SURAT

માનસિક બિમારીથી કંટાળી યુવકે ઉગતની વીર સાવરકર હાઇટ્સ ઉપરથી ઝંપલાવ્યું

સુરત : રાંદેર રામનગર (Ram Nagar) ખાતે સિંધી કોલોનીમાં રહેતા યુવાને માનસિક બિમારીથી કંટાળી જઇ ઉગત કેનાલ રોડ ઉપર આવેલા વીર સાવરકર (Veer Savarkar) હાઇટ્સના (Heights) 14માં માળના ટેરેસ ઉપરથી કુદી જઇ આપઘાત કરી લીધો હતો.નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રામનગર સિંધીની વાડી પાસેની સિંધી કોલોનીમાં રહેતા મુકેશ હેમંતકુમાર ગિંધવાણી છેલ્લા 6 વર્ષથી માનસિક બિમારીથી પિડાઇ રહ્યા હતા. દરમિયાન બે દિવસ પહેલા જ તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માનસિક બિમારીની સારવાર ચાલી રહી હતી.

ટેરેસ ઉપરથી તેમણે પડતું મુકી દીધું હતું
બિમારીથી રાહત નહીં મળતા મંગળવારે રાત્રિના સમયે મુકેશ ગિંધવાણી ઘરેથી નિકળીને ઉગત કેનાલ રોડ ઉપર આવેલા વીર સાવરકર હાઇટ્સની એફ બિલ્ડીંગમાં પહોંચી ગયા હતા. જ્યાં ટેરેસ ઉપરથી તેમણે પડતું મુકી દીધું હતું. સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરતા રાંદેર પોલીસે સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાને કમર પટ્ટા વડે ફાંસો ખાધો હોવાનાં પરિવારજનોના નિવેદન સામે પોલીસને શંકા
સુરત : ભેસ્તાન વિસ્તારમાં રહેતા 22 વર્ષિય ટ્રક ચાલકનો તેના ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો. યુવાને બપોરના સમયે ઘરે જમવા માટે ગયા બાદ તેણે કમર પટ્ટા વડે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું તેના પરિવારના સભ્યો અને પત્નીએ પોલીસને જણાવ્યું હતું. જોકે પોલીસને સમગ્ર બનાવ અંગે શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી છે.નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ રાજસ્થાનના ચિત્તોડગઢના વતની અને હાલ પાંડેસરાના ભેસ્તાન વિસ્તારની વૃંદાવન ટાઉનશીપમાં રહેતા સંદીપ નારાયણલાલ ખટીક ભેસ્તાનની એક કંપનીમાં ટ્રક ચલાવતો હતો.

બેલ્ટ વડે સંદીપે રસોડામાં ફાંસો ખાઇ લીધો
દરમિયાન આજે બપોરના બેથી અઢી વાગ્યાના અરસામાં સંદીપ ખટીક તેના ઘરે જમવા માટે ગયો હતો અને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનો તેને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જતા તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસને પરિવારજનો અને મૃતકની પત્ની કવિતાએ જણાવ્યું હતું કે, બેલ્ટ વડે સંદીપે રસોડામાં ફાંસો ખાઇ લીધો હતો. આ સમગ્ર ઘટના અંગે પાંડેસરા પોલીસને શંકા જતા સ્થળ તપાસ કરીને વધુ તપાસ હાથ ધરાઇ છે. મૃતકનો માત્ર બે વર્ષનો જ લગ્ન ગાળો હતો.

Most Popular

To Top