Columns

વાસ્તુમાં જમીનનું શુદ્ધિકરણ

મકાન બનાવવા માટે જરૂરી વિન્યાસ, આર્કીટેકચર પ્લાનીંગ અને સ્ટ્રકચરલ ડીઝાઇન તૈયાર થઇ ગયા પછી વારો આવે છે ભૂમિ શુદ્ધિકરણનો અર્થાત્‌ જે ભૂમિ પર સ્ટ્રકચર એટલે કે આવાસ ઊભું કરવાનું છે તે ભૂમિની સફાઇ. આ સંદર્ભમાં યાજ્ઞવલ્કય સ્મૃતિજીનો નિમ્ન શ્લોક યાદ કરીએ. ભૂશુદ્ધિર્માર્જનાદ હાકાત્કાલાદગો કમણાતયા…
સેકાદુલ્લેખનાલ્લેપાદ ગૃહ માર્જન લેવનામ્‌,
ભૂમિની શુદ્ધિ નિમ્ન દર્શાવેલ સાત પ્રકારે થાય છે.

1. માર્જન: સીધે સાદું સાવરણીથી કચરો દૂર કરવો તે. 2. દાહ: ભૂમિ પર ઊગી ગયેલા, સુકાઇ ગયેલા જંગલી ઝાડી ઝાંખરાને બાળી દેવા તે. 3. કાલ: કોઇ પણ પ્રકારની ગંધ કે અન્ય અશુદ્ધિ, વરસાદ, તાપ, તડકો, પવન વગેરે પરિબળોને કારણે કાળક્રમે પોતાની જાતે જ શુદ્ધિ થઇ જતી હોય છે. 4. ગૌ ઊપર્વશન: જે તે જમીન પર ગાયોનો ફરવાથી, ચરવાથી, વાગોળવાથી કે મળત્યાગ ઇત્યાદિ કરવાથી ભૂમિ ખૂબ પવિત્ર અને શુદ્ધ થઇ જતી હોય છે.

ખાસ કરીને કોઇ દુર્ઘટનાનો ભૂતકાળવાળી જગ્યાએ વસતાં પહેલાં ગાયોને બોલાવી તેમના ગળે ઘંટી બાંધીને તિલક ફલથી સ્વાગત કરીને આપણી જમીન પર ચરાવવામાં આવે અને તે પશ્ચાત્ ગાયો તે જ ભૂમિમાં થોડો સમય વિસામો કરે, ગ્રહણ કરેલ ચારો વાગોળે અને ભાંભરે તેમજ તેમના મોઢાના લાળ, જમીન ઉપર પડે…! તો કેટલી પણ નકારાત્મકતા જમીનમાં સંગ્રહાયેલી હોય તે દૂર થઇ જાય. 5. સિંચન: ગૌમૂત્ર વિવિધ પવિત્ર નદીઓમાં પાણી તેમજ દૂધ વગેરેનો છંટકાવ કરવાથી જે રીતે ફીનાઈલ વગેરેથી બાથરૂમ કે ફર્શની દુર્ગંધ રૂપેની નકારાત્મકતા દૂર થાય છે તે રીતે આ કુદરતી ઇત્રની વડેથી જમીનથી આવતા નકારાત્મક સ્પંદનો દબાઈ જાય છે.

6. ઉત્ખનન: ઘણી વખત જમીનમાં બળેલો કોલસો, હાડકાં વગેરે હોવાથી શકયતા છે. ખાસ કરીને જુના સ્મશાન ઘાટ, કતલખાનાં વગેરેમાં આવી શકયતા ઘણી વધારે હોય છે. આવી વસ્તુઓ જમીનમાં હોવાથી શલ્ટાદોષ ઉત્પન્ન થાય છે. આવી ભૂમિ કયારેય શુકુનથી રહેવા દેતી નથી. આવી ભૂમિમાં કમસેકમ એક મનુષ્યની ઊંચાઇ જેટલો ખાડો કરી જમીન કાઢી નાંખવામાં આવે ત્યાર પછી સાત પ્રકારની માટી નદી કિનારાની અને સમુદ્ર કિનારાની, પર્વતની, ઝાડના મૂળની, ગાયના ખૂરની, કર્કટની ભૂમિની (એક પ્રકારના આઠ પગવાળો જંતુ કરચલો) અને વલ્મીક (લેખક કે જયાં વાચન લેખન થતું હોય તેવી ભૂમિ… આ સાતેય માટી થોડી થોડી ઉમેરીને બાકીનું માટીપુરાણ થાય તો ભૂમિ શલ્યદોષ ત્યાગી, પવિત્ર ફળ આપવા માંડે. 7. લેપન: તૈયાર થઇ ગયેલા ભવનની ભૂમિ, યજ્ઞશાલાની ભૂમિ તેમજ ગોબરથી લીંપવામાં આવે. આ સાત રીતે ભૂમિની શુદ્ધિનું વર્ણન છે. આમા ગૌ ઉપવેશન સિવાય બધા જ પ્રકારો એક યા બીજા સ્વરૂપે આજે પણ પ્રચલિત છે જ.

