Dakshin Gujarat

કોસંબામાં 6 કરોડની લૂંટ કરી છતાં મજૂરી કરતો હતો, જાણો નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી વિશે

પલસાણા: માંગરોળના કોસંબા ખાતે આવેલ કે.એમ.ચોક્સી જ્વેલર્સ નામની દુકાનમાં કેટલાક શખ્સોએ 10 વર્ષ અગાઉ લૂંટ (loot) ચલાવી હતી. આ લુંટારુઓ 6 કરોડ (6 crore)ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આ બનાવમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ટોપ-10 આરોપી મધ્યપ્રદેશના જાંબુઆના વતની હતા. જે અંગે સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડ (payroll fer-lo squad)ની ટીમે બાતમી આધારે આ ગુનાનો મોસ્ટ વોન્ટેડ આરોપી (most wanted accused) મુકેશ બારિયાને આણંદના વાસદ ગામે રેલવે સ્ટેશનની બાજુમાંથી દબોચી લીધો હતો. આ આરોપી ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં મજૂરી કરી પોતાનું અલગ અલગ નામ ધારણ કરીને રહેતો હતો. એલસીબી પોલીસે તેનો કબજો કોસંબા પોલીસને સોંપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ-2010માં માંગરોળના કોસંબા ખાતે આવેલી કે.એમ.ચોક્સી જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની ઘટના બની હતી. જેમાં લુંટારુઓ આશરે સવા છ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના (jewelry) તથા રોકડ રકમની મત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આ ગુનામાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ટોપ-10 આરોપી મધ્યપ્રદેશના જાંબુઆના વતની હોવાથી પોલીસે આરોપીઓના મૂળ વતનમાં તપાસ કરાવતાં આ આરોપીઓ મૂળ વતનમાં રહેતા ન હોય અને જ્યાં વાર-તહેવારમાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. અને હાલમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ રહી મજૂરી કામ (Wage business) કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ આરોપીઓ બાબતે માહિતી એકત્રિત કરી હતી. જેના આધારે ટેક્નિકલ દિશામાં વર્કઆઉટ (work out) કરી તથા અંગત હ્યુમન સોર્સિસ રોકી તપાસ હાથ ધરી હતી.

ત્યારે એલ.સી.બી પોલીસના પો.કો. દીપકભાઇ અનિલભાઇ તથા પો.કો. કાર્તિકગીરી ચેતનગિરિ તથા પો.કો. વિક્રમભાઇ સંગ્રામભાઇને બાતમી મળી હતી કે, કોસંબા કે.એમ.ચોક્સી જ્વેલર્સમાં થયેલી ચકચારી લૂંટના ગુનામાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી મુકેશ રત્નાભાઈ બારિયા (રહે.,કોયાદરિયા, તા.પીટોલ, જિ.જાંબુવા, એમ.પી) આણંદના વાંસદ ગામે રેલવે સ્ટેશનની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહી મજૂરીકામ કરે છે. આ હકીકતના આધારે એલ.સી.બી. પોલીસ (lcb police)ની ટીમે આણંદના વાસદ ખાતે પહોંચી મોસ્ટ વોન્ટેડ આરોપી મુકેશને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતાં તેણે ગુનો સહઆરોપીઓ સાથે મળી આચર્યો હોવાની કબૂલાત કરતાં એલસીબી પોલીસે તેનો કબજો કોસંબા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.

આ આરોપી વતનમાં પણ આર્મ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો
લૂંટના ગુનામાં પકડાયેલો આરોપી મધ્યપ્રદેશ રાજ્યમાં જાંબુઆમાં કોતવાલી પોલીસ સ્ટેશનમા આર્મ એક્ટ મુજબના ગુનામાં તથા દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો હોવાનું અને આરોપી વિરુદ્ધ જાંબુઆ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયો હોવાનું જાણવા મળે છે. જેથી એલસીબી પોલીસે આ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

પકડાયેલો આરોપી નહારિયા ગેંગનો સાગરિત છે
પકડાયેલો આરોપી મુકેશ રત્નાભાઈ બારિયા મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લાનો વતની છે. અને તે નહારિયા ગેંગનો સક્રિય સાગરિત છે અને નહારિયા ગેંગના માણસો સાથે ગુજરાતમા અલગ અલગ જગ્યાએ મજૂરીકામ કરી, લૂંટ-ચોરી માટે જગ્યાઓની રેકી કરી ગેંગના માણસો સાથે લૂંટ કરે છે. જેમાં વર્ષ-2010માં નહારિયા ગેંગના માણસો સાથે દિનદહાડે કોસંબા ખાતે કે.એમ.ચોક્સી જ્વેલર્સમાં હથિયારો સાથે ધાડ કરી સવા છ કરોડની મતાનાં સોના-ચાંદીના દાગીના તથા રોકડાની ધાડ કરી નાસી ગયા હતા.

મુકેશ સામે ઈનામ પણ જાહેર કરાયું હતું
આરોપી મુકેશ બારિયાએ તેના મૂળ વતનમાં પણ ગેરકાયદે હથિયારના ગુનો આચરેલ અને જે ગુનામાં વોન્ટેડ હતો. જેથી સ્થાનિક ક્ષેત્રમાં તેના વિરુદ્ધ ઈનામ જાહેર કરાયું હતું અને જે ગુનામા જાંબુઆ કોર્ટ દ્વારા આરોપી માટે ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.

આરોપી તહેવાર પ્રસંગોમાં જ વતનમાં જતો
પકડાયેલો આરોપી ગુનો આચર્યા બાદ તહેવાર પ્રસંગોમાં જ મૂળ વતનમાં જતો હતો. ત્યારબાદ તે ફરી ગુજરાતમાં આવી અલગ અલગ વિસ્તારમાં રહી મજૂરીકામ કરતો હતો. અને થોડા થોડા સમયમાં તે મજૂરીનું સ્થળ બદલી નાંખતો અને દરેક સ્થળે પોતાનું અલગ અલગ નામ ધારણ કરી રહેતો હતો અને હાલ આણંદ જિલ્લામાં વાસદ ખાતે વિશાલ નામ ધારણ કરી રહેતો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top