવામાં આવી હતી. ગેસ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવ્યા હતા અને પાઇપલાઇન રીપેર કરી દઇને ગેસ પુરવઠો ફરીવાર શરૂ કર્યો હતો. મોટી દુર્ઘટના ટળતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top