Dakshin Gujarat

178 પ્રાથમિક શાળામાં 76 શિક્ષકોની ઘટ: ખાલી જગ્યા સામે 34 પ્રવાસી શિક્ષકોથી ગાડુ ગબડાવાય રહ્યું છે

ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાની 178 જેટલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં (Primary School) 76 જેટલા શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ (Study) પર માઠી અસર થવા પામી છે. તાલુકાની 178 પ્રાથમિક શાળાઓમાં હાલ 18771 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે હાલ 76 જેટલી ખાલી જગ્યા સામે ૩૪ જેટલા પ્રવાસી શિક્ષકોથી ગાડુ ગબડાવાય રહ્યું છે.

  • ચીખલી તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર
  • તાલુકાની 178 પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 18771 વિદ્યાર્થીઓ
  • 76 ખાલી જગ્યા સામે ૩૪ પ્રવાસી શિક્ષકોથી ગાડુ ગબડાવાય રહ્યું છે

એક્ષેલન્સ જેવી નવી નવી યોજનાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણની દાવાઓ પોકળ
એક તરફ સરકાર ભણશે ગુજરાતના નારા સાથે સ્કૂલ ઓફ એક્ષેલન્સ જેવી નવી નવી યોજનાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણની દાવાઓ કરી રહી છે. પરંતુ બાળકોની કારકિર્દી ઘડતર માટેના પ્રાથમિક શિક્ષણમાં પૂરતા શિક્ષકો જ નહીં હોય તેવામાં સરકારના દાવા પોકળ જણાઇ રહ્યા છે. શિક્ષકોની ઘટને પગલે તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર થઇ રહી છે. જો કે હાલે આ ખાલી જગ્યાઓ પૈકી 42 જેટલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરી ગાડુ ગબડાવાય રહ્યું છે ત્યારે તાલુકામાં શિક્ષકોની ઘટ ક્યારે પૂરાશે તે જોવું રહ્યું. બાકી હાલ તો શિક્ષકોની ઘટથી શિક્ષણ કથળી રહ્યું છે.

ખાલી પડેલી જગ્યા નહીં ભરાતા હાલત કફોડી
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ચીખલી તાલુકામાં કુલ 178 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નિવૃત્તિ કે બદલી જેવા કિસ્સાઓમાં ખાલી પડેલી જગ્યા નહીં ભરાતા હાલ ધોરણ 1 થી 5 માં 51 અને 6 થી 8 ધોરણમાં 25 મળી કુલ 76 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. 6 થી 8 ધોરણમાં ખાલી જગ્યાઓમાં 10 ભાષાના 12 સામાજીક વિજ્ઞાન અને 3 ગણિત – વિજ્ઞાનના શિક્ષકોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top