Gujarat Main

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: નગરપાલિકા-તા.પં- જિ. પંચાયતમાં પણ ભાજપની લીડ, કોંગ્રેસની પીછેહટ, આપનું પણ ખાતું ખૂલ્યું

ગુજરાતમાં નગર-તાલુકા-જિલ્લા પંચાયતમાં રવિવારે 2 કરોડ 98 લાખ 29 હજાર 645માંથી 1 કરોડ 95 લાખ 71 હજાર 184 મતદારોએ મત આપ્યો હતો. જેમાં પાલિકા- પંચાયતની 8261 બેઠકો માટે 2જી માર્ચને મંગળવારની સવાર આઠ ક્લાકથી રાજ્યમાં 542 સ્થળેથી 845 હોલમાં મતગતણરી શરૂ થતાની સાથે જ ભાજપનો ભગવો તો લહેરાયો હતો, પણ આ વખતની ગણતરીમાં આપે પણ ચોંકાવ્યા હતા.. સવારે 11 વાગ્યા સુધીના પરિણામો જોઈને ભાજપમાં ખુશીની લહેર સાથે જ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જીતની ઉજવણી શરૂ થઈ ગઈ હતી.

આપે પણ ઝાડુ બતાવ્યું

મહાનગરમાં આપે વિરોધપક્ષ બન્યા બાદ હવે જિલ્લામાં પણ પોતાનું જોર બતાવ્યું છે, અને સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં 40 બેઠકો સાથે AAPની એન્ટ્રી સાથે તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે “આપ” આગળ છે. ઝાલોદ તા.પં.ની આંબા બેઠક, પેટલાદ નપા વોર્ડ-1માં AAPનો એક ઉમેદવાર, ધારી તાલુકા પંચાયતની ભાડેર બેઠક, કાલાવડ તા.પં.ની બેરાજામાં, ગાંધીધામ તા.પં.ની ખારીરોહર-1 બેઠક પર, વિજયનગર તા.પં.ની કણાદર બેઠક પર AAPની જીત થઈ છે.

મળતી માહિતી મુજબ હાલ મતગણતરી કેન્દ્રો પર રાજકીય પક્ષના કાર્યકરોના ટોળા થઇ ગયા છે, 31 જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે, જિ.પં.ની 980 બેઠક પર 2655 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે, જિલ્લા પંચાયતની કુલ 25 બેઠક બિનહરીફ રહી છે, 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ આવનાર હોય તા.પં.ની 4774 બેઠક પર 12265 ઉમેદવાર વચ્ચે જંગમાં કુલ 117 બેઠક બિનહરીફ રહી છે. ગુજરાતની 81 નગરપાલિકાની 680 બેઠક પર 7245 ઉમેદવાર મેદાને છે જેમાં નગરપાલિકાની કુલ 95 બેઠક બિનહરીફ રહી છે.

જિલ્લા પંચાયત: 