મકાનનો પ્રારંભ કરતાં પહેલાં શલ્ટોદ્વાર રૂપે જમીનમાં ઊંડે સુધી દટાયેલ અસ્થિ, કોલસા, લોખંડ વગેરે કાઢી લેવાના હોય છે. શાસ્ત્રોમાં વિવિધ શલ્યદોષથી નીચે પ્રમાણે દુષ્પરિણામ દર્શાવેલાં છે. જો રાફડાવાળી (કીડીના) જમીન હોય તો ગ્રહ સ્વામીને રોગ. જો ક્ષારવાળી (મીઠું અને અન્ય) ખારાશવાળી ભૂમિ હોય તો… ગ્રહ સ્વામીનું મૃત્યુ. જો હાડકાંવાળી ભૂમિ હોય તો દુ:ખ અને વિટંબણા… આ બધું નિવારવા માટે શાસ્ત્રોમાં શલ્યશોધનની પદ્ધતિ પણ બતાવેલ છે.. વળી ઉપરોકત કોઇ પણ શલ્ય કઇ દિશામાં છે તેને આધારિત દુશ્પરિણામો પણ જાણવા યોગ્ય છે.

  • – જો પૂર્વ દિશામાં દોઢ હાથ નીચે મનુષ્યનું શલ્ય નીકળે તો ગ્રહસ્વામીનું મૃત્યુ.
  • – અગ્નિ દિશામાં બે હાથ ઊંડે ગધેડાનું શલ્ય નીકળે તો રાજદંડ, કે રાજ ભય.
  • – દક્ષિણ દિશામાં કમરની ઊંડેના ભાગમાં મનુષ્યનું શલ્ય નીકળે તો રોગી બનીને મૃત્યુ.
  • – નૈઋત્ય ખૂણામાં દોઢ હાથ ઊંડે શ્વાનનું શલ્ય નીકળે તો પુત્ર નાશ.
  • – પશ્ચિમ દિશામાં દોઢ હાથ ઊંડે બાળકનું શલ્યને હકારાત્મક ગણાવાયું છે. આવા ઘરના સ્વામી જીવનમાં ઘણા પ્રવાસ કરતો હોય છે.
  • – વાયવ્ય ખૂણામાં ચાર હાથ ઊંડે કોલસો કે ભસ્મ નીકળે તો મિત્રોનો નાશ દર્શાવેલ છે. જો ઉત્તર દિશામાં કમરની ઊંડે બ્રાહ્મણનું શલ્ય નીકળે તો કુબેરનો નાશ થઇ અતિ દરિદ્રતા આવે… અને જો ઇશાન દિશામાં ગ્રહ સ્વામીનો હૃદય જેટલી ઊંડાઇએ માનવની ખોપરી, લોખંડ કે ભસ્મ હોય તો સંપૂર્ણ કુશનાશ બતાવેલ છે. અહીં જો શલ્ય નીકળે તો ઉપરોકત પહેલા બતાવેલ સાત માર્ગે સફાઇ કરી લેવી. પછી જ જે તે ભૂમિમાં ખાતમુહૂર્ત કરી ઘર કે ભવન બાંધવાની શરૂઆત કરવી. અનોખી અનાયા પૂછે કે શલ્ય નીકળે પણ તેને વિધિવત્ સફાઇ કરી દીધા પછી પણ ઉપરોકત અનર્થવાળાં પરિણામો આવે ખરાં. બેટા અનાયા આધુનિક જમાનામાં ઉપરોકત દોષ મોટે ભાગે દરેક જમીનમાં હોય જ છે. એટલે જમીનની શુદ્ધિકરણની રીતે અપનાવીને પછી બાંધકામ કરીને સુખેથી રહી શકાય.

Most Popular

To Top