World

ઇમરાન ખાને ફરી કર્યા ભારતના વખાણ અને કરી ISIની પોલ ખોલવાની વાત !!

પાકિસ્તાન : પાકિસ્તાનના (Pakestan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ફરી એકવાર શહવાઝ શરીફ સરકાર પર આડેહાથો હુમલો કર્યો છે. ઈમરાને ભારતની વિદેશ નીતિઓના પણ પેટભરીને વખાણ કર્યા છે અને આઈએસઆઈ (ISI) સામે ખુલીને સામે આવતા કહ્યું હતું કે,હું કઈ નવાઝ શરીફની જેમ ભાગેડુ નથી અને ભાગીશ પણ નહિ.સાથે સાથે તેને આઈએસઆઈ ઉપર પણ નિશાન તાખીને ખુલ્લી ચેતવણી આપી હતી કે હું તેની પણ પોલ ખોલી નાખીશ. હું કોઈ કાયદાનો ભંગ નથી કરી રહ્યો. તો ઈમરાને આર્મી ચીફ બાજવાને અને મીર જાફરને દેશદ્રોહી ગણાવ્યા હતા. ઇમરાને કહ્યું કે હું નવાઝ શરીફની જેમ ભાગ્યો નથી. હું દેશમાં છું અને કાયદાનો સામનો કરીશ.પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાન અને પાર્ટીના કાર્યકર્તાઓએ લાહોરના લિબર્ટી ચોકથી ઈસ્લામાબાદ સુધી ‘હક્કી આઝાદી લોંગ માર્ચ’ શરૂ કરી છે. આ દરમિયાન ઈમરાને જનતાને સંબોધિત કરી હતી.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા, આઈએસઆઈના વડા નદીમ અંજુમ વચ્ચે ખુલ્લેઆમ ખટરાગ ચાલી રહ્યો છે. ઇમરાન સતત બાજાવા મીર જાફર અને દેશદ્રોહી કહી રહ્યો છે. ઇમરાન ખાનના હુમલાનો જવાબ આપવા માટે ડાયરેક્ટર જનરલ આઇએસઆઇ લેફ્ટિનેન્ટ નદીમ અંજુમને મીડિયા સામે આવવું પડ્યું હતું. તેમણે ઈમરાનના આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર આઈએસઆઈના કોઈ વડાને આગળ આવવું પડ્યું છે. કહેવાય છે કે આઈએસઆઈ ચીફ કેમેરાથી દૂર રહે છે.

SCએ ઈમરાનની લોન્ગ માર્ચને રોકવાનો ઇનકાર કર્યો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન શુક્રવારથી લોન્ગ માર્ચ કરવા જઈ રહ્યા છે. લાહોરથી ઈસ્લામાબાદ સુધીની આ માર્ચમાં ઈમરાને જેહાદ જાહેર કરી છે. શાહબાઝ શરીફ આને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે, પરંતુ કોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું- અમે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે-એ-ઈન્સાફ (PTI) વિરુદ્ધ ન તો કોઈ નોટિસ જાહેર કરીશું અને ન તો તેમની શાંતિપૂર્ણ લોન્ગ માર્ચને રોકીશું. સરકારને જે સમસ્યા છે એ આ બાબતે ઈમરાન ખાન સાથે ચર્ચા કરે.

ઈમરાનની ધમકી
ઈમરાને કહ્યું- પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટી લોન્ગ માર્ચ અમે શુક્રવારે લાહોરથી શરૂ કરી રહ્યા છીએ. એ ઈસ્લામાબાદ સુધી જશે. અમે માગ કરીએ છીએ કે દેશમાં તરત જ સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવે. જ્યાં સુધી આ માગ પૂરી ન થાય ત્યાં સુધી અમે ઈસ્લામાબાદ છોડીશું નહીં. આ રાજકારણ નથી, પરંતુ જેહાદ છે અને આ જ નક્કી કરશે કે પાકિસ્તાન હવે કઈ દિશામાં જશે. ચોરોના શાસનને અમે સહન કરી શકતા નથી, આ નિર્ણયનો સમય છે.

Most Popular

To Top