અમદાવાદ જિ.પં.ની કુંજાડ બેઠક ભાજપની જીત

રાજકોટ જિ.પં.ની લોધિકા બેઠક પર ભાજપની જીત

મહેસાણા જિ.પં.ની કહોડા બેઠક પર ભાજપની જીત

મહેસાણા જિ.પં.ની ડાભલા બેઠક પર ભાજપની જીત

વડોદરા જિ.પં.ની ચોરંદા બેઠક પર ભાજપની જીત

ગાંધીનગર જિ.પં.ની બિલોદરા બેઠક પર ભાજપની જીત

રાજકોટ જિ.પં.ની ભડલી બેઠક પર ભાજપની જીત

મોરવા હડફ જિ.પં.ની આગરવાડા બેઠક પર ભાજપની જીત

ચોટીલા જિ.પં.ની ઢોકળવા બેઠક પર ભાજપની જીત

છોટા ઉદેપુર જિ.પં.ની જેતપુર બેઠક પર ભાજપની જીત

ગાંધીનગર જિ.પંની અમરાજીના મુવાડામાં ભાજપની જીત

મહિસાગર જિ.પં.ની બાકોર બેઠક પર ભાજપની જીત

બોટાદ જિ.પં.ની ખાભડા બેઠક પર કોંગ્રેસની જીત

છોટાઉદેપુર જિ.પં.ની બહાદરપુર બેઠક પર ભાજપની જીત

માળીયા હાટીના જિ.પં. બેઠક પર ભાજપની જીત

કોંગ્રેસ પણ છે મેદાને

ગાંધીનગર જિ.પં.ની બહિયલ બેઠક પર કોંગ્રેસની જીત

ગાંધીનગર જિ.પં.ની મોટી ભોયણ બેઠક કોંગ્રેસે જીતી

દ્વારકા જિ.પં.ની બજાણા બેઠક પર કોંગ્રેસની જીત

ખાનપુર તા.પં.ની થોલખાખરામાં કોંગ્રેસની જીત

રાજકોટ જિ.પં.ની કોટડાસાંગાણી બેઠક પર કોંગ્રેસની જીત

તાલુકા પંચાયત

કોટડા સાંગાણી તા.પં.ની મોટા માંડવામાં કોંગ્રેસની જીત

બાલાસિનોર તા.પં.ની દેવ અને ભાથલામાં કોંગ્રેસની જીત

ઉપલેટા તા.પં.ની ઢાંક બેઠક પર કોંગ્રેસની જીત

ઊંઝા તા.પં.ની ભુણાવ બેઠક પર કોંગ્રેસની જીત

સુરતની અનાવલ તા.પં.માં કોંગ્રેસની જીત

નસવાડી તા.પં.ની અમરોલીમાં કોંગ્રેસની જીત

માળિયા હાટીના તા.પં.માં અમરાપુરમાં કોંગ્રેસની જીત

દસક્રોઈ તા.પં.ની રનોદરા બેઠક પર કોંગ્રેસની જીત

બોડેલી તા.પં.ની અલીખેરવા બેઠક પર ભાજપની જીત

કરજણ તા.પં.ની કંડારી બેઠક પર ભાજપની જીત

સંખેડા તા.પં.ની ઈન્દ્રાલ બેઠક પર ભાજપની જીત

સંખેડા તા.પં.ની ધોળી બેઠક પર ભાજપની જીત

કરજણ તા.પં.ની ધાવટ બેઠક પર ભાજપની જીત

બોટાદ તા.પં.ની પાટી બેઠક પર ભાજપની જીત

માળિયા હાટીના તા.પં.ની વીરડી બેઠક પર ભાજપની જીત

સંખેડા તા.પં.ની બોરતળાવ બેઠક પર ભાજપની જીત

દસક્રોઈ તા.પં.ની કુહા બેઠક પર ભાજપની જીત

હાલોલ તા.પં.ની મસવાડ, કંજરી, પાલનપુરમાં ભાજપની જીત

દ્વારકા તા.પં.ની ગોરીજા બેઠક પર અપક્ષની જીત

લોધિકા તા.પં.ની હરિપર પાળ બેઠક પર ભાજપની જીત

ધોળકા તા.પં.ની બદરખા બેઠક પર ભાજપની જીત

કરજણ તા.પં.ની ધાવટ બેઠક પર ભાજપની જીત

બોટાદ તા.પં.ની પાટી બેઠક પર ભાજપની જીત

માળિયા હાટીના તા.પં.ની વીરડી બેઠક પર ભાજપની જીત

સંખેડા તા.પં.ની બોરતળાવ બેઠક પર ભાજપની જીત

દસક્રોઈ તા.પં.ની કુહા બેઠક પર ભાજપની જીત

હાલોલ તા.પં.ની મસવાડ, કંજરી, પાલનપુરમાં ભાજપની જીત

દ્વારકા તા.પં.ની ગોરીજા બેઠક પર અપક્ષની જીત

લોધિકા તા.પં.ની હરિપર પાળ બેઠક પર ભાજપની જીત

ધોળકા તા.પં.ની બદરખા બેઠક પર ભાજપની જીત

ભચાઉ તા.પં.ની આધોઈ બેઠક પર ભાજપની જીત

સાણંદ તા.પં.ની શેલા બેઠક પર ભાજપની જીત

માળીયા હાટીના તા.પં.ની લાડુડી અને બાબરામાં ભાજપની જીત

પડધરી તા.પં.ની ઈશ્વરિયા બેઠક પર ભાજપની જીત

