Dakshin Gujarat

પારડી હાઇવે પર મસમોટા ખાડા : હાઈવે ઉપર લાંબી વાહનોની કતાર

પારડી : પારડી (Pardi) તાલુકાના ખડકી હાઇવે (Highway) ઓવરબ્રિજ પર ફરી ખાડા પડવાના કારણે આજરોજ સવારે વલસાડથી (Valsad) વાપી (Vapi) તરફ જતા હાઇવે ટ્રેક ઉપર 5 થી 6 કિમી પારડી સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો.

બે ચાર દિવસ અગાઉ જ ખડકીના સરપંચ શંકર પટેલ તેમજ પારડી તાલુકાના અન્ય સરપંચોએ મળી વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ અને હાઇવેનાં મેટનન્સની આર.કે.જૈન એજન્સી બંનેને રજૂઆત કરી હતી. તેમ છતાંયે આજે પણ બ્રિજ બનાવવાની કામગીરીમાં કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નથી. નવી એજન્સીને હાઇવેના બિસ્માર માર્ગને રિપેરીંગ કરવામાં કોઈ જ રસ નથી, એવું અહી ફલીત થાય છે. રોજના હજ્જારો વાહન ચાલકો કરોડો રૂપિયાનો ટોલટેક્ષ ભરતા હોવા છતાંયે હાઇવે તંત્રના અધિકારીઓના પેટનું પાણી સુદ્ધાં હલતું નથી. ત્યારે આવા ભ્રષ્ટાચાર કરનાર એજન્સી વિરુદ્ધ તંત્ર પગલાં ભરે એવી વાહન ચાલકોમાં બુમ ઉઠી રહી છે. આજે પણ વાપી, ભીલાડ, ઉદવાડા, બગવાડા રોજના નોકરી પર જતા વાહનચાલકો કલાકો સુધી હાઇવે માર્ગ પર ટ્રાફિકની સમસ્યાને લઈ રોષ વ્યક્ત કર્યો હતો.

મહુવામાં લો લેવલ ખાડી પરથી પાણી ફરી વળતાં વાહન વ્યવહારને અસર
મહુવા: મહુવાથી નિહાલી વાયા કવિઠા-આમચક રોડ ઉપર નવા બંધાયેલા પુલથી આશરે ૩૦૦ મીટર આગળ લો-લેવલ ખાડી ઉપર ભારે વરસાદના કારણે વરસાદી પાણી ૫થી ૬ ફૂટ રોડ ઉપર આવી જતાં મહુવા-કવિઠા-નિહાલી રોડ પરનો વાહન વ્યવહાર સતત બંધ રહ્યો હતો.

અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં વેઠ, વાહનો કાદવમાં ફસાયા
વલસાડ : કપરાડા તાલુકાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજના પ્રોજેક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇન કામગીરીમાં રોડને અડીને ખોદકામ કરવામાં આવ્યું હતું. જેને લઇ ભીની માટીમાં વાહનો ખુંપી જવાના કે સ્લીપ થવાના અનેક બનાવો બની રહ્યા છે. હાલે ચોમાસુ પૂર્ણ થવાના આરે હોવા છતાં હજુ સુધી રોડ પર પડેલા ખાડા અને સાઈડ પુરવા આવી નથી. જેના પગલે કપરાડા તાલુકાના બાલચોંડીથી વાપી જવાના માર્ગ પર વાજવડ ધોધડકુવા સુખાલા માર્ગ પર અનેક વાહનો ખૂંપી જવાના બનાવ બની રહ્યા છે. સુખાલાની ગ્રામસભામાં પણ આ બાબતે લોકો દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. અસ્ટોલ પાણી પુરવઠા યોજનામાં પાઇપલાઇનું કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા કામની સરળતા માટે જાહેર માર્ગને અડીને ખોદકામ કરવામાં આવ્યું છે. રોડ ક્રોસિંગ અને રોડની ધાર પરથી ખોદવામાં આવ્યુ હતું. પરિણામે રોડ પરથી વાહન ઉતારી શકાય એમ નથી. હાલમાં ચોમાસામાં વાહનો ખૂંચી જવાના અને સ્લીપ થવાની અનેક ઘટનાઓ બની રહી છે.

Most Popular

To Top