Business

રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા 1 કિમી દૂર સુધી જોવા મળ્યાં

રાજકોટ: રાજકોટમાં (Rajkot) એક ફર્નિચરના ગોડાઉનમાં (Furniture godowns) આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ જો કે માલહાનિ ઘણી થઈ છે. ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટેગોટે આકાશમાં 1 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યાં હતા. ભીષણ આગને કારણે આસપાસમાંથી લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં છે.

આનંદ બંગલા ચોક નજીક અશોક ગાર્ડન સામે રાજકમલ સ્ટીલ અને ફર્નિચર શો રૂમમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આગ એટલે ભીષણ હતી કે ધૂમાળાના ગોટેગોટા એક કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી જોતજોતામાં પહોંચી જતાં કામ કરી રહેલા કર્મચારીઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી જો કે ફર્નિચરના ગોડાઉનમાં 60-70 લાખનું બળીને ખાક થયું હોવાનું ગોડાઉનના માલિકે જણાવ્યું હતું. આ ઉપરાંત જે ઈમારતમાં આગ લાગી તે સમગ્ર ઈમારત પણ બળીને ખાખ થઈ ગઈ હતી. એવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી છે. હાલ ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ફર્નિચરના ગોડાઉનમાં કામ કરી રહેલા કર્મચારીઓએ જાણાવ્યું હતું કે ફર્નિચરના ગોડાઉનમાં એકા એક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે ફર્નિચરના ગોડાઉનમાં કામ કરતા તમામ લોકો સુરક્ષિત છે. હાલ કોઈ જાનહાનિ પહોંચી નથી. કંપનીમાં 60 લોકો કામ કરે છે અને તમામ સુરક્ષિત છે. જો કે આ આગમાં ભારે માલહાનિ થઈ છે. ફર્નિચરની તમામ પ્રોડક્ટ આગમાં ખાખ થઈ ગઈ છે. લગભગ 60થી 70 લાખનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત ત્રણથી ચાર ટુવ્હીલર પણ બળીને ખાખ થઈ ગયાં હતા. 

Most Popular

To Top