સાણંદ તા.પં.ની સનાથલ બેઠક પર ભાજપની જીત

દસક્રોઈ તા.પં.ની જેતલપુર બેઠક પર ભાજપની જીત

વ્યારા તા.પં.ની કપૂરા અને બોરખડીમાં કોંગ્રેસની જીત

કલોલ તા.પં.ની મોટી ભોયણ બેઠક પર ભાજપની જીત

સંખેડા તા.પં.ની કાવિઠા અને માલુમાં ભાજપની જીત

દહેગામ તા.પં.ની અમરાજીના મુવાડામાં કોંગ્રેસની જીત

કરજણ તા.પં.ની મોતીકોરલ બેઠક પર ભાજપની જીત

કેશોદ તા.પં.ની અગતરાય બેઠક પર ભાજપની જીત

પાવી જેતપુરની ઘૂંટનવડ તા.પં.માં ભાજપની જીત

ધારી તા.પં.ની ભાડેર બેઠક પર AAPની જીત

જૂનાગઢ તા.પં.ની બંધાળા બેઠક પર ભાજપની જીત

સાણંદ તા.પં.ની કોલાટ બેઠક પર ભાજપની જીત

ઊંઝા તા.પં.ની એઠૌર બેઠક પર ભાજપની જીત

વંથલી તા.પં.ની બાલોટ બેઠક પર ભાજપની જીત

લાઠી તા.પં.ની આંબરડી બેઠક પર ભાજપની જીત

કાલાવડ તા.પં.ની આણંદપર બેઠક પર કોંગ્રેસની જીત

કરજણ તા.પં.ની ચોરંદામાં ભાજપની જીત

ચાંગોદર તા.પં.માં ભાજપની જીત

કાલાવડ તા.પં.ની બેરાજામાં AAPનો વિજય

સાવલીમાં અમરાપુર તા.પં.માં ભાજપની જીત

શંખેશ્વર તા.પં.ની ખીજડીયારીમાં ભાજપની જીત

સિહોર તા.પં.ની આંબલા બેઠક પર ભાજપની જીત

વાગરા તાલુકા પંચાયતની દહેજ બેઠક પર ભાજપની જીત

અસલાલી તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત

મહિસાગરમાં ખાનપુર તા.પં.માં બાકોરમાં ભાજપની જીત

સાવલીમાં ગાંગડીયા તા.પં.માં ભાજપની જીત

સંખેડા તા.પં.ની બહાદરપુર બેઠક પર ભાજપની જીત

લોધિકા તા.પં.ની ચિભડા બેઠક પર ભાજપની જીત

નગરપાલિકા

છાયા નપામાં 12 બેઠક ભાજપ, 2 કોંગ્રેસે જીતી

નડિયાદ નપા વોર્ડ – 3માં ભાજપની પેનલ જીતી

વિરમગામ નપા વોર્ડ – 1માં ભાજપની જીત

બોટાદ ન.પા. વોર્ડ 3માં ભાજપની જીત

પાલનપુર નપા વોર્ડ – 1માં ભાજપની પેનલ જીતી

સુરેન્દ્રનગર ન.પા. વોર્ડ 1 અને 7માં ભાજપની જીત

પોરબંદર નપા વોર્ડ – 1, 2, 4માં ભાજપની જીત

નડિયાદ ન.પા. વોર્ડ 9માં ભાજપની જીત

રાજપીપળા ન.પા. વોર્ડ – 1માં અપક્ષની જીત

ડભોઈ નપા વોર્ડ – 1માં ભાજપની પેનલ જીતી

ધોળકા નપા વોર્ડ – 1માં 3 ભાજપ, 1 અપક્ષની જીત

કલોલ ન.પા. વોર્ડ 7માં ભાજપની જીત

ઊંઝા ન.પા.ના વોર્ડ 1માં ભાજપની જીત

કરજણ તા.પં. સામરી બેઠક પર ભાજપની જીત

વ્યારા ન.પા. વોર્ડ 1 અને 2માં ભાજપની જીતી

બોટાદ ન.પા. વોર્ડ 2માં ભાજપની જીત

આમોદ નગરપાલિકામાં 8 બેઠક પર ભાજપની જીત

સાવલી ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

મોડાસા ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

કડોદરા ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

ખંભાળીયા ન.પા.ના વોર્ડ – 1માં ભાજપ – 3, કોંગ્રેસ 1

બારડોલી ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

મહુવા ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

બોટાદ ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

કેશોદ ન.પા. વોર્ડ – 1માં ભાજપની પેનલ વિજેતા

નસવાડી તા.પં.ની બરોલીમાં ભાજપની જીત

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top