World

પાકિસ્તાન: સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને તરત છોડી મુકવાનો આદેશ કર્યો

ઇસ્લામાબાદ: (Islamabad) પાકિસ્તાનની (Pakistan) સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે ઈમરાન કેસ પર મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ ધરપકડને ગેરકાયદેસર ઠેરવી છે અને તેમને તરત છોડી મુકાયા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડ રદ કરી છે. ઇમરાન ખાન સુપ્રીમ કોર્ટમાં હાજર થતાની સાથે જ સુપ્રીમ કોર્ટના જજે સૌથી પહેલા કહ્યું હતું કે ‘તમને જોઈને ખુશ છું’. આ પછી સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે કે ઈમરાન ખાનની ધરપકડ ખોટી છે. ત્યારબાદ ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો. મુક્ત થયા બાદ ઈમરાન ખાન લાહોર જશે. આ દરમિયાન પીટીઆઈ સમર્થકોની ભારે ભીડ હાજર હતી. એવા અહેવાલો છે કે ઈમરાન ખાનની મુક્તિ પછી, પીટીઆઈ ઈસ્લામાબાદમાં શક્તિ પ્રદર્શન કરી શકે છે. આ માટે સમર્થકોને ઈસ્લામાબાદ આવવા માટે પહેલાથી જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પહેલા કોર્ટે એક કલાકમાં ઇમરાન ખાનને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતુ. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાનની ધરપકડ કાયદેસર છે કે ગેરકાયદેસર છે તે મુદ્દે સુનાવણી થઈ હતી. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB)ના આદેશ પર મંગળવારે પાકિસ્તાની રેન્જર્સે ઈમરાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી હતી. ત્યારથી દેશમાં પરિસ્થિતિ કથળી છે. સર્વત્ર અરાજકતાનો માહોલ છે. બુધવારે થયેલી હિંસામાં ચાર લોકો સહિત અત્યાર સુધી 8 લોકોના મોત થયા હતા.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને 1 કલાકની અંદર કોર્ટમાં હાજર કરવામાં આવે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવી છે. આ બાબત પાકિસ્તાનની શાહબાઝ સરકાર માટે મોટો ઝટકો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે NABએ કોર્ટની અવમાનના કરી છે. ભવિષ્ય માટે દાખલો બેસાડવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને સાંજે 5 વાગ્યા સુધીમાં કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું.

ઈમરાન ખાને તેમની ધરપકડ પર ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પીટીઆઈએ ઈમરાન ખાનની ધરપકડને માન્ય ગણાવતા ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરવાની માંગ કરતી અરજી સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈમરાન કેસ પર મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. તેમજ એક કલાકમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાનની ધરપકડ કાયદેસર છે કે ગેરકાયદેસર છે તે મુદ્દે સુનાવણી થઈ હતી. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB)ના આદેશ પર મંગળવારે પાકિસ્તાની રેન્જર્સે ઈમરાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી હતી. ત્યારથી, દેશમાં પરિસ્થિતિ એકદમ અસ્તવ્યસ્ત છે. સર્વત્ર અરાજકતાનો માહોલ છે. બુધવારે થયેલી હિંસામાં ચાર લોકોના મોત પણ થયા હતા.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને 1 કલાકની અંદર કોર્ટમાં હાજર કરવામાં આવે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવી છે. આ બાબત પાકિસ્તાનની શાહબાઝ સરકાર માટે મોટો ઝટકો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે NABએ કોર્ટની અવમાનના કરી છે. ભવિષ્ય માટે દાખલો બેસાડવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને સાંજે 5 વાગ્યા સુધીમાં કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

હકીકતમાં, ઈમરાન ખાને તેમની ધરપકડ પર ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પીટીઆઈએ ઈમરાન ખાનની ધરપકડને માન્ય ગણાવતા ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરવાની માંગ કરતી અરજી સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટનો આદેશ બંધારણની કલમ 10A વિરુદ્ધ છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટનો નિર્ણય વિરોધાભાસથી ભરેલો છે. SCમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો એટલે કે NABના અધ્યક્ષ દ્વારા જારી કરાયેલ વોરંટ ગેરકાયદેસર છે.

Most Popular

To Top