Charchapatra

સબકો સન્મતિ દે ભગવાન

હિંદુઓ આ ભજન વારંવાર ગાય છે. ‘‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન’’ પરંતુ આ ભજન ગાનારા જ પોતાનામાં સન્મતિને પ્રવેશ કરવા દેતા નથી. હિંદુ મહાપુરુષોએ કદી એમ કહ્યું નથી કે દુનિયામાં હિંદુ ધર્મ મહાન છે. તેમ મુસલમાનોનાં મહાપુરુષોએ પણ કહ્યું નથી કે ઈસ્લામ ધર્મ મહાન છે. એ બધાંએ તો ઉલ્ટું એમ કહ્યું હતું કે ઈશ્વર કહો કે અલ્લાહ કહો કે જીસસ ક્રાઈસી કહો બધાં એકજ ઈશ્વરમાં માને છે. એ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું નથી કે તમે ભગવાન-ઈશ્વર છીએ. મહમદ પયંગમ્બર કે ઈશુ ખ્રિસ્તે લોકોને ઈશ્વર-અલ્લાહ કે ગોડ વિશે સાચી સમજ આપનાર જ પ્રવચનો કર્યા છે. પરંતુ અભણ, ના સમજ માનવીએ તેને ભગવાન ગણી દેખાવની ભક્તિ કરવા માંડી તેને માટે મંદિરો બાંધ્યા, મસ્જીદ બાંધી, ચર્ચ બનાવ્યાં.

કોઈએ એમ કહ્યું નથી કે મારી ભક્તિ કરો કે મારે માટે મોટો આડંબર કરો. પ્રાચીન શિલ્પકારોએ પોતાની કલા બતાવવા રામ કૃષ્ણ વગેરેની મૂર્તિઓ બનાવી અને ચિત્રકારોએ ચિત્રો બનાવ્યા. પ્રાચીન જમાનામાં કદી હિંદુ-મુસલમાનોનાં યુદ્ધ થયાં નથી. જુદા જુદા પ્રદેશો હાંસલ કરવા હિંદુ-મુસલમાન રાજાઓએ રાજ્યો પોતાને હસ્તગત કરવા યુદ્ધો જરૂર કર્યા છે. તેને અભણ અને અસંસ્કારી પ્રજાએ ધર્મ સાથે જોડી દીધાં અને ધર્મયુદ્ધો બનાવી દીધાં. હિંદુઓના જેટલાં ધર્મગુરુઓ થઈ ગયાં કોઈએ ઈસ્લામ કે ખ્રિસ્તીધર્મ વિષે વિરોધી સ્વરો કાઢયાં નથી. ભાજપને લોકો હિંદુઓનો પક્ષ ગણે છે તે ખોટી વાત છે.

હા, ભાજપનાં નિષ્ઠાવાન નેતાઓએ ભારતીય સંસ્કૃતિનાં ગુણગાન ગાયાં છે પરંતુ ઈસ્લામ વિરૂધ્ધ કે ખ્રિસ્તી ધર્મ વિરૂધ્ધ એક હરફ પણ ઉચ્ચાર્યા નથી. હિંદુ ધર્મમાં મીરાંબાઈ, કબીર, સુરદાસ જેવાં સાચા ભક્તો થઈ ગયાં એમણે પણ પ્રેમની જ વાત કરી છે. મહમદ પયંગમ્બરે પણ લોકો પાસે પ્રેમની જ માંગણી કરી છે. ઈશ્વર કહો કે અલ્લાહ કહો એમણે તો વારંવાર કહ્યુ છે તારી અંદર જો હું તારી અંદર બેઠો છું અને તારો પ્રેમ મને જોઈએ છીએ. હિંદુ ધર્મનાં સંતો કે ઈસ્લામનાં મૌલવીએ કે ખ્રિસ્તી ધર્મનાં પાદરીઓએ બહાર આવી લોકોને શાંતિ અને સુખની સાચી સમજ આપવી જોઈએ એ આંજની માંગ છે. !
પોંડીચેરી  – ડો. કે.ટી.સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top