Dakshin Gujarat

મર્સીડીઝ કારમાં બિયરના પાંચ ટીન લઇને જતો વાપીનો શખ્સ પકડાયો

વાપી : વાપીના (Vapi) રહેવાસીને સેલવાસથી (Selvas) પાંચ બિયરના ટીન લાવવું ભારે પડી ગયું હતું. પીપરીયા ચેકપોસ્ટ (Piparia Checkpost) ઉપર લવાછા ગામમાં ડુંગરા પોલીસની ટીમે મર્સીડીઝ કારમાં વાપી આવી રહેલા અભિષેક ધનપતભાઈ લલવાણીની ગાડીને તપાસ કરતા પાંચ બિયરના ટીન પાછળની સીટ ઉપર રાખ્યા હતા. તેની સાથે ઝડપાઈ જતા પોલીસે ગુનો નોંધી અભિષેક લલવાણીની અટક કરી હતી.

કારની તપાસ કરતા પાછળની સીટ ઉપર બિયરના પાંચ ટીન જોવા મળ્યા
વાપી જીઆઈડીસી ગુંજન વિસ્તારમાં ચિંતન પાર્કમાં રહેતા અભિષેક ધનપતભાઈ લલવાણી મર્સીડીઝ કારમાં સેલવાસથી પાછા વાપી આવી રહ્યા હતા. ત્યારે લવાછા સ્થિત પીપરીયા ચેકપોસ્ટ ઉપર ડુંગરા પોલીસની ટીમે મર્સીડીઝ કારની તપાસ કરતા પાછળની સીટ ઉપર બિયરના પાંચ ટીન જોવા મળ્યા હતા. પોલીસે પાસ-પરમિટ હોય તો બતાવો તેવું કહેતા તેવી કોઈ પરમિટ નહીં હોવાથી વાપીના રહેવાસી અભિષેક લલવાણીની પ્રોહિબિશન એક્ટના ગુના હેઠળ અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં સંઘપ્રદેશ સેલવાસથી માત્ર પાંચ બિયરના ટીન લાવવાનું લલવાણીને ભારે પડી ગયું હતું.

નવસારીના સિનિયર સીટીઝનને લલચાવી 38.60 લાખ પડાવનાર 3 ઝડપાયા
નવસારી : નવસારીના સિનિયર સીટીઝનને ફોરેક્ષમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી 38.60 લાખ ઓનલાઈન ફ્રોડ કરી પડાવનાર 3 આરોપીને સુરત રેંજ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.મળતી માહિતી મુજબ, નવસારીના સિનિયર સીટીઝનને ગત ફેબ્રુઆરી 2022 માં ફેસબુક ચેક કરતા હતા. તે વખતે ફોરેક્ષ ટ્રેડીંગ માટે સર્ચ કરતા કેપિટલ ફોરેક્ષ લાઈવ લિમિટેડ નામની આઈ.ડી. જોવા મળી હતી. તેમાં એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ આવતા સિનિયર સીટીઝને ફોન ઉપર વાતચીત કરતા અજાણ્યા ઇસમે તેમની ઓળખાણ શીવાંશુ ગુપ્તા તરીકે આપી હતી. તેણે કેપિટલ ફોરેક્ષ કંપનીમાં ટ્રેડીંગની વિવિધ સ્કીમો સમજાવી હતી.

એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એકાઉન્ટ ઓપન કરાવ્યું
સિનિયર સીટીઝનને લોભામણી લાલચ આપી આધાર કાર્ડ, પાન કાર્ડ તથા બીજી ડીટેઇલ લઈ તેમના મોબાઈલમાં મેટા ટ્રેડર-5 કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. ત્યારબાદ તે અજાણ્યાએ સિનિયર સીટીઝનને ક્વિક સન કંપનીના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાં 26.50 લાખ રૂપિયા જમા કરાવડાવી રોકાણમાં પ્રોફિટ થતા એપ્લિકેશનમાં 1,23,570.22 યુ.એસ. ડોલર નફો દર્શાવ્યો હતો.

Most Popular

To Top