Madhya Gujarat

દાહોદ જિલ્લામાં વ્યાજનો ધંધો કરનારસામે પોલીસ તંત્રની લાલ આંખ

દાહોદ, તા.24
દાહોદ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃતિમાં સામેલ ઈસમ વિરૂધ્ધ પોલીસ મથકે ગુનો નોંધાંયા બાદ ઈસમને પાસા હેઠળ ધકેલાયાનો પ્રથમ કેસ બનવા પામ્યો છે. ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમો વિરૂધ્ધ દાહોદ જિલ્લા પોલીસ વડાની સખ્તાઈ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમોમાં ફફડાટ સાથે આ કાર્યવાહીને પગલે ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં ગુન્હાહીત પ્રવૃતિઓ પર લગામ કસવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા ર્ડા. રાજદીપસિંહ ઝાલા દ્વારા જનહિતમાં અનેક પગલાઓ લઈ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં છે દાહોદમાં એક ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા ઈસમને પાસા હેઠળ ધકેલી દેવાની કાર્યવાહીને પગલે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પ્રોહીના બનાવોમાં તો અનેક ઈસમોને પાસા હેઠળ ધકેલાયા હોવાના કિસ્સાઓ તો સાંભળ્યાં હતાં પરંતુ પ્રથમવાર ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમ વિરૂધ્ધ દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળે દાહોદ એલ.સી.બી. પોલીસે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતો રાજુભાઈ ઉદેસીંગભાઈ સાંસીની વિરૂધ્ધ દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતાં દાહોદ એલ.સી.બી. પોલીસે રાજુભાઈની અટકાયત કરી તેને પાસા હેઠળ ભુજ જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે. આ રાજુભાઈ સાંસી વિરૂધ્ધ થોડા દિવસો પહેલા ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતો હોવાની ફરિયાદો સાથે લોકોને વ્યાજે નાણાં આપી ઉંચા વ્યાજદરે નાણાંની વસુલાત કરી પીડીતોને હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાંવવા પામી હતી દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી રાજુભાઈ સાંસીની અટકાયત કરવામાં આવી હતી.

Most Popular

To Top