Top News

More Posts

   The Latest

Most Popular

ભોપાલ: મધ્યપ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલમાં (Bhopal) બાબા પુરુષોત્તમાનંદ મહારાજ (Baba Purushottamanand Maharaj) સોમવારે ત્રણ દિવસીય સમાધિમાંથી બહાર આવ્યા હતા. આ પ્રસંગે તેમના ભક્તો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. બાબા શુક્રવારે સવારે 10 વાગે સમાધિમાં ગયા હતા અને આજે સોમવારે સવારે 11.10 કલાકે તેમની સમાધિ પર લાગેલા લાકડાના પાટિયા હટાવીને નિર્ધારિત સમય મુજબ બહાર આવ્યા હતા. ત્યાર બાદ સમાધિ સ્થળ પર તેમને પવિત્ર કરવામાં આવ્યા હતા અને તેમની આરતી ઉતારવામાં આવી હતી.

  • બાબા પુરુષોત્તમાનંદ મહારાજ 72 કલાક સમાધિમાં રહ્યાં
  • સમાજ કલ્યાણ માટે સમાધિ લીધી
  • ત્રણ દિવસ સમાધિમાં રહ્યા બાદ બાબાને કોઈ નબળાઈનહીં
  • શરીર પૃથ્વી પર અને આત્મા ભગવાન સાથે હોવાનો બાબાએ દાવા કર્યો

સમાધિમાંથી બહાર આવ્યા બાદ બાબા પુરુષોત્તમમંદે જણાવ્યું હતું કે , જ્યારે મેં યુવાનોને ડ્રગ્સ લેતા જોયા ત્યારે મેં નક્કી કર્યું કે સમાજ કલ્યાણ માટે હું સમાધિ લઈશ અને આ વ્યસનને દૂર કરવાનો સંકલ્પ કરીશ. બાબાએ કહ્યું કે ત્રણ દિવસ સુધી સમાધિમાં રહ્યા પછી પણ તેમને કોઈ પણ પ્રકારની નબળાઈનો અનુભવ નથી થઈ રહ્યો. આ ત્રણ દિવસ દરમિયાન તેમણે મા દુર્ગા સાથે મુલાકાત કરી હતી. બાબાના કહેવા પ્રમાણે, ત્રણ દિવસ સુધી માત્ર તેમનું શરીર પૃથ્વી પર હતું, જ્યારે આત્મા સંપૂર્ણ રીતે ભગવાન સાથે હતો. બાબાએ કહ્યું કે આગામી સમયમાં તેઓ 84 ​​કલાક સમાધિ લેશે.

અત્રે જણાવી દઈએ કે ભોપાલના દક્ષિણ ટીટી નગરમાં અશોક સોની ઉર્ફે પુરુષોત્તમમંદ મહારાજ આધ્યાત્મિક સંસ્થા દરબારના સ્થાપક છે, માતા ભદ્રકાલી મંદિરની પાછળ સંચાલિત છે. લગભગ 7 ફૂટ ઊંડા ખાડામાં બાબા પુરુષોત્તમમંદની સમાધિ હતી. કબર ધરાવતો ખાડો ઉપરથી લાકડાના સ્લેબ અને માટીથી ઢંકાયેલો હતો. સમાધિ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ દર્શન માટે આવ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા.

પુરુષોત્તમમંદના પુત્ર મિત્રેશ કુમારે જણાવ્યું હતું કે સમાધિ માટે તેમના પિતાએ 10 દિવસ પહેલા ભોજન છોડી દીધું હતું અને માત્ર જ્યુસ પીતા હતા. બાબા 72 કલાક (3 દિવસ) સુધી સમાધિની અંદર રહ્યા અને અષ્ટમીના દિવસે સવારે 11.10 વાગ્યે તેમની તપસ્યા પૂર્ણ કરી. સમાધિ માટે બાબા પુરુષોત્તમમંદના ઘરની સામે સાડા 7 ફૂટ ઊંડો, 4 ફૂટ પહોળો અને 6 ફૂટ લાંબો ખાડો ખોદવામાં આવ્યો હતો.

To Top