Business

રશિયાએ તેલ પર લગાવવામાં આવેલી પ્રાઇસ કેપને નકારી કાઢી, કહ્યું- ‘અમને મંજૂરી નથી’, જાણો કેમ?

નવી દિલ્હ: યુરોપિયન યુનિયન ગ્રૂપ ઓફ સેવન (G7)માં સામેલ દેશો અને ઓસ્ટ્રેલિયાએ (Australasia ) રશિયન (Russian) ક્રૂડ ઓઈલ (Crude oil) પર પ્રતિ બેરલ $60ની પ્રાઇસ કેપ (Price cap) લાદી છે. હવે રશિયાએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. રશિયાની ન્યૂઝ એજન્સી TASS અનુસાર ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું- અમે સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. આ પ્રકારની કેપ માટે કેટલીક તૈયારીઓ કરવામાં આવી હતી. અમે પ્રાઇસ કેપ સ્વીકારીશું નહીં અને અમે તમને જાણ કરીશું કે આ કાર્ય કેવી રીતે આગળ વધશે.

રશિયાને નબળું પાડવાનો પ્રયાસ
શુક્રવારે યુરોપિયન યુનિયન રશિયન તેલ પર પ્રતિ બેરલ $60 ની કિંમત મર્યાદા લાદવા સંમત થયા હતા. યુક્રેન પર હુમલો થયો ત્યારથી જ પશ્ચિમી દેશોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. હવે તેઓ તેલ પર ભાવ મર્યાદા લાદીને રશિયાની નાણાકીય સ્થિતિ નબળી કરવા માંગે છે. રશિયાને તેલની નિકાસમાંથી મોટી આવક મળે છે. G7 દેશોની સાથે ઓસ્ટ્રેલિયાએ પણ રશિયન તેલ પર પ્રતિ બેરલ $60ની કિંમતની મર્યાદા લાદવા સંમતિ દર્શાવી છે.

ઝેલેન્સકી પ્રાઇસ કેપથી ખુશ નથી
રશિયન તેલની કિંમતની મર્યાદા સોમવાર 5 ડિસેમ્બરથી અમલમાં આવશે. પશ્ચિમી દેશોની સરકારો રશિયાના તેલની નિકાસના ભાવને મર્યાદિત કરવા માટે સંમત થઈ છે, જેથી તેને આર્થિક ફટકો આપી શકાય. જો કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયન તેલ પર કોઈ ફર્મ પ્રાઈસ કેપ લાદવામાં આવી નથી. કારણ કે તે મોસ્કો માટે એકદમ કમ્ફર્ટેબલ છે.

ભારત આયાત કરે છે
રશિયા તેના તેલની નિકાસ કરીને મોટી કમાણી કરે છે. પરંતુ આ પ્રાઇસ કેપ બાદ ભારતને નુકસાન સહન કરવું પડી શકે છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે અમેરિકાને પસંદ નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ પણ તેની ટીકા કરી હતી. પરંતુ ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું બંધ કર્યું નથી.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
એક સૂત્રના જણાવ્યા અનુસાર, ભારત હજુ પણ રશિયન ક્રૂડ માટે બ્રેન્ટ કરતાં 15-20 ડોલર પ્રતિ બેરલ ઓછું ચૂકવી રહ્યું છે. આનો અર્થ એ છે કે ડિલિવરી કરાયેલા કાર્ગોની કિંમત પણ પ્રાઇસ કેપની આસપાસ છે. તેથી, પ્રાઇસ કેપ લાદવા છતાં, ભારત પર કોઈ અસર થવાની સંભાવના નથી. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 10 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.

Most Popular

To Top