National

માફિયા ડોન મુખ્તાર અન્સારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, મોતનું સાચું કારણ બહાર આવ્યું

નવી દિલ્હી(NewDelhi): ઉત્તર પ્રદેશના (UP) માફિયા (Mafia) ડોન મુખ્તાર અંસારીના (MukhtarAnsari) મોત બાદ તેનો પ્રારંભિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્તાર અન્સારીનું મોત હાર્ટ એટેકના (Heart Attack) કારણે થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનને કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે મુખ્તારના પરિવારે તેના પર બાંદા જેલમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો અને માંગ કરી હતી કે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ એઈમ્સના ડોક્ટરોની દેખરેખમાં કરવામાં આવે. જો કે આવું બન્યું ન હતું. ગુરુવારે રાત્રે બાંદા જેલમાં મુખ્તાર અંસારીની તબિયત બગડતાં તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

તેના મૃત્યુ પછી તેના મૃતદેહને શુક્રવારે જન્મસ્થળ ગાઝીપુર લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેના મૃતદેહને કાલીબાગના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારમાં મોટી ભીડ એકઠી થઈ હતી અને તેના સમર્થકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

જો કે, તેના પરિવારના સભ્યોને જ કબ્રસ્તાનમાં તેના મૃતદેહને દફનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન કબ્રસ્તાનથી લઈને સમગ્ર ગાઝીપુર સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પ્રસંગે તેની પત્ની અફશાન હાજર ન હતી. અફશાન વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તે ફરાર છે.

પુત્રએ મુખ્તારની મૂછો ફેરવી વિદાય આપી
મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેના પુત્ર ઓમર અંસારીએ તેના પિતા મુખ્તાર અંસારીને મૂછો ફેરવી વિદાય આપી હતી. મુખ્તારના અંતિમ સંસ્કારમાં સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ હતી પરંતુ લોકોને કબ્રસ્તાનની અંદર તેમને દફનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ અવસરે ગાઝીપુર ડીએમ સહિત પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને લોકોને કબ્રસ્તાનની અંદર જવાથી રોકવામાં આવી રહ્યા હતા.

Most Popular

To